Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં આકાર લઇ રહી છે વધુ એક સિસ્ટમ, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની છે. જેની અસરથી ગુજરાતમાં ક્યાં જિલ્લામાં વરસાદ પડશે. જાણીએ, વેધર અપડેટ

Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં હાલ એક સિસ્ટમ સર્જાઇ છે. તો બીજી તરફ વધુ એક સિસ્ટમ પણ આકાર લેવા જઇ રહી છે. આ બીજી સિસ્ટમ વધુ મજબૂત બનશે અને ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધારે તેવી પ્રબળ શક્યતા જોવાઇ રહી છે. હાલ ગુજરાતના કેટલાક વિસ્તારમાં છૂટછવાયો વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધ્યું છે. છેલ્લા 24 કલાકમાં આહવામાં 4.75 ઈંચ વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ 24 કલાક બાદ રાજ્યના કેટલાક વિસ્તારમાંથી ચોમાસા પરત ફરવાની પ્રોસેસ શરૂ થઇ ગઇ છે. ઉત્તર ગુજરાત,કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાંથી ચોમાસુ વિદાય લઇ તેવી શકયતા જોવાઇ રહી . તો બીજી તરફ બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ આકાર લઇ રહી છે. જેની અસરથી રાજ્યમાં ફરી વરસાદ આવશે. આ સિસ્ટમ બંગાળની ખાડીમાં 25 સપ્ટેમ્બરની આસપાસ બનશે. અને ત્યાર બાદ આ સિસ્ટમ ડિપ્રેશન બનશે અને ત્યારબાદ તે આંધ્રપ્રદેશ તરફ ફંટાઇ જશે. હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં આ સિસ્ટમના કારણે 27સપ્ટેમ્બરથી વધુ એક ભારે વરસાદનો રાઉન્ડ આવશે. જો આ સિસ્ટમ મજબૂત જ રહેશે તો 27થી 2 ઓક્ટોબર સુધી વરસાદ વરસશે.
હવામાન વિભાગની આગાહી મુજહ આગામી 24 કલાકમાં ગુજરાતના કેટલાક જિલ્લામાં છૂટછવાયો વરસાદ આવશે. ખાસ કરીને વલસાડ, નવસારી, ડાંગ, તાપી,સુરત, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, અમદાવાદ, ગાંધીનગર,સાબરકાંઠા, ખેડા, આણંદ, આ તમામ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ,અમરેલી, જામનગર, જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, બોટાદ,મોરબી, સુરેન્દ્રનગરમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાાં સારો વરસાદ વરસ્યો છે. ડાંગ જિલ્લામાં મોડીરાત્રીથી ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદથી વઘઈ- આહવા વચ્ચેનો માર્ગ બંધ થયો છે. વઘઈ- આહવા રોડ પર ઠેર- ઠેર વૃક્ષો અને ભેખડ ધસી પડતા રોડ બંધ થઇ ગયા છે.
જિલ્લાના માછલી ખાતર નજીક પૂર્ણા નદીનું પાણી ફરી વળતા માર્ગ બંધ થયુો છે. ભારે વરસાદથી જિલ્લામાંથી પસાર થતી ખાપરી, પૂર્ણા, અંબિકા, ગીરા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. છેલ્લા 24 કલાકમાં આહવામાં 4.75 ઈંચ વરસાદ વરસ્યો.
સુબીરમાં 2.5 તો વઘઈમાં 1.25 ઈંચ, વરસાદ વરસ્યો છે.




















