શોધખોળ કરો
ગુજરાતમાં જૂનની આ તારીખ સુધી સ્વામિનારાયણ મંદિરો રહેશે બંધ, જાણો વિગતે
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસથી મહામારીને લઈને દેશમાં 30 જૂન સુધી લોકડાઉન છે.

અમદાવાદ : BAPS સ્વામિનારાયણ સંસ્થાનાં ગુજરાત સહિત સમગ્ર ભારત ખાતેનાં તમામ મંદિરો જાહેર સ્વાસ્થ્યની સુરક્ષાને લઈને તારીખ 15 જુન સુધી દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે નહિ. ત્યારબાદ પ્રવર્તમાન પરિસ્થિતિ, સાર્વજનિક સ્વાસ્થ્ય અને મંદિરની વ્યવસ્થા વગેરે પરિબળો અંગે પૂર્ણ વિચાર કરીને દર્શનાર્થીઓ માટે મંદિર ખોલવાનો નિર્ણય લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસથી મહામારીને લઈને દેશમાં 30 જૂન સુધી લોકડાઉન છે. 8 જૂન બાદ સરકારે મંદિરો ખોલવાની મજૂરી આપી છે. જો કે તેમા સોશિયલ ડિસ્ટન્સિંગ ફરજિયાયત માસ્ક સહિતના નિયમોનું પાલન કરવું પડશે.
વધુ વાંચો





















