શોધખોળ કરો

ધોરણ 10-12 બાદ હવે 9-11ના ક્લાસ શરૂ કરવાની તૈયારીમાં સરાકર, કેબિનેટ બેઠકમાં....

કોરોના મહામારીને કારણે ઓફલાઇનને બદલે ઓનલાઇન શૈક્ષણિક કાર્ય કરાવ્યા પછી ઓફલાઇન શૈક્ષણિક કાર્ય હાથ ધરવું પણ સરકાર માટે પડકારજનક છે.

અગાઉ ધો. 10,12માં કલાસરૂમમાં શૈક્ષણિક કાર્ય હાથ ધર્યા પછી હવે ધો. 9 અને 11માં પણ કલાસરૂમમાં શૈક્ષણિક કાર્ય હાથ ધરવાની દિશામાં સરકાર આગળ વધી રહીં છે. આ માટે આગામી બુધવારે મળનારી કેબિનેટની બેઠકમાં પછી કોઇ મોટી જાહેરાત થાય તેવી શક્યતા છે. કોરોના મહામારીને કારણે ઓફલાઇનને બદલે ઓનલાઇન શૈક્ષણિક કાર્ય કરાવ્યા પછી ઓફલાઇન શૈક્ષણિક કાર્ય હાથ ધરવું પણ સરકાર માટે પડકારજનક છે. કોરોનાના ડરને કારણે ઓછી હાજરીનો પ્રશ્ન છે, તેવા સંજોગોમાં રાજય સરકાર હવે ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ કરવા કવાયત હાથ ધરી છે. આમ તો આયોજન આગામી સોમવારથી હાથ ધરવાનું છે, પણ જો કોઇ અડચણ આવે તો ફેબ્રુઆરીમાં તો શૈક્ષણિક કાર્ય હાથ ધરાશે. નોંધનીય છે કે, ગઈકાલે જ 10 મહિના બાદ અમદાવાદમાં CBSE સ્કૂલો શરૂ થઈ હતી. ઘણી સ્કૂલોએ વિદ્યાર્થીઓને કોરોનાના લક્ષણ ન હોવાનું સેલ્ફ ડેકલેરેશન મંગાવ્યું છે. વિદ્યાર્થીઓની સાથે સાથે તેમને સ્કૂલે મૂકવા આવતાં વાલીઓ પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવે અને ભીડ ન થાય તે માટે તેમણે બાળકોને સ્કૂલના ગેટ પર ઉતારવાના રહેશે. કોઈપણ વાલી કેમ્પસમાં પ્રવેશી શકશે નહીં. જોકે શાળા શરૂ કર્યા બાદ હવે વિદ્યાર્થીઓને કોરોનાનો ચેપ લાગ્યાના સમાચાર પણ સામે આવ્યા છે. કેશોદની કે.એ.વણપરિયા વિનય મંદિર શાળાની 11 વિદ્યાર્થીનીઓને કોરોના થયો છે. સ્કૂલમાં પ્રવેશતા એન્ટિજેન ટેસ્ટ કરાયા હતા. જેમાં 3 હોસ્ટેલની અને 8 શહેરની વિદ્યાર્થીનીઓ કોરોના સંક્રમિત થઇ છે. આ બનાવને લઈને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તમામ વિદ્યાર્થિનીઓને હાલ ક્વોન્ટાઇન કરી છે. આ સાથે જ તેમના સંપર્કમાં આવેલ તમામ લોકોને ક્વોરન્ટાઇન થવાનું પણ કહેવામાં આવ્યું છે અને જરૂર પડ્યેથી કોરોના ટેસ્ટ કરાવવાની પણ સૂચના આપવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Embed widget