શોધખોળ કરો

Gujarat Election 2022: જૂનાગઢમાં આમ આદમી પાર્ટીને લાગ્યો ઝટકો, જાણો ક્યા નેતા સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા

Gujarat Assembly Election 2022: વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટીને ઝટકો લાગ્યો છે. જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના સંગઠનમાં ચૂંટણી ટાણે જ ભંગાણ પડ્યું છે.

Gujarat Assembly Election 2022: વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટીને ઝટકો લાગ્યો છે. જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના સંગઠનમાં ચૂંટણી ટાણે જ ભંગાણ પડ્યું છે. જૂનાગઢ આમ આદમી પાર્ટીના સંગઠનના મંત્રી ભગીરથ બારડ કોંગ્રેસમાં જોડાયા છે. જૂનાગઢ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ જોષીએ ભગીરથ બારડને ખેસ પહેરાવી કોંગ્રેસમાં પ્રવેશ કરાવ્યો હતો. આમ આદમી પાર્ટીના સંગઠનના મંત્રી ભગીરથ બારડ પોતાના 30થી વધુ જેટલા કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા છે.

અશોક ગેહલોતે માર્યો ટોણો

ગુજરાત વિધાનસભાની ચૂંટણને લઈને વાતાવરણ ગરમાયું છે. એક બાદ એક નેતા વિરોધી પાર્ટીઓ પર વાર પર વાર કરી રહ્યા છે. હવે આ કડીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે રાજકોટ ખાતે બીજેપી પર પ્રહાર કર્યા છે. રાજકોટમાં અશોક ગેહલોતે પ્રેસ કોન્ફરન્સ કરી આમ આદમી પાર્ટી અને બીજેપીને આડે હાથ લીધી હતી.

તેમણે કહ્યું કે, ભાજપની ગૌરવ યાત્રા નિષ્ફળ ગઈ છે. કેજરીવાલ અહીંયા આવીને ખોટા વાયદાઓ કરે છે. ગુજરાત સરકાર આખી બદલવી પડી. મોરબી દુર્ઘટનામાં કોઈ ખાસ એક્શન લેવામાં નથી આવ્યા. પીએમ મોદીને અહીંયા દર અઠવાડિયે આવવું પડે છે. કોંગ્રેસની ભારત જોડો યાત્રાથી ભાજપ બોખલાયું છે. મેઘા પાટકર અંગે પીએમના નિવેદન અંગે પણ અશોક ગેહલોતે નિવેદન આપ્યું હતું, તેમણે કહ્યું કે, આ કોઈ કોંગ્રેસની યાત્રા નથી. અમે મેઘા પાટકરને રોકી ના શકીએ. તેઓ એનજીઓ તરીકે આવ્યા હતા. તેઓ આ યાત્રામાં રાહુલ ગાંધીને મોરલ સપોર્ટ કરવા માટે આવ્યા હતા. મોંઘવારી અંગે વાત કરવી જોઈએ. ભાજપના પોતાના જ રાજ્યમાં આવી ખરાબ સ્થિતિ છે.

ડભોઈમાં કોંગ્રેસને લાગ્યો ઝટકો

  વિધાનસભા ચૂંટણી પહેલા ડભોઇ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. 500 આદિવાસી યુવકો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે. બીજેપીના નેતા શૈલેષ મહેતા પ્રચારમાં નીકળ્યા ત્યારે આ તમામ યુવાનોએ ખેસ ધારણ કર્યો હતો. ડભોઇ કોંગ્રેસને એક બાદ એક મોટા ઝટકા લાગી રહ્યા છે. ભાજપમાંથી આવેલા બાલકૃષ્ણ પટેલનો વિરોધ આદિવાસીઓમાં પણ દેખાયો છે. સ્થાનિકોને પૂરતી સુવિધાઓ ના મળતા આદિવાસીઓએ શૈલેષ મહેતાના હાથે  કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. બનૈયા, થુવાવી, અંબાવના આદિવાસી સમાજના 500 યુવકોએ કેસરીયો ધારણ કર્યો હતો.

આ અવસરે શૈલેષ મહેતાએ મેઘા પાટકરને લઈને પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે,  આદિવાસી સમાજના અગ્રણી ઘણો તો બિરસા મુંડા મહાન હતા. મેઘા પાટકર આદિવાસી સમાજને ઘેર માર્ગે દોરી રહ્યા હોવાની વાત તેમણે કરી. સાસણમાં આદિવાસી સમાજને અને વસાહતોને પાયાની પણ સુવિધા ન મળી રહી હોવાની વાત બીજેપી નેતા શૈલેષ મહેતાએ કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

Embed widget