શોધખોળ કરો
Advertisement
19 વર્ષથી ફરાર સાબરમતી ટ્રેન હત્યાકાંડનો આરોપી ઝડપાયો, ધરપકડ ટાળવા દિલ્હીમાં રહી મજૂરી કરતો હતો
રફીક હુસેન ભટુક છેલ્લાં 19 વર્ષથી દિલ્લી સહિતનાં અન્ય શહેરોમાં છુપાઇને રહેતો હતો.
ગોધરા કાંડમાં આરોપી રફીક હુસેન ભટુક છેલ્લાં 19 વર્ષથી દિલ્લી સહિતના શહેરોમાં ચોકીદાર, મજૂર અને ફ્રુટનો ફેરિયો બનીને સંતાતો ફરતો હતો. દરમિયાન ગોધરામાં આવતા પોલીસે તેને ઝડપી લીધો છે.
થોડા દિવસ પહેલા ગોધરા આવેલો રફીક હુસેન ભટુક ઇમરાન મસ્જિદ પાસેના ઘરે આવીને છૂપાઇ રહ્યો હોવાની બાતમી મળતાં SOG અને પોલીસની ટીમે દરોડા પાડ્યા અને જ્યાંથી આરોપી ભટુકને દબોચી લેવાયો હતો. તેની પાસેથી મળેલ મુદ્દામાલ જપ્ત કરાયો છે. રફીક હુસેન ભટુક છેલ્લાં 19 વર્ષથી દિલ્લી સહિતનાં અન્ય શહેરોમાં છુપાઇને રહેતો હતો.
બાતમી મુજબ એસઓજી અને ગોધરા બી ડીવીઝન પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપી રફીક હુસેન ભટુકની તેના ઘેર મોહમદી મહોલ્લા, સુલતાન ફળીયા ખાતે તપાસ કરતા મળતા તે મળી આવતા ધરપકડ કરાઇ હતી. પોલીસે તેની પાસેથી એક મોબાઇલ અને ચૂંટણીકાર્ડ કબ્જે લઈ ગુનાના અંગે વધુ કાર્યવાહી માટે ગોધરા ટાઉન બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.
ગોધરામાંથી જ ઝડપાયેલા રફીક હુસેન ભટુક પોતાની ધરપકડ ટાળવા ઘરેથી ભાગી છૂટયો હતો અને દિલ્હીમાં જઈ ફેકટરીમાં કે અન્ય સ્થળે છૂટક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતો હોવાનું પોલીસ સૂત્રો મારફતે જાણવા મળ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
દેશ
Advertisement