Ambaji: આ તારીખ દરમિયાન અંબાજી દર્શનાર્થે જવાના હો તો પહેલા વાંચી લો આ સમાચાર
દર્શનાર્થીઓ પગથીયા ચઢીને માતાજીના ગબ્બર અખંડ જ્યોતના દર્શન કરી શકશે. મેન્ટેનેન્સ કામગીરી પૂર્ણ થયા બાદ તારીખ 06/08/23 થી રોપ વે ની સુવિધા રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે.
Ambaji News: અંબાજી દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓ માટે મોટા સમાચાર છે. અંબાજી ગબ્બર સ્થિત રોપ વેની સુવિધા 4 દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રોપ વે ની મેન્ટેનેન્સ ની કામગીરી ને લઈ તારીખ 02/08/2023 થી 05/08/2023 સુધી બંધ રહેશે. મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ રોપ વે સુવિધાનો ઉપયોગ કરવાના કારણે વર્ષ દરમિયાન રોપ વેની મેન્ટેનેન્સ કામગીરી કરવામા આવતી હોય છે.
કેમ લેવામાં આવ્યો નિર્ણય
દર્શનાર્થીઓની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખી નિર્ણય લેવામાં આવ્યો છે. આ દરમિયાન દર્શનાર્થીઓ પગથીયા ચઢીને માતાજીના ગબ્બર અખંડ જ્યોતના દર્શન કરી શકશે. મેન્ટેનેન્સ કામગીરી પૂર્ણ થયા બાદ તારીખ 06/08/23 થી રોપ વે ની સુવિધા રાબેતા મુજબ ચાલુ રહેશે.
સાબરમતી નદી ઉપર બાંધવામાં આવેલા 11 કિ.મી. લાંબા રિવરફ્રન્ટ ઉપર મજા માણવા આવતા અમદાવાદીઓને ટૂંક સમયમાં જ મોજમજા કરવા વધુ એક નવું આકર્ષણ જોવા મળશે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ ના સૂત્રોના જણાવ્યા અનુસાર નદીના બે કાંઠાને જોડતો એક રોપ વે ટૂંક સમયમાં જ કાર્યરત થઇ જશે. આ અંગેની દરખાસ્ત ઉચ્ચ સત્તાવાળાઓને મોકલી આપવામાં આવી છે અને વર્ષના અંત સુધીમાં નદી ઉપર રોપ વે શરૂ થઇ જશે એમ રિવરફ્રન્ટ કોર્પોરેશનના અધિકારીએ કહ્યું હતું.
આ રોપ વે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (એનઆઇડી) અને નહેરુ બ્રિજ વચ્ચે કોઇ જગ્યાએ શરૂ કરાશે અને તે જમીનથી 50 ફૂટની ઉંચાઇએ બાંધવામાં આવશે. રોપ વે ઊભો કરવા રિવરફ્રન્ટની બંને બાજુએ 50 ફૂટની ઉંચાઇ બે મોટા સ્ટ્રક્ચર ઊભા કરાશે. આ દરખાસ્તને લીલી ઝંડી મળી જાય અને રોપ વેનું કામ પૂર્ણ થઇ જાય ત્યારબાદ રોપ વેની મજા માણવા કેટલા રૂપિયાની ટિકિટનો દર રાખવો તે નક્કી કરવામાં આવશે એમ અધિકારીએ ઉમેર્યું હતું.
અગાઉ 1 એપ્રિલે રિવરફ્રન્ટ ઉપર નદીમાં કાયાકિંગ શરૂ કરાયું હતું અને કાયાકિંગના શોખીનોને વોટર સ્પોર્ટસની મજા માણવાની સુવિધા કરી આપવામાં આવી હતી. રિવરફ્રન્ટ ઉપર વોટર સ્પોર્ટ્સ સ્ટેશન પણ ઊભું કરવામાં આવ્યું છે જ્યાં સાહસિકો અને શોખીનો વોટર સ્પોર્ટ્સની મજા માણી રહ્યા છે. આ વોટર સ્પોર્ટ્સ સ્ટેશન ખાતે હાલ એક્વા સાઇકલ, ઝોર્બિંગ, પેડલ બોટ, જેટ સ્કી, રિવર ક્રૂઝ, બે- લાઇનર અને હાઇ સ્પિડ બોટની સુવિધા ઉપલબ્ધ છે. રોપ વે શરૂ થવાથી રિવરફ્રન્ટની શોભામાં અને આકર્ષણમાં વધારો થશે જે અમદાવાદીઓને મનોરંજન અને સાહસ એમ બંને પૂરા પાડશે.