ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈ અંબાલાલ પટેલે કરી દિધી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
દેશમાં ચોમાસાની શરુઆત થઈ ગઈ છે. ચોમાસું મહારાષ્ટ્રમાં પહોંચ્યું છે. હવે ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી ક્યારે થશે તેને લઈ લોકો રાહ જોઈ રહ્યા છે.

અમદાવાદ: દેશમાં ચોમાસાની શરુઆત થઈ ગઈ છે. ચોમાસું મહારાષ્ટ્રમાં પહોંચ્યું છે. હવે ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી ક્યારે થશે તેને લઈ લોકો રાહ જોઈ રહ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદ અને ચોમાસાના આગમનને લઈ મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ગુજરાતમાં 10 જૂનની આસપાસ નબળું પડેલું ચોમાસું દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પ્રવેશ કરે તેવી સંભાવના છે. ગુજરાતમાં ચોસાના આગામને લઇને અંબાલાલે મોટી આગાહી કરતા કહ્યું છે કે, આગામી 10 જૂન સુધી ગુજરાતમાં ચોસામુ એન્ટ્રી મારી દેશે.
તેમની આગાગી અનુસાર, દેશભરમાં ચોમાસાની શરૂઆત થઇ ચૂકી છે, દક્ષિણ ભારતના રાજ્યોમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે અને ચોમાસુ ધીમે ધીમે ઉત્તર ભારત તરફ આગળ વધી રહ્યું છે. આ વર્ષે ચામોસું ખૂબ જ વહેલુ પહોંચ્યું છે.
ગુજરાતમાં ચોમાસાના આગામનને લઇને અંબાલાલ પેટેલ મોટી આગાહી કરી છે, આગામી 10 જૂન સુધી ગુજરાતમાં ચોસામુ એન્ટ્રી મારી દેશે. ગુજરાતમાં ચોમાસાની નવી આગાહી આવી ગઈ છે. નબળું પડેલું ચોમાસું 10 જૂન આસપાસ દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ કરે તેવી શક્યતા છે. નૈઋત્યનું ચોમાસું 12થી 16 જૂન સુધીમાં ગુજરાતને આવરી લેશે તેવું નિષ્ણાતોનું માનવું છે.
હાલ લોકલ સિસ્ટમને કારણે રાજ્યના વિવિધ વિસ્તારમાં ભારે પવન સાથે હળવો વરસાદ થઈ રહ્યો છે અને હજુ પણ સામાન્ય વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે. હાલમાં દેશના દક્ષિણ ભાગોમાં ખાસ કરીને કેરળમાં ચોમાસાનું આગમન થયા બાદ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું હતું, પરંતુ મહારાષ્ટ્રમાં પહોંચીને તેની ગતિ સ્થિર થઈ ગઈ છે. હવે ગુજરાત ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે.
હાલના દિવસોમાં રાજ્યમાં ઊંચું તાપમાન અને ભેજનું વધુ પ્રમાણ હોવાથી લોકો બફારાથી ત્રાહિમામ પોકારી ઊઠયા છે ત્યારે નબળું પડેલુ ચોમાસું 10 જૂનની આસપાસ દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ કરે તેવી શક્યતા છે. ઉપરાંત 12થી 16 જૂન સુધીમાં ચોમાસું ગુજરાતના મોટાભાગના વિસ્તારોને આવરી લેશે. 18 જૂનની આસપાસ બંગાળની ખાડીમાં એક મજબૂત હવાની સિસ્ટમ રચાશે, જે ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ લાવી શકે છે. આ સિસ્ટમની અસરથી રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. 5 થી 9 જૂન અણધાર્યો વરસાદ થઈ શકે છે, જે ખાસ કરીને અમદાવાદ, રાજકોટ, અને સુરેન્દ્રનગર જેવાં વિસ્તારોમાં જોવા મળી શકે છે.
કેરળમાં ચોમાસાનું વહેલું આગમન
દક્ષિણપશ્ચિમ ચોમાસુ સામાન્ય રીતે 1 જૂન સુધીમાં કેરળમાં પ્રવેશ કરે છે અને 8 જુલાઈ સુધીમાં સમગ્ર દેશને આવરી લે છે. ઉત્તરપશ્ચિમ ભારતમાંથી તેની વિદાય 17 સપ્ટેમ્બરની આસપાસ શરૂ થાય છે અને 15 ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણપણે પરત ફરે છે. 16 વર્ષમાં આ પહેલી વાર છે જ્યારે કેરળમાં ચોમાસુ આટલું વહેલું પહોંચ્યું છે. કેરલમાં ચોમસાની એન્ટ્રી થઈ ગઈ છે. આ વર્ષે, 2009 પછી પહેલી વાર, ચોમાસુ ભારતની મુખ્ય ભૂમિ પર આટલું વહેલું પહોંચી ગયું છે.





















