શોધખોળ કરો
Advertisement
‘વાયુ’ વાવાઝોડું: જાફરાબાદના દરિયામાં વિશાળ જહાજ 17 કિલોમીટર અંદર ફંગોળાયું, જાણો વિગત
‘વાયુ’ વાવાઝોડું: જાફરાબાદના દરિયામાં વિશાળ જહાજ 17 કિલોમીટર અંદર ફંગોળાયું, જાણો વિગત
અમરેલી: અમરેલીના જાફરાબાદના દરિયામા આકેર નામનું એક જહાજ દરિયા ફસાયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. અમરેલીના પીપાવાવ પર આ વિશાળકાળ જહાજ ફંગોળાયું હતું. દરિયામાં ‘વાયુ’ વાવાઝોડાની ઝપેટમાં આવ્યા બાદ જહાજ ભકોદર પહોંચ્યું હતું જ્યાં જહાજમાં પાણી ભરાયું હતું. આ દરિયામાં ઉંચા ઉછળી રહેલા મોજાઓને કારણે આ જહાજ મોડી રાત સુધીમાં દરિયામાં ડૂબી જાય તેવી શક્યતાઓ સેવામાં આવી રહી છે.
‘વાયુ’ વાવાઝોડાનાં કારણે વિશાળ જહાજ દરિયામાં 17 કિલોમીટર દૂર ફંગોળાઈ ગયું હતું. જાફરાબાદથી ફંગોળાઈને જહાજ ભકોદર દરિયાકાંઠે પહોંચી ગયું છે. ‘વાયુ વાવાઝોડાના ખતરાને જોતાં વિશાળ જહાજને જાફરાબાદના દરિયાના એંકર પોઈન્ટ પર લંગારાયું હતું. ‘વાયુ’ વાવાઝોડાના કારણે જહાજના 5 ક્રૂ મેમ્બરને રેસ્ક્યૂ કરીને કિનારે લવાયા હતા.
હાલ મેરિટાઈમ બોર્ડ, કેપ્ટન દ્વારા જહાજને દરિયામાં લઈ જવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દરિયામાં ફંગોળાયેલું જહાજ અલંગ જવાનું હતું. પરંતુ ‘વાયુ’ના કારણે જહાજ જાફરાબાદ દરિયામાં રોકી દેવાયું હતું. હાલ આકેર નામના જહાજની પૂર્વ MLA હીરાભાઈ સોલંકીએ મુલાકાત લઇને ઘટનાનો ચિતાર મેળવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion