Gir Somnath: વિધર્મી યુવકે એકલતાનો લાભ લઈ શિક્ષિકાના પાડ્યા ફોટા, બાદમાં એવી માગણી કરી કે મચી ગયો હંગામો
ગીર સોમનાથ: સુત્રાપાડાના પ્રાચી ગામે ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી યુવતીને શાળાના જ એક કર્મચારીએ તેની સાથે સેલ્ફી પાડી તેના ફિયાન્સને બતાવવા તેમજ વાઇરલ કરવાની ધમકી આપી લગ્ન પોતાની સાથે કરવા મજબુર કરતો હોવાની ફરિયાદ દાખલ થતા ખળભળાટ મચ્યો છે.
ગીર સોમનાથ: સુત્રાપાડાના પ્રાચી ગામે ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી યુવતીને શાળાના જ એક કર્મચારીએ તેની સાથે સેલ્ફી પાડી તેના ફિયાન્સને બતાવવા તેમજ વાઇરલ કરવાની ધમકી આપી લગ્ન પોતાની સાથે કરવા મજબુર કરતો હોવાની ફરિયાદ દાખલ થતા ખળભળાટ મચ્યો છે.
મૂળ તાલાલાના વડાળા ગામે રહેતો હામિદ મુસા આંડાની નામનો આ શખ્સ પ્રાચી નજીકની એક ખાનગી શાળામાં નોકરી કરતો હતો. એજ શાળાની શિક્ષીકાની એકલતાનો લાભ લઈ સેલ્ફી ફોટો પાડી આ શિક્ષકાને પોતાની સાથે લગ્ન કરવા અને પોતાનો ધર્મ અપનાવવા મજબુર કરતો હતો. અને જો તેમ ન કરે તો તેની જ્યા સગાઈ થઈ હતી તેના ફિયાન્સને સેલ્ફી બતાવી સગાઈ તોડવા અને તેના ભાઈને ગુમ કરવાની ધમકી આપતો હોવાની ફરિયાદ સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં નોંધાતા ખળભળાટ મચ્યો છે. પોલીસે અલગ અલગ કલમો લગાવી તપાસ શરૂ કરી અને આરોપીનો મોબાઈલ લઈ તેની પૂછપરર્છ હાથ ધરી છે.
'હું તારી સાથે લગ્ન કરીશ' કહીને બેન્ક કર્મચારી મહિલાને હૉટલમાં લઇ ગયો
અમદાવાદમાં દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે, હવે અમદાવાદમાંથી વધુ એક મહિલાએ પોતાની સાથે દુષ્કર્મ થયાની ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પીડિત મહિલા બેન્કમાં નોકરી કરતી હતી અને બેન્કમાં જ એક સહકર્મીએ તેની સાથે દુષ્કર્મ આચર્યુ છે.
મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં બેન્કમાં નોકરી કરતી એક મહિલાએ પોલીસ સ્ટેશનમાં સહકર્મી સામે દુષ્ક્રમની ફરિયાદ નોંધાવી છે, ફરિયાદ અનુસાર, મહિલાને પોતાના સહકર્મી જે બેન્કમાં કર્મચારી છે, અને તેનું નામ વિક્રાંત ગોહિલ છે. વિક્રાંત ગોહિલે પરણિત હોવા છતાં મહિલાને પોતે અપરિણિત હોવાનું કહીને સંબંધો બાંધ્યા હતાં, મહિલા સાથે અનેકવાર દુષ્કર્મ પણ આચર્યુ હતુ. મહિલાના જણાવ્યા અનુસાર, આરોપી વિક્રાંત ગોહિલે તેને લગ્નની લાલચ આપી હતી અને બાદમાં તેને શ્યામલ પાસેની એક હૉટલમાં લઇ ગયો હતો અને ત્યાં બળજબરીથી દુષ્કર્મ આચર્યુ હતુ. મહિલાની ફરિયાદ બાદ પોલીસે આરોપી વિક્રાંત ગોહિલની ધરપકડ કરી લીધી છે.
સગા બાપે દીકરી સાથે દુષ્કર્મ આચરવાનો કર્યો પ્રયાસ
રાજ્યમાં દિવસે દિવસે દુ્ષ્કર્મના કેસોમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. હવે અમદાવાદમાંથી વધુ એક ચોંકાવનારો દુષ્કર્મના પ્રયાસનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના વટવા વિસ્તારમાંથી સામે આવેલી ઘટનામાં બાપે જ પોતાની સગી દીકરી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો છે. વટવામાં 11 વર્ષની દીકરી સાથે પોતાના સગા બાપે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો અને આ પછી મામલો વધુ ઉગ્ર બનતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આ મામલે વટવા પોલીસે છોકરીની શારીરિક છેડતી અને પૉક્સો કાયદા અંતર્ગત દીકરીના બાપ વિરુદ્ધ ગુનો નોંધી અટકાયત કરવામાં આવી છે. પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial