શોધખોળ કરો

Gujarat Rain Forecast: 2 ઓક્ટોબર સુધી રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી, આ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ગુજરાતમાં ફરી એકવાર અષાઢી માહોલ જામ્યો છે. ગઇકાલથી ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં મેઘરાજાએ તોફાની એન્ટ્રી કરી હતી

Gujarat Rain Forecast:  બંગાળની ખાડીમાં એક સિસ્ટમ હાલ એક્ટિવ છે. જે મહારાષ્ટ્ર પરથી થઇને હવે ગુજરાત પર પહોંચી ગઇ છે. જેના કારણે ગુજરાતમાં આગામી 2 ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને આ રાઉન્ડમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે. આ દરમિયાન ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસે તેવું અનુમાન છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ગુજરાત પર પહોંચતા રાજયમાં અતિભારે વરસાદનો દૌર શરૂ થયો છે. આ સિસ્ટમ કાલે દક્ષિણ ગુજરાતમાં પહોંચતા ગઇકાલથી દક્ષિણ  ગુજરાતમાં મેઘરાજાએ તોફાની અંદાજમાં એન્ટ્રી કરી હતી. સુરત, વલસાડ, નવસારીમાં ધોધમાર વરસાદ વરસ્યો. આ સિસ્ટમની અસરથી ગઇકાલ બપોર બાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ મેઘાવી માહોલ જામ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતાં કેટલીક જગ્યાએ ગરબાનું આયોજન રદ કરવામાં આન્યું હતું. આ સિસ્ટમની અસરથી ગુજરાતમાં આગામી 2 ઓક્ટોબર સુધી સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. આ સિસ્ટમ આગળ જતાં અરબી સમુદ્રમાં ગયા બાદ વધુ મજબૂત બને તેવી પણ એક શક્યતા છે. જો આ સિસ્ટમ વધુ  મજબૂત બનશે તો વાવાઝડું પણ સર્જાઇ શકે છે. જો કે આ સિસ્ટમ અરબી સમુદ્રમાં પહોંચતા જ ઓમાન તરફ ફંટાઇ જશે જેથી વાવાઝોડાનો ખતરો નથી.  જો કે આ સિસ્ટમની અસરથી ગઇકાલથી જ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શરૂઆત થઇ ગઇ છે. આ સિસ્ટમની અસર સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને થશે. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગમાં ભારે વરસાદ વરસશે. આ સિવાય દિવ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે. ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ખેડા,આણંદમાં પણ ભારે વરસાદ વરસશે.

મહેસાણા અરવલ્લી, મહિસાગર, પંચમહાલ,સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણમાં પણ ભારે વરસાદની શક્યતા છે ગઇકાલે મેઘરાજાએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારને ઘમરોળ્યું, ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરીએ તો અહીં આજથી  અમરેલી,  પોરબંદર,ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર,જૂનાગઢ, રાજકોટ, જામનગર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા સહિતના સૌરાષ્ટ્રના વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે. આ સિસ્ટમના કારણે રાજ્યમાં પવનની ગતિ પણ વધશે, 50 કિમીની ઝડપે પવન ફુંકાવવાની સાથે ગાજવીજ અને વીજળીના કડાકા સાથે ભારે વરસાદની પ્રબળ શક્યતા છે. હવામાન વિભાગે ભારે વરસાદની શક્યતાને જોતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. ટૂંકમાં આગામી 2 ઓક્ટોબર સુધી ગુજરાતમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: ભાડુઆતની બબાલમાં ઘરમાલિકની હત્યા, ઉંચા અવાજે મ્યૂઝિક વગાડવાને લઈ થયો હતો ઝઘડો
Ahmedabad: ભાડુઆતની બબાલમાં ઘરમાલિકની હત્યા, ઉંચા અવાજે મ્યૂઝિક વગાડવાને લઈ થયો હતો ઝઘડો
DK શિવકુમારે CM નિવાસસ્થાને કરી સિદ્ધારમૈયા સાથે મુલાકાત, શું બ્રેકફાસ્ટ બેઠકથી ખતમ થશે ખુરશીનો ઝઘડો?
DK શિવકુમારે CM નિવાસસ્થાને કરી સિદ્ધારમૈયા સાથે મુલાકાત, શું બ્રેકફાસ્ટ બેઠકથી ખતમ થશે ખુરશીનો ઝઘડો?
સૂર્યપ્રકાશના કારણે ફ્લાઇટના કંટ્રોલમાં આવી રહી છે સમસ્યા! ભારતમાં 200 થી વધુ ફ્લાઇટ્સને સીધી અસર
સૂર્યપ્રકાશના કારણે ફ્લાઇટના કંટ્રોલમાં આવી રહી છે સમસ્યા! ભારતમાં 200 થી વધુ ફ્લાઇટ્સને સીધી અસર
Gold: સાવધાન! જો તમારા સોનાના દાગીનામાં આ 5 ચિહ્નો દેખાય તો સમજો કે મંડરાઈ રહ્યો છે મોટો ખતરો
Gold: સાવધાન! જો તમારા સોનાના દાગીનામાં આ 5 ચિહ્નો દેખાય તો સમજો કે મંડરાઈ રહ્યો છે મોટો ખતરો
Advertisement

વિડિઓઝ

Porbandar Police: બદલી થાય તો થાય દબાણ તો હટશે જ....: પોરબંદરના PIની વેપારીઓને સ્પષ્ટ ચેતવણી
ED Raids: ગુજરાત સહિત 15 રાજ્યોની 7 મેડિકલ કોલેજો પર EDના દરોડા
Ahmedabad News : અમદાવાદમાં એલ.ડી. એન્જિ. કોલેજની હોસ્ટેલમાં  મારામારી કર્યાનો આરોપ
Hun To Bolish | હું તો બોલીશ | BLO માણસ કે મશીન?
Hun To Bolish | હું તો બોલીશ | સ્વચ્છતા અભિયાનનો સત્યાનાશ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: ભાડુઆતની બબાલમાં ઘરમાલિકની હત્યા, ઉંચા અવાજે મ્યૂઝિક વગાડવાને લઈ થયો હતો ઝઘડો
Ahmedabad: ભાડુઆતની બબાલમાં ઘરમાલિકની હત્યા, ઉંચા અવાજે મ્યૂઝિક વગાડવાને લઈ થયો હતો ઝઘડો
DK શિવકુમારે CM નિવાસસ્થાને કરી સિદ્ધારમૈયા સાથે મુલાકાત, શું બ્રેકફાસ્ટ બેઠકથી ખતમ થશે ખુરશીનો ઝઘડો?
DK શિવકુમારે CM નિવાસસ્થાને કરી સિદ્ધારમૈયા સાથે મુલાકાત, શું બ્રેકફાસ્ટ બેઠકથી ખતમ થશે ખુરશીનો ઝઘડો?
સૂર્યપ્રકાશના કારણે ફ્લાઇટના કંટ્રોલમાં આવી રહી છે સમસ્યા! ભારતમાં 200 થી વધુ ફ્લાઇટ્સને સીધી અસર
સૂર્યપ્રકાશના કારણે ફ્લાઇટના કંટ્રોલમાં આવી રહી છે સમસ્યા! ભારતમાં 200 થી વધુ ફ્લાઇટ્સને સીધી અસર
Gold: સાવધાન! જો તમારા સોનાના દાગીનામાં આ 5 ચિહ્નો દેખાય તો સમજો કે મંડરાઈ રહ્યો છે મોટો ખતરો
Gold: સાવધાન! જો તમારા સોનાના દાગીનામાં આ 5 ચિહ્નો દેખાય તો સમજો કે મંડરાઈ રહ્યો છે મોટો ખતરો
Indonesia Flood: ઇન્ડોનેશિયામાં પૂર અને ભૂસ્ખલનનો પ્રકોપ, 174 લોકોનાં મોત, 79 લાપતા, રેસ્ક્યૂ ઓપેરશન ચાલુ
Indonesia Flood: ઇન્ડોનેશિયામાં પૂર અને ભૂસ્ખલનનો પ્રકોપ, 174 લોકોનાં મોત, 79 લાપતા, રેસ્ક્યૂ ઓપેરશન ચાલુ
Cyclone Ditwah: શ્રીલંકામાં 'દિત્વાહ' વાવાઝોડાનો કહેર, અત્યાર સુધી 45 લોકોના મોત, ભારતમાં એલર્ટ જાહેર
Cyclone Ditwah: શ્રીલંકામાં 'દિત્વાહ' વાવાઝોડાનો કહેર, અત્યાર સુધી 45 લોકોના મોત, ભારતમાં એલર્ટ જાહેર
Ahmedabad: વાસણામાં યુવતીના આપઘાતથી ચકચાર, બિલ્ડિંગના પાંચમા માળેથી કૂદીને મોતને કર્યું વ્હાલું
Ahmedabad: વાસણામાં યુવતીના આપઘાતથી ચકચાર, બિલ્ડિંગના પાંચમા માળેથી કૂદીને મોતને કર્યું વ્હાલું
રાહુલ અને સોનિયા ગાંધી માટે આજે મોટો દિવસ,નેશનલ હેરાલ્ડ કેસમાં ED ની ચાર્જશીટ પર કોર્ટ સંભળાવશે ચુકાદો
રાહુલ અને સોનિયા ગાંધી માટે આજે મોટો દિવસ,નેશનલ હેરાલ્ડ કેસમાં ED ની ચાર્જશીટ પર કોર્ટ સંભળાવશે ચુકાદો
Embed widget