શોધખોળ કરો

કમલેશ મોતા આંતરરાષ્ટ્રીય ડિજિટલ ગુજરાતી એકોક્તિ સ્પર્ધા 2022 માટે એન્ટ્રી સ્વીકારવાનું શરૂ

10 ઓગસ્ટ સુધી સ્પર્ધામાં ભાગ લઈ શકાશે. ચાર વયજૂથમાં 16થી વધુ ઇનામો સાથે સૌથી વધુ ઓનલાઇન વ્યુ મેળવનાર સ્પર્ધકને પણ ઇનામ મળશે

આજીવન રંગભૂમિને સમર્પિત રંગકર્મી સ્વ. કમલેશ મોતાની સ્મૃતિમાં ગયા વરસે શરૂ થયેલી આંતરરાષ્ટ્રીય ડિજિટલ ગુજરાતી એકોક્તિ સ્પર્ધાના બીજા વરસની તારીખો જાહેર થઈ છે. માત્ર ઓનલાઇન સ્વરૂપે અને ગુજરાતી ભાષામાં યોજાતી આ સ્પર્ધા પોતાના પ્રકારની એકમાત્ર એકોક્તિ સ્પર્ધા છે. સ્પર્ધામાં ત્રણથી પાંચ મિનિટની એકોક્તિ મોકલીને ભાગ લઈ શકશે. સ્પર્ધકોએ મોબાઇલના કે અન્ય કેમેરાથી એમની એકોક્તિ લેન્ડસ્કેપ ફોરમેટમાં શૂટ કરીને ટેલિગ્રામ પર કે ઇમેઇલ પર મોકલવાની રહેશે. વિડિયો એડિટિંગ કે ઇફેક્ટ સાથેની એકોક્તિઓ સ્પર્ધામાં અમાન્ય ગણાશે. સાત વરસથી વધુ ઉંમરની વ્યક્તિઓ એમાં ભાગ લઈ શકશે. સ્પર્ધકોની ચાર શ્રેણીઓ ઉંમર 7થી16, 17થી 31, 32થી 50 અને 51 કે વધુ છે.

રંગભૂમિ ફરી સક્રિય થઈ હોવા છતાં હજી નાટ્યસ્પર્ધાઓ ફરી શરૂ થવાની બાકી છે. એવામાં આ સ્પર્ધા દેશવિદેશના નવોદિતો અને કાર્યરત રંગકર્મીઓ માટે પોતાની પ્રતિભા રજૂ કરવાનું એકમાત્ર માધ્યમ છે. પીઢ રંગકર્મી નિરંજન મહેતાના માર્ગદર્શનમાં યોજાતી સ્પર્ધાનાં આયોજકો અપરામી મોતા, બાબુલ ભાવસાર, સંજય વિ. શાહ અને સોનાલી ત્રિવેદી છે. માંગરોળ મલ્ટીમીડિયા અને આંગિકમ યુટ્યુબ ચેનલ સંચાલન અને ટેક્નિકલ બાબતો સંભાળે છે. અનુભવી રંગકર્મીઓ નિર્ણાયકો તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. એન્ટ્રી મોકલવાની અંતિમ તારીખ બુધવાર 10 ઓગસ્ટ 2022 છે.

સ્પર્ધકો ટેલિગ્રામ એપથી 9040466266 મોબાઇલ નંબર પર અથવા kamleshmotacontent@gmail.com ઇમેઇલ પર એન્ટ્રી મોકલી શકશે. કમલેશ મોતાની જન્મજયંતી એટલે પહેલી સપ્ટેમ્બર 2022ના રોજ સ્પર્ધાનાં પરિણામો જાહેર થશે. વિજેતાઓને રોકડ ઇનામ ઉપરાંત પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surat: ખુલ્લી ગટરમાં 2 વર્ષનું બાળક પડ્યા પછી ગાયબ, 17 કલાકથી શોધખોળ ચાલુ, તંત્રની બેદરકારી સામે આક્રોશ

USAથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓ પહોંચ્યા અમદાવાદ, ઘરે પહોંચાડવાની સરકારે કરી વ્યવસ્થા

ગૌતમ અદાણીના પુત્ર અને પુત્રવધૂનો સંકલ્પ, દર વર્ષે 500 દિવ્યાંગ યુવતીઓને લગ્ન માટે 10 લાખની કરશે સહાય

આ દિવસે બંધ રહેશે આ મોટા બેન્કની UPI સર્વિસ, ગ્રાહકોને થશે અસર
આ દિવસે બંધ રહેશે આ મોટા બેન્કની UPI સર્વિસ, ગ્રાહકોને થશે અસર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Accident:ડમ્પર અને AMNS કંપનીની બસ વચ્ચે સર્જાયો અકસ્માત, 25થી વધુ ઈજાગ્રસ્ત | Abp AsmitaSurat: કલાકો બાદ પણ ગટરમાં ખાબકેલા કેદારનો નથી કોઈ અત્તો પત્તો | Abp Asmita | 6-2-2025Ahmedabad: ચાલુ ફ્લાઈટમાં મુસાફરે પીધી સિગરેટ અને પછી...મચી ગઈ દોડધામ; મુસાફરની ધરપકડUSA Deport Indian: હાંકી કઢાયેલા ગુજરાતીઓમાં ઉત્તર ગુજરાતીઓ સૌથી વધારે | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: ખુલ્લી ગટરમાં 2 વર્ષનું બાળક પડ્યા પછી ગાયબ, 17 કલાકથી શોધખોળ ચાલુ, તંત્રની બેદરકારી સામે આક્રોશ
Surat: ખુલ્લી ગટરમાં 2 વર્ષનું બાળક પડ્યા પછી ગાયબ, 17 કલાકથી શોધખોળ ચાલુ, તંત્રની બેદરકારી સામે આક્રોશ
USAથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓ પહોંચ્યા અમદાવાદ, ઘરે પહોંચાડવાની સરકારે કરી વ્યવસ્થા
USAથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓ પહોંચ્યા અમદાવાદ, ઘરે પહોંચાડવાની સરકારે કરી વ્યવસ્થા
ગૌતમ અદાણીના પુત્ર અને પુત્રવધૂનો સંકલ્પ, દર વર્ષે 500 દિવ્યાંગ યુવતીઓને લગ્ન માટે 10 લાખની કરશે સહાય
ગૌતમ અદાણીના પુત્ર અને પુત્રવધૂનો સંકલ્પ, દર વર્ષે 500 દિવ્યાંગ યુવતીઓને લગ્ન માટે 10 લાખની કરશે સહાય
આ દિવસે બંધ રહેશે આ મોટા બેન્કની UPI સર્વિસ, ગ્રાહકોને થશે અસર
આ દિવસે બંધ રહેશે આ મોટા બેન્કની UPI સર્વિસ, ગ્રાહકોને થશે અસર
Delhi Exit Poll: દિલ્હી ચૂંટણીના એક્ઝિટ પોલ જાહેર, રાજધાનીમાં નવાજૂનીના એંધાણ, વાંચો લેટેસ્ટ આંકડા

Mahakumbh 2025: મહાકુંભમાં પાકિસ્તાન, ચીન અને બાંગ્લાદેશને લઇને પાસ થયો મોટો પ્રસ્તાવ, જાણો

Rohit Sharma: ભવિષ્ય અંગે સવાલ કરવામાં આવતા ભડક્યો રોહિત શર્મા, પ્રેસ કોન્ફરન્સમાં આપ્યો જવાબ

IND vs ENG: ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે પ્રથમ વન-ડે આજે, આ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરી શકે છે ટીમ ઇન્ડિયા

Embed widget