Gujarat Rain Forecast:રાજ્યમાં આજથી બે દિવસ ધોધમાર વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ
Gujarat Rain Forecast:હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2 દિવસ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે.

Gujarat Rain Forecast: હવામાન વિભાગે રાજ્યમાં ફરી જોરદાર વરસાદના રાઉન્ડની શક્યતા વ્યક્ત કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે ગુજરાતમાં ફરી એકવાર મોનસૂન એક્ટિવ થશે. હવામાન વિભાગે 14થી 17 જુલાઇ વરસાદની આગાહી કરી છે. આગામી 2 દિવસની સ્થિતિ વિશે વાત કરીએ તો સુરજગઢમાં મોનસૂન ટ્રફ પસાર થતા ભારે વરસાદની આગાહી કરાઇ છે.આજે અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. આજે મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. આગામી 2 દિવસ સૌરાષ્ટ્રમાં પણ મૂશળધાર વરસાદ વરસી શકે છે. અમરેલી, ભાવનગર, દેવભૂમી દ્વારકા, ગીરસોમનાથ, બોટાદમાં ભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદની સંભાવનાને જોતા હવામાન વિભાગે ભાવનગરમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદની શક્યતાને જોતા હવામાન વિભાગે સાબરકાંઠ, ખેડા, આણંદમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. ઉપરાંત પંચમહાલ, દાહોદમાં પણ ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.
દેશના અન્ય રાજ્યોની વાત કરીએ તો આ દિવસોમાં દિલ્હીમાં હવામાન બદલાયું છે અને લોકોને ગરમી અને બફારાથી ઘણી રાહત મળી રહી છે. રવિવાર, 13 જુલાઈની સવારથી આકાશ થોડું વાદળછાયું રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ બપોરે હળવો વરસાદ અથવા ઝરમર વરસાદની આગાહી કરી છે. જોરદાર પવનોને કારણે હવામાન વધુ ખુશનુમા બન્યું છે.હવામાન વિભાગની આગાહી મુજબ, આજે દિવસનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે, જ્યારે રાત્રિનું તાપમાન 27 થી 28 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે. ગુરુગ્રામ, નોઈડા, ગ્રેટર નોઈડા, ફરીદાબાદ અને ગાઝિયાબાદ જેવા NCR ક્ષેત્રના શહેરોમાં પારો 32 થી 34 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. સવારનું હવામાન તાજું અને ઠંડુ રહેશે, પરંતુ બપોરે હળવા સૂર્યપ્રકાશ સાથે ગરમીની અસર અનુભવાઈ શકે છે.
આવતીકાલથી હવામાન સારું રહેશે
હવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે, 14 જુલાઈથી હવામાન ઠંડુ રહેશે. તાપમાન વધુ ઘટશે, અને વરસાદની તીવ્રતા વધી શકે છે. આનાથી લોકોને બફારા અને ગરમીથી વધુ રાહત મળશે. ખાસ કરીને જે દિલ્લી અને આસપાસના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીથી પરેશાન હતા. આ વર્ષે ચોમાસુ 28 જૂને દિલ્હી-એનસીઆરમાં સમયસર પહોંચ્યું હતું. શરૂઆતમાં વરસાદ હળવો હતો, પરંતુ હવે તેની ગતિ વધી ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હળવો થી મધ્યમ વરસાદ 18 જુલાઈ સુધી ચાલુ રહેશે. આનાથી હવામાન વધુ ખુશનુમા બનશે.





















