Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ
રાજ્યમાં કમોસમી વરસાદનું સિલસિલો યથાવત છે. આજે પણ હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ: રાજ્યમાં કમોસમી વરસાદનું સિલસિલો યથાવત છે. આજે પણ હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આજથી 8 જૂન સુધી છૂટાછવાયા વરસાદની આગાહી છે. રાજ્યમાં ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ વરસાદ વરસશે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે આ જિલ્લાઓમાં ખાબકશે વરસાદ
આજે ગાજવીજ અને ભારે પવન સાથે હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બનાસકાંઠા,સાબરકાંઠા,પાટણ, મહેસાણા,અરવલ્લી, મહીસાગર, દાહોદ,પંચમહાલ,અમદાવાદ,ગાંધીનગર,ખેડા,આણંદ,વડોદરા,છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
IPL ફાઈનલ મેચમાં વરસાદ વિલન બની શકે
આ સિવાય હવામાન વિભાગે સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં હળવા વરસાદની આગાહી કરી છે. IPL ફાઈનલ મેચમાં વરસાદ વિલન બની શકે છે. હવામાન વિભાગે અમદાવાદમાં આવતીકાલે વરસાદની આગાહી કરી છે. અમદાવાદના નરેંદ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે IPL 2025ની ફાઈનલ મેચ રમાવાની છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
વરસાદ અને ચોમાસાને લઈ અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, પશ્ચિમથી ફૂંકાતા ગરમ પવનોના કારણે ચોમાસાની ગતિ મહારાષ્ટ્રમાં અટકી ગઈ હતી. આ ગરમ પવનોએ ચોમાસાની સિસ્ટમને અસર કરી, જેના પરિણામે તે સ્થિર થયું છે. જોકે, હવે ચોમાસાની ગતિ ફરીથી તેજ થવાની શક્યતા છે. 8થી 12 જૂન દરમિયાન મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદની શરૂઆત થશે.
10 જૂનની આસપાસ નબળું ચોમાસું દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પ્રવેશ કરે તેવી સંભાવના છે. આ વિસ્તારોમાં હળવો વરસાદ શરૂ થઈ શકે છે, જે ખેડૂતો માટે ખેતીની તૈયારીઓ શરૂ કરવા માટે સંકેત આપશે. 12થી 16 જૂન સુધીમાં ચોમાસું ગુજરાતના મોટાભાગના વિસ્તારોને આવરી લેશે.
દેશભરમાં ચોમાસાની શરૂઆત થઇ ચૂકી છે, દક્ષિણ ભારતના રાજ્યોમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે, અને ચોમાસુ ધીમે ધીમે ઉત્તર ભારત તરફ આગળ વધી રહ્યું છે. હવે ગુજરાતમાં ચોસાના આગામને લઇને અંબાલાલે મોટી આગાહી કરી છે, આગામી 10 જૂન સુધી ગુજરાતમાં ચોસામુ એન્ટ્રી મારી દેશે.





















