Weather Forecast:આગામી 2 દિવસ ભીષણ ગરમીની ચેતવણી, રાજ્યના 7 જિલ્લામાં ગરમીનું એલર્ટ
Weather Forecast: દેશના મોટાભાગના રાજ્યમાં હાલ અકળાવતી ગરમી પડી રહી છે. હવામાન વિભાગે 2 દિવસ બાદ તાપમાનનો પારો ગગડવાની આગાહી કરી છે.

Weather Forecast:ઉત્તર પશ્ચિમના ગરમ પવનના કારણે ગુજરાત અગનભઠ્ઠીમાં ફેરવાયું છે. 13 શહેરમાં મહતમ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે. અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રી પહોંચ્યો છે. તો ગાંધીનગરમાં મહતમ તાપમાન 42 ડિગ્રી અને વડોદરામાં 42.2 ડિગ્રી પહોચ્યું છે.
સૌરાષ્ટ્રમાં આગ વરસાવતી ગરમીનો પ્રકોપ યથાવત છે. સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 44.8 ડિગ્રીએ પહોંચતા લોકો અગન વર્ષાનો અનુભવ કરી રહ્યાં છે. તો રાજકોટમાં પણ આકરો તાપ પડી રહ્યો છે. ગરમીનો પારો 44 ડિગ્રી પહોચ્યો છે. અમરેલીમાં મહતમ તાપમાન 43.8 ડિગ્રી પહોંચ્યું છે. રાત્રિના સમયે પણ ભાવનગરમાં પણ તાપમાનનો પારો 40ને પાર પહોંચ્યો છે. ભાવગનરમાં રાત્રે પણ 29.4 ડિગ્રી તાપમાન રહ્યું
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2 દિવસ બાદ ગુજરાત સિહત અન્ય રાજ્યોમાં પણ તાપમાનનો પારો ગગડશે. રાજ્યના વાતાવરણમાં પલટો આવતા ગુજરાતના કેટલાક શહેરોમાં વાદળછાયું વાતાવરણ રહેશે પરંતુ કમોસમી વરસાદની શક્યતા નહિવત છે. આ સમય દરમિયાન થોડી ગરમીથી રાહત મળશે. જો 2 દિવસ બાદ ફરી તાપમાનો પારો ઉચકાતો કેટલાક શહરોમાં તાપમાનનો પારો 44ને પાર જાય તેવી હવામાન વિભાગની ચેતાવણી છે. કચ્છ, રાજકોટ અને મોરબી સહિત ઉત્તર ગુજરાતમાં આજે ગરમીનું ઓરેન્જ એલર્ટ છે. .. તો સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.
અન્ય રાજ્યોની વાત કરીએ તો હવે અન્ય રાજ્યોમાં પણ હવામાનની પેટર્ન બદલાઈ રહી છે, દિલ્હી સહિત ઉત્તર ભારતમાં આકરી ગરમી શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગે બુધવારે દિલ્હી NCRમાં હીટ વેવ એલર્ટ જાહેર કર્યું છે. આ દિવસોમાં દિલ્હી, યુપી, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં આકરી ગરમી પડી રહી છે.આ સાથે તાપમાનમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, ચંદીગઢ અને પંજાબ સહિત ઉત્તરીય મેદાનોના મોટા ભાગના વિસ્તારોમાં આગામી ચારથી પાંચ દિવસ સુધી હીટ વેવની સ્થિતિ છે.
IMD એ દેશના કેટલાક રાજ્યો માટે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ઉત્તર પ્રદેશમાં વરસાદની સંભાવના છે. કેટલાક સ્થળોએ ભારે હિટવેવની પણ શક્યતા છે. બિહારમાં 13 એપ્રિલ સુધી વરસાદ ચાલુ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસમાં દિલ્હી NCRમાં હળવા વરસાદની ચેતાવણી આપવાામાં આવી છે.

