Sabar Dairy: સાબર ડેરીના ચેરમેન સામે લાગ્યો ભ્રષ્ટાચારનો આરોપ,પૂર્વ ધારાસભ્ય બેઠા ધરણાં પર
Sabar Dairy: સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકોની આર્થિક જીવાદોરી સમાન સાબર ડેરીના ચેરમેન અને એમડીના મનસ્વી વહીવટ અને ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે સાબરડેરીના ડિરેક્ટર અને બાયડના પૂર્વ ધારાસભ્ય જશુ પટેલ ધારણા પર બેઠાછે.
Sabar Dairy: સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકોની આર્થિક જીવાદોરી સમાન સાબર ડેરીના ચેરમેન અને એમડીના મનસ્વી વહીવટ અને ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે સાબરડેરીના ડિરેક્ટર અને બાયડના પૂર્વ ધારાસભ્ય જશુ પટેલ ધારણા પર બેઠા છે.
સાબરકાંઠાના અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકોની આર્થિક જીવાદોરી સમાન સાબર ડેરી કરોડ રૂપિયાનું વાર્ષિક ત્રણ ઓવર કરી છે. જોકે હજારો લીટર દૈનિક દૂધ સંપાદન પણ સાબર ડેરી કરતી હોય છે. જોકે સાબર ડેરીના ચેરમેન અને એમડીના મનસ્વી વહીવટ અને ભ્રષ્ટાચારના આક્ષેપ બાયડના પૂર્વ ધારાસભ્ય અને સાબર ડેરીના ડિરેક્ટર જશુ પટેલ દ્વારા કરવામાં આવ્યા છે. જશુ પટેલ આજે આક્ષેપ કરી સાબર ડેરીના એડમીન બ્લોકના ગેટ પાસે ધારણા પર બેઠા હતા.
જો કે ભાવ ફેર ચૂકવવામાં અસ્પષ્ટતા અને માહિતી પૂરતી ન આપતા હોવાના કારણે જશુ પટેલ હાલ તો સાબર ડેરીના કમ્પાઉન્ડ ખાતે ધરણા પર બેસી ચુક્યા છે જોકે જશુ પટેલ દ્વારા અનેક વાત એમડીએમની સાબરડેરીના ચેરમેન પાસે હિસાબોની માહિતી માગી હોવા છતાં ચોક્કસ માહિતી ન મળવાનો પણ આક્ષેપ જશુ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. જશુ પટેલ દ્વારા સાબર ડેરીના ચેરમેન અને એમડી પર ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવવામાં આવતા રાજકારણ ગરમાયું છે.
એક તરફ સાબર ડેરીના ડિરેક્ટર જશુ પટેલ દ્વારા સાબરડેરીના ચેરમેન અને એમડી સામે મનસ્વી વહીવટ અને ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે તો બીજી તરફ સબરડેરીના ઇન્ચાર્જ એમડી ભ્રષ્ટાચાર થયો હોવાની વાતને પાયા વિહોણી ગણી રહ્યા છે. જોકે પાવરફુલ ચૂકવવામાં અસ્પષ્ટતા અને માગેલ માહિતી પૂર્ણ ન આપવાના કારણે તેઓ હાલ તો સાબરડેરીના સત્તાધીશો સામે સવાલ ઉઠાવી રહ્યા છે ત્યારે માહિતી ન મળે ત્યાં સુધી ધરણા પર બેસી રહેવાની વાત જશુ પટેલે કરી છે.
રાજ્યના આ મોટા શહેરમાંથી કિરણ પટેલ જેવો જ ઝડપાયો બીજો મહાઠગ
મહાઠગ કિરણ પટેલ જેવો જ બીજો એક કિસ્સો સામે આવ્યો છે. મંયક તિવારી નામનો આ શખ્સ PMO ઓફિસનો અધિકારી હોવાની ખોટી ઓળખ આપીને રોફ જમાવતો હતો. કિરણ પટેલ જેવો જ એક બીજો શખ્સ વડોદરાના વાઘોડિયાથી ઝડપાયો છે. આ શખ્સ પણ કિરણ પટેલની જેમ પીએમઓ ઓફિસનો અધિકારી હોવાની ખોડી ઓળખ આપીને ફાયદા ઉઠાવતો હતો તેમજ રોફ જમાવતો હતો. આ શખ્સે મિત્રના પુત્રના એડમિશન માટે પારૂલ યુનિવર્સિટીમાં પણ પીએમઓ હોવાની ખોટી માહિતી આપી હતી. યુનિવર્સિટી દ્રારા તેની ફરિયાદ કર્યાં બાદ મયંક તિવારી નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સે અન્ય સરકારી કચેરીમાં પણ આ રીતે ઓળખ આપીને ખોટો ફાયદો ઉઠાવવાની કોશિષ કરી હતી. વડોદરા પોલીસે મયંક તિવારીની ધરપકડ કરીને શખ્સની સઘન પૂછપરછ શરૂ કરી છે.