શોધખોળ કરો

Gujarat Rain: ધોધમાર વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી,જાણો શું કહ્યું ?

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી છે.

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી છે. અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદને લઈ મોટી આગાહી કરવામાં આવી છે. 

અંબાલાલ પટેલની આગાહી મુજબ, 4 મે થી લઈને 8મે  સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ પડશે. આ વરસાદ માત્ર ઝાપટા સ્વરૂપે નહિ, પરંતુ વીજળીના કડાકા ભડાકા અને ભારે આંધી-વંટોળ સાથે તોફાની બની શકે છે. અંબાલાલના જણાવ્યા અનુસાર કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ વરસશે.  11 થી 20 મે દરમિયાન વંટોળ, આંધી સાથે વરસાદી ઝાપટા પડવાની શક્યતા સેવાઈ રહી છે.

પાકને નુકસાન થવાનો ભય

અંબાલાલ પટેલના અંદાજ મુજબ, કમોસમી વરસાદ અને આંધી-વંટોળનો પ્રભાવ મુખ્યત્વે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે છે. આ વિસ્તારોના ખેડૂતો માટે ઉભા પાકને નુકસાન થવાનો ભય સેવાઈ રહ્યો છે.

50  કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે

કમોસમી વરસાદ સાથે પવનની ગતિ પણ ખૂબ જ તેજ રહેવાની શક્યતા છે. અંબાલાલ પટેલના મતે, 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આંધી-વંટોળ એટલા તીવ્ર હોઈ શકે છે કે વૃક્ષો મૂળિયા સાથે ઉખડી જાય તે મુજબની સ્થિતિ ઊભી થઈ શકે છે.

આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ, રાજ્યમાં કમોસમી વરસાદ  મુખ્યત્વે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થવાનો ખતરો છે.  

રાજસ્થાનમાં સક્રિય થઈ રહેલા સાઇકલોનના કારણે વરસાદ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજસ્થાનમાં સક્રિય થઈ રહેલા એક સાઇકલોનના કારણે ગુજરાતના વાતાવરણમાં બદલાવ આવ્યો છે અને કમોસમી વરસાદ વરસી રહ્યો છે.  આ કમોસમી વરસાદ 8મે સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં પડશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 

આજે આ જિલ્લાઓમાં પડશે વરસાદ

રાજ્યના હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે રવિવારે  બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, ગાંધીનગર, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર અને કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Embed widget