Weather Forecast :રાજ્યમાં 10 એપ્રિલ બાદ વાતાવરણ પલટાશે? જાણો અંબાલાલ પટેલે શું કરી આગાહી
Weather Forecast:હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગરમીથી રાહતનો અનુમાન વ્યક્ત કર્યો છે. 10 એપ્રિલ બાદ તાપમાનનો પારો 3થી4 ડિગ્રી નીચે જવાની શક્યતા વ્યક્ત કરી છે.

Weather Forecast: રાજ્યભરમાં હાલ આગ ઝરતી ગરમી પડી રહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગરમીને લઇને ચેતવણી જાહેર કરી છે.આજ અને આવતી કાલ સુધી ગુજરાતના મોટાભાગના જિલ્લામાં આકરો તાપ પડશે પરંતુ 10 એપ્રિલ બાદ વાતાવરણમાં પલટો આવતા સૌરાષ્ટ્ર- કચ્છ, ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને તાપમાનનો પારો એકથી 3 ડિગ્રી ગગડતાં તાપથી રાહત મળશે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમીથી રાહત મળવાની આગાહી કરી છે. 10થી 12 એપ્રિલ વચ્ચે લોકોને ગરમીથી રાહત મળશે,. સૌરાષ્ટ્ર- કચ્છ, ઉત્તર ગુજરાતમાં મહતમ તાપમાનમાં ઘટાડો થશે. અંબાલાલ
પટેલે મહત્તમ તાપમાન 37-38 ડિગ્રી આસપાસ રહેવાની આગાહી વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ મહતમ તાપમાનમાં 10 એપ્રિલ બાદ ઘટાડો થશે. 10 એપ્રિલ બાદ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવતા પવનનુ જોર વધશે અને વાદળછાયું વાતાવરણ રહેશે જો કે વરસાદની કોઇ શક્યતા નથી. 13 એપ્રિલ બાદ ફરી તાપમાનમાં વઘારો થતાં આકરા તાપનો અનુમામ વ્યક્ત કર્યો છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે પણ આગામી 2 દિવસ ગરમીની આગાહી કરી છે. આજે પણ 9 જિલ્લામાં ગરમીનું ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે. કચ્છ,મોરબી,રાજકોટ,સુરેન્દ્રનગર,પોરબંદર,ભાવનગર,પાટણ,મહેસાણા,બનાસકાંઠા,સાબરકાંઠામાં ગરમીનું ઓરેંજ એલર્ટ છે.
અન્ય રાજ્યોની વાત કરીએ તો હવે અન્ય રાજ્યોમાં પણ હવામાનની પેટર્ન બદલાઈ રહી છે, દિલ્હી સહિત ઉત્તર ભારતમાં આકરી ગરમી શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગે બુધવારે દિલ્હી NCRમાં હીટ વેવ એલર્ટ જાહેર કર્યું છે. આ દિવસોમાં દિલ્હી, યુપી, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં આકરી ગરમી પડી રહી છે.આ સાથે તાપમાનમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, ચંદીગઢ અને પંજાબ સહિત ઉત્તરીય મેદાનોના મોટા ભાગના વિસ્તારોમાં આગામી ચારથી પાંચ દિવસ સુધી હીટ વેવની સ્થિતિ છે.
IMD એ દેશના કેટલાક રાજ્યો માટે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ઉત્તર પ્રદેશમાં વરસાદની સંભાવના છે. કેટલાક સ્થળોએ ભારે હિટવેવની પણ શક્યતા છે. બિહારમાં 13 એપ્રિલ સુધી વરસાદ ચાલુ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસમાં દિલ્હી NCRમાં હળવા વરસાદની ચેતાવણી આપવાામાં આવી છે.





















