પ્રતીક ગાંધીની ફિલ્મ ‘રાવણ લીલા’નું નામ બદલી શું કરી દેવાયું જાણો શું છે કારણ
પ્રતીક ગાંધીની આગામી ફિલ્મનું ટ્રેલર રિલિઝ થઇ ચૂક્યું છે. જેને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. જો કે આ ફિલ્મનું નામ બદલી દેવાયું છે. શું છે તેનું કારણ જાણીએ
પ્રતીક ગાંધીની આગામી ફિલ્મનું ટ્રેલર રિલિઝ થઇ ચૂક્યું છે. જેને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. જો કે આ ફિલ્મનું નામ બદલી દેવાયું છે. શું છે તેનું કારણ જાણીએ
હર્ષદ મહેતાના જીવન પર આઘારિત ફિલ્મ સ્કેમ1992માં સફળતાપૂર્વક લીડ રોલ ભજવ્યાં બાદ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફેમસ થઇ ગયેલા સુરતના અભિનેતા પ્રતીક ગાંધીની આગામી ફિલ્મ રાવણ લીલા આવી રહી છે જો કે આ આ ફિલ્મનું અચાનક જ નામ બદલી દેવાયું છે.
પ્રતીક ગાંધીની આગામી ફિલ્મ‘રાવણ લીલા’નું નામ બદલીને ભવાઇ કરી દેવાયું છે. આ ફિલ્મનું ટ્રેલર રિલિઝ થયું છે. જેને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. જેને માત્ર ત્રણ દિવસમાં ત્રણ મિલિયન વ્યુઝ મળ્યાં છે.
ફિલ્મ મેકર્સે જણાવ્યું કે, તેમણે ફિલ્મ ‘રાવણ લીલા’નું નામ બદલીને ભવાઇ કરી દીધું છે. લોકોના સૂચન બાદ અને તેની ભાવનાનું સન્માન કરતાં આ નિર્ણય લેવાયો છે. આ ટાઇટલને લઇને વિવાદ પણ થઇ રહ્યો હતો. વિવાદ વધુ વકરે નહીં તેમા માટે ફિલ્મનું નામ બદલીને ભવાઇ કરી દેવાયું છે.
ફિલ્મના મેકર્સે ફિલ્મનું નામ બદલાયાની જાહેરાત કરી છે. ફિલ્મ મેકર્સે જણાવ્યું કે, ફિલ્મ “ રાવણ લીલાનું શીર્ષક બદલીને ‘ભવાઇ’ કરી દેવાયું છે.
ફિલ્મ અભિનેતા પ્રતીક ગાંધીએ પણ ફિલ્મનું નામ બદલી દેવાયું હોવાની માહિતા તેમના ટ્વિટર અકાઉન્ટ પરથી આપી છે. પ્રતિકે લખ્યું કે, “દરેક કહાણીનું પાત્ર તેમને તે સમય સાથે જોડે છે. હું આ ફિલ્મને લઇને ખૂબ જ ઉત્સાહિત છું. 1 ઓક્ટોબરે આપણે આપના પરિવાર સાથે થિયેચરમાં મળશું”
ઉલ્લેખનિય છે કે, આ ફિલ્મનું શીર્ષક બદલવા માટે દર્શકો તરફથી એક સૂચનો આવ્યા હતાં. સૌથી મહત્વની વાત તો એ છે કે, ફિલ્મના શીર્ષકને લઇને વિવાદ પણ હજું વિવાદ આગળ જતાં વધુ ન વકરે તે કારણે જ ફિલ્મનું નામ બદલી દેવાનો નિર્ણય કરાયો અને આખરે ફિલ્મ ‘રાવણ લીલા’ નામ બદલીને ‘ભવાઇ’ કરી દેવાયું છે.