શોધખોળ કરો
Advertisement
મોરારીબાપુ સામે ક્યા શહેરમાં સરકારી જમીન પચાવી પાડવાનો થયો આક્ષેપ ? તપાસ મુદ્દે કલેક્ટરે શું કહ્યું ?
પોરબંદરના એડવોકેટ ભનુભાઈ ઓડેદરાએ કલેકટરને લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હસ્તકની ભવનાથ લાલઢોરી ખાતેની આ જગ્યા સંશોધન કેન્દ્ર માટે ફાળવાયેલી છે.
જુનાગઢઃ જાણીતા કથાકાર મોરારીબાપુએ જૂનાગઢમાં લાલઢોરીની કિંમતી સરકારી જમીન પચાવી પાડી હોવાનો આક્ષેપ કરીને મોરારીબાપુ સામે ગુનો નોંધવા પોરબંદરના એડવોકેટ અને આરટીઆઈ કાર્યકરે જુનાગઢ કલેકટરને રજૂઆત કરી હોવાનો દાવો કર્યો છે. તેમણે ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, મોરારીબાપુ સહિતના જવાબદારો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવે. જો કે જૂનાગઢ જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘીએ જણાવ્યું કે હજૂ સુધી તેમની સમક્ષ કોઈ ફરિયાદ કે આવી કોઈ રજૂઆત આવી નથી. ફરિયાદ આવે એટલે તપાસ કરાવીશુ.
જે.જે ચંદ્રાએ સ્પષ્ટતા કરી છે કે, દર વખતની જેમ જગ્યા માટે મંજૂરી માંગવામાં આવી હતી. બાપુ જુલાઈ મહિનામાં લાલઢોરી પધારવાના હતા અને એ વખતે રોકાણ માટેની મંજૂરી પણ આપવામાં આવી હતી, સંજોગોવશાત બાપુ ત્યારે આવી શક્યા નહોતા. ગીરનાર પર્વત પર કમંડળ કૂંડ ખાતે તારીખ 17 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર સુધી ઈ-કથા કરવાના હતા. એવામાં 15 ઓક્ટોબરે બાપુ લાલઢોરીમાં એક દિવસ રોકાશે. તે માટે જગ્યાની સાફ-સફાઈ કરવા માટે પણ મંજૂરી માંગવામાં આવી હતી.
પોરબંદરના એડવોકેટ ભનુભાઈ ઓડેદરાએ કલેકટરને લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હસ્તકની ભવનાથ લાલઢોરી ખાતેની આ જગ્યા સંશોધન કેન્દ્ર માટે ફાળવાયેલી છે. સર્વે નંબર 25/1ની આ 12 એકર કરતાં વધારે જમીન વાનસ્પતિક વિવિધતા, આંબાની જુદીજુદી જાતોની જાળવણી તથા વૃક્ષોની જાળવણી તથા બોટાનીકલ ગાર્ડન તથા સંશોધનકારો તથા વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ફાળવાયેલી છે.
આ જગ્યામાં વર્ષોથી મોરારીબાપુ તથા રાજકોટના અતુલ ચાંદ્રા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી જે. જે. ચાંદ્રાએ ગેરકાયદે કબજો જમાવીને બાંધકામ કરી દીધું છે. કથાકાર મોરારીબાપુ તથા તેમના સેવકો તેમના મહેમાનો માટે ગેસ્ટહાઉસ તરીકે આ મકાનનો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે આ જગામાં સાધન કુટિર માટેની બે રૂમ, રસોડુ, અટેચ બાથરૂમ વગેરેનું બાંધકામ કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે.
અતુલ ચાંદ્રા ચેરીટેબલ ટ્રસ્ટે 5 જુલાઈ 2004ના રોજ એક પત્રથી કૃષિ યુનિવર્સિટી-જૂનાગઢ પાસે લાલઢોરી જગ્યામાં સાધના કુટિર બનાવવાની મંજુરી માંગી હતી. આ મંજૂરી નથી મળી છતાં બાંધકામ કરાયુ છે. આ રૂમોનો ઉપયોગ સેવકો, ગેસ્ટ હાઉસ તરીકે કરે છે.. આ જગ્યામાં જવાનો વિદ્યાર્થીઓને જવા નતી દેવાતા કે સંશોધન કાર્ય કરાતું નથી. હાલમાં કબજો મોરારીબાપુ પાસે છે તથા ગેરકાયદે કબ્જો ખાલી કરતા ન હોવાથી કલેકટર દ્વારા કાર્યવાહી કરવામાં આવે. આ રજૂઆત પછી કાર્યવાહી નહીં કરવામાં નહી આવે તો કોર્ટમાં જવાની ચીમકી પણ આપી છે.
ગુજરાત કોંગ્રેસમાં અમિત ચાવડા અને પરેશ ધાનાણી મુદ્દે કોંગ્રેસ હાઈકમાન્ડે લીધો મોટો નિર્ણય, જાણો મહત્વની વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
આરોગ્ય
ઓટો
Advertisement
gujarati.abplive.com
Opinion