(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat ABP CVoter Opinion Poll:મધ્ય ગુજરાતમાં ભાજપ કે કૉંગ્રેસ કોણ મારશે બાજી ? જાણો ઓપિનિયન પોલ
ગુજરાતમાં આવનારા થોડા જ દિવસોમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. તે પહેલાં Cvoter એ રાજ્યમાં એબીપી ન્યૂઝ માટે ઓપિનિયન પોલ કર્યો છે.
Gujarat ABP CVoter Opinion Pol: ગુજરાતમાં આવનારા થોડા જ દિવસોમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. તે પહેલાં Cvoter એ રાજ્યમાં એબીપી ન્યૂઝ માટે ઓપિનિયન પોલ કર્યો છે. સર્વેક્ષણમાં માર્જિન અને ભૂલ પ્લસ માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા સુધીની છે. એબીપી ન્યૂઝના આ પોલમાં તમે જાણી શકશો કે ભાજપ, આપ કે કોંગ્રેસ વચ્ચે ચૂંટણીની રેસમાં કોણ જીતશે ? મધ્ય ગુજરાતમાં ભાજપ, કૉંગ્રેસ કે આપ કોણ બાજી મારશે.
મધ્ય ગુજરાત મતની ટકાવારી
ભાજપ-47.4
કૉંગ્રેસ-32.6
આપ-17.8
અન્ય -2.2
મધ્ય ગુજરાતમાં કોને કેટલી બેઠકો?
ભાજપ-46-50
કૉંગ્રેસ-10-14
આપ-0-1
અન્ય -0-1
મધ્ય ગુજરાતમાં કુલ 61 બેઠકો છે.
ગુજરાતમાં કેટલા ટકા લોકો ગુજરાતની વર્તમાન સરકારને બદલવા માંગે છે? ઓપિનિયન પોલમાં લોકોએ શું કહ્યું?
નારાજ છે અને સરકાર બદલવા માંગે છે - 34%
નારાજ છે પણ સરકાર બદલવા નથી માંગતા - 40%
નારાજ પણ નથી અને સરકાર બદલવા પણ નથી માંગતા - 26%
ગુજરાતની જનતાની નજરમાં PM મોદી કેવું કામ કરી રહ્યા છે?
સારું - 60%
સરેરાશ - 18%
ખરાબ - 22%
ગુજરાત રાજ્ય સરકારની કામગીરી કેવી છે? લોકોએ શું કહ્યું?
સારું - 42%
સરેરાશ - 26%
ખરાબ - 32%
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે સૌથી મોટો મુદ્દો શું છે? લોકોએ શું કહ્યું?
બેરોજગારી -31%
મોંઘવારી -8%
પાયાની સુવિધાઓ – 16%
કોરોના મહામારીમાં કામ - 4%
ખેડૂત - 15%
કાયદો અને વ્યવસ્થા- 3%
ભ્રષ્ટાચાર- 7%
રાષ્ટ્રીય મુદ્દા- 3%
અન્ય- 13%
ગુજરાતમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ નેતાઓનો મેળાવડો થઈ રહ્યો છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પીએમ મોદી સતત ગુજરાતની મુલાકાતો કરી છે. ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના તમામ અગ્રણી નેતાઓ ગુજરાતમાં વિવધ જગ્યાએ તેમનો પ્રચાર કરી રહ્યા છે અને ગુજરાતની જનતાની નાડી પકડવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે અમે તમને જણાવી રહ્યા છીએ ઓપનિયન પોલમાં ગુજરાતની જનતા કયા પક્ષને પસંદ કરી રહી છે.
ગુજરાત અને હિમાચલમાં આવનારા થોડા જ દિવસોમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. તે પહેલાં Cvoterએ બંને રાજ્યોમાં એબીપી ન્યૂઝ માટે ઓપિનિયન પોલ કર્યો છે. બંને રાજ્યોની તમામ વિધાનસભા બેઠકો પર સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વે માટે બંને રાજ્યોમાં 65 હજાર 621 લોકો સાથે વાત કરવામાં આવી હતી. સર્વેક્ષણમાં માર્જિન અને ભૂલ પ્લસ માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા સુધીની છે.