Accident: લીંબડી-અમદાવાદ હાઇવે ઉપર અકસ્માત સર્જાયો, 25થી વધુ ઈજાગ્રસ્ત
અકસ્માત સર્જાયા બાદ ડ્રાઇવર ક્લીનર ફરાર થઈ ગયા હતા. લીંબડી, પાણશીણા વઢવાણ સહિતની 108 ઘટના સ્થળે પહોંચી હતી. ડીવાયએસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે.
![Accident: લીંબડી-અમદાવાદ હાઇવે ઉપર અકસ્માત સર્જાયો, 25થી વધુ ઈજાગ્રસ્ત Accident occurred on Limbadi-Ahmedabad highway, more than 25 injured Accident: લીંબડી-અમદાવાદ હાઇવે ઉપર અકસ્માત સર્જાયો, 25થી વધુ ઈજાગ્રસ્ત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/28/8dcce7aa061cdbb4af471acb51a0aa6d171427460967276_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Gujarat Accident News: રાજ્યમાં અકસ્માતનો સિલસિલો યથાવત્ છે. લીંબડી-અમદાવાદ હાઇવે ઉપર અકસ્માતની ઘટના બની છે. જાખણનાં પાટીયા પાસે અકસ્માત સર્જાયો હતો. ખાનગી ટ્રાવેલ્સના ચાલકે સ્ટીયરિંગ ઉપર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતા. જેમાં 25થી વધુ વ્યક્તિઓને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માત બાદ ડ્રાઇવર, ક્લીનર ફરાર
અકસ્માત સર્જાયા બાદ ડ્રાઇવર ક્લીનર ફરાર થઈ ગયા હતા. લીંબડી, પાણશીણા વઢવાણ સહિતની 108 ઘટના સ્થળે પહોંચી હતી. ડીવાયએસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે.
જૂનાગઢમાં ચોબારી રેલવે ફાટક પાસે ડિવાઇડર સાથે કાર અથડાયા બાદ પલ્ટી ખાઈ જતા શિક્ષકનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત અનુસાર શહેરમાં વિસ્તારમાં આવેલ મારુતિ નગરમાં રહેતા અને જુનાગઢ કન્યાશાળામાં શિક્ષકની નોકરી કરતા નરેશભાઈ ભગવાનભાઈ વાજા ઉ. વ. 45 મોડી રાત્રે પોતાની જીજે-11-બીએચ-0884 નંબરની કાર ચોબારી રોડ પર જતા હતા ત્યારે ચોબારી રેલવે ફાટક પાસે કાર ડિવાઇડર સાથે અથડાઈને પલટી મારી ગઇ હતી. અકસ્માતમાં નરેશભાઈને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા.
અંકલેશ્વર રાજપીપળા ચોકડી પર ઓવરટેક કરતી વેળા હાઇવાનો ડ્રાઇવર કારને ટક્કર મારી 10 ફૂટ સુધી ઢસડી ગયો હતો.સદનસીબે અકસ્માતમાં કારચાલકનો આબાદ બચાવ થયો હતો. અંકલેશ્વર હાઇવે પર અકસ્માતોની વણથંભી વણઝાર યથાવત રહી છે. શનિવારના રોજ રાજપીપળા ચોકડી બ્રિજ નીચે એક હાઇવાના ચાલકે ઓવરટેક કરી વળાંક લેતી વેળાએકકારને અડફેટે લીધી હતી અને 10 ફૂટ સુધી ઢસડી ગયો હતો.કારમાં ફસાયેલા ડ્રાઇવરે બુમરાણ મચાવતાં હાઇવાનો ચાલક રોકાયો હતો. અકસ્માતના પગલે હાઇવે પર ચકકાજામ થઇ ગયો હતો અને સદનસીબે કારના ડ્રાઇવરનો બચાવ થયો હતો. સ્થાનિક ટ્રાફિક પોલીસ દોડી આવી અકસ્માતગ્રસ્ત વાહનને સાઈડ કરી વાહનવ્યવહાર રાબેતાં મુજબ કર્યો હતો.
વડોદરા નજીક સાકરદા ગામ અને મોક્ષી રોડ ઉપર આજે સવારે છોકરાની બાબરીમાં જતાં પરિજનોથી ભરેલી આઇસર ટ્રક અને સિમેન્ટ ભરેલા ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 1નું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે આઇસર ટ્રકમાં સવાર 32 લોકોને ઇજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં સારવાર દરમિયાન વધુ ચારના મોત નીપજતા મોતનો આંકડો પાંચએ પહોંચ્યો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)