શોધખોળ કરો

Morbi: મોરબીમાં સેલ્ફીના ચક્કરમાં 20 વર્ષના યુવકે ગુમાવ્યો જીવ, જાણો સમગ્ર ઘટના

મોરબી: આજકાલ લોકોમાં સેલ્ફી લેવાનો ક્રેઝ ખુબ જોવા મળી રહ્યો છે. પરંતુ ક્યારેક આ સેલ્ફીનો ક્રેઝ ભારે પડે છે. ઘણા લોકોએ સેલ્ફીના ચક્કરમાં પોતાનો જીવ ગુમાવ્યો છે.

મોરબી: આજકાલ લોકોમાં સેલ્ફી લેવાનો ક્રેઝ ખુબ જોવા મળી રહ્યો છે. પરંતુ ક્યારેક આ સેલ્ફીનો ક્રેઝ ભારે પડે છે. ઘણા લોકોએ સેલ્ફીના ચક્કરમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. આવી જ ઘટના મોરબી જીલ્લાના ફાડસર ગામે સામે આવી છે. ફાડસર ગામે ધર્મ ઉર્ફે કાનો પરમાર નામના 20 વર્ષીય યુવકે જીવ ગુમાવ્યો છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર આ યુવક તારાણા નજીક આવેલ આજી 4 ડેમ પાસે સેલ્ફી લઇ રહ્યો હતો ત્યારે તેનો પગ લપસતા તે ડેમમાં પડ્યો હતો અને બાદમાં તેનું મોત નિપજ્યું. યુવક ડેમના ઉંડા પાણીમાં ગરકાવ થઇ જતા મોતને ભેટ્યો હતો. 20 વર્ષના યુવકના અચાનક મોતથી પરિવરામાં શોકનો માહોલ છે.

દરિયામાં ડૂબી જવાથી 10મા ધોરણના વિદ્યાર્થીનું મોત

બનાસકાંઠા: લાખણીના જસરાની શાળાનો વિદ્યાર્થીનું પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું છે.  દિવ ફરવા ગયેલો વિદ્યાર્થી નાગવા બીચ દરિયામાં ડૂબી ગયો હતો. અદ્વૈત વિદ્યામંદિર સ્કૂલના વિધાર્થીઓ જસરાથી દિવ પ્રવાસે ગયા હતા. 10માં ધોરણમાં અભ્યાસ કરતા ગર્વ ત્રિવેદીનું ડૂબી જવાથી મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. અચાનક દરિયામાં ડૂબી જતા વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું. હાલમાં વિદ્યાર્થીના મૃતદેહને વતન લાવવામાં આવ્યો છે. વિદ્યાથીનો દરિયામાં મોત પહેલાનો વીડિયો પણ સામે આવ્યો છે. પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીનું મોત નીપજતા અન્ય વિદ્યાર્થીઓમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

ભાવનગરમાં રખડતા ઢોરે વધુ એક વ્યક્તિનો જીવ લીધો

ભાવનગર  શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. રખડતા ઢોરને કારણે વડવા ખડીયા કુવા પાસે આધેડનું મોત નીપજ્યું છે. ભાવનગરના દેવુબાગ નવજીવન સોસાયટીમાં રહેતા  પરેશ નારણભાઇ વાઘેલા નામના આધેડનું આજે મોત નિપજ્યું છે. પોતાના ઘરેથી વડવા વિસ્તારમાં દુકાને આવતા સમયે રખડતા ઢોરે  તેમને અડફેટે લીધા હતા. મનપાની ઢોર પકડવાની નબળી કામગીરીને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભાવનગરમાં અનેક લોકોના રખડતા ઢોરને કારણે મોત થયા છે. આ મામલે હાઈકોર્ટે પણ સરકારનો ઉધડો લીધો હતો. તેમ છતા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.

અમદાવાદની આ ફેક્ટરીમાં ઓઈલ ટેન્કર સાફ કરવા ઉતેરલા 3 મજૂરોના મોત

દિવાળીના તહેવારો પર ચાંગોદરની એક ફેકટરીમાં ગોજારી ઘટના સામે આવી છે. આજે ફેક્ટરીમાં 3 મજુરોના મોત થતા ખળભળાટ મચી જવા પામી છે.  આ બપોરે દોઢ કલાકે આ ઘટના બની હતી. ચાંગોદરની સહારા પેટ્રોલિયમ કંપનીમાં 3 મજુરોના મોતની ઘટનાથી અરેરાટી મચી ગઈ છે. ઓઈલ ટેન્કર સાફ કરવા ઉતરેલા 3 મજુરોના મોત થયા છે. ટેન્કરમાં ગુંગળામણથી મોત થયાનુ પ્રાથમિક તારણ છે. આ ઘટના બાદ ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ ફાયરના જવાનોએ મૃતદેહો બહાર કાઢ્યા હતા.

મૃતકો

  • મિતેષ રામ મોહન (21 વર્ષ)
  • રામ નરેશ (47 વર્ષ)
  • સંદીપ (21 વર્ષ)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Embed widget