શોધખોળ કરો

અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ

Ambalal Patel weather forecast: 8 જુલાઈથી નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં મેઘરાજા ફરી તોફાની બેટિંગ કરશે, જાણો તમારા વિસ્તારની સ્થિતિ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અંબાલાલ પટેલની આગાહી: રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા.
  • દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે.
  • ઉત્તર, મધ્ય ગુજરાતમાં વરસાદ, નર્મદાનું જળસ્તર વધવાની સંભાવના.
  • 8 જુલાઈ પછી નવી સિસ્ટમ, ખેડૂતોને વાવણીની ખાસ સલાહ.

Ambalal Patel weather forecast: રાજ્યમાં હાલ ચોમાસું બરાબરનું જામ્યું છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને નવી અને મહત્વની આગાહી કરી છે. પશ્ચિમ ઘાટમાં સક્રિય થયેલા વરસાદ અને લો-પ્રેશર સિસ્ટમના કારણે જૂનાગઢ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે. અંબાલાલની આગાહી મુજબ, રાજ્યમાં હજુ પણ મેઘમહેર યથાવત રહેશે અને આગામી દિવસોમાં અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસશે

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, દક્ષિણ સૌરાષ્ટ્રમાં આગામી 2 દિવસ દરમિયાન ભારે વરસાદ પડવાની પૂરી સંભાવના છે. ખાસ કરીને ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં હજુ પણ મુશળધાર વરસાદ વરસી શકે છે. જ્યારે પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં 7 જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. બીજી તરફ, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, જેથી લોકોને સાવચેત રહેવા જણાવાયું છે.

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વાતાવરણ પલટાશે

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજા પોતાની કૃપા વરસાવશે. પાટણ, સમી, હારીજ, પાટડી અને દસાડામાં સારો વરસાદ થઈ શકે છે. મહેસાણાના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો, મહીસાગર અને વડોદરામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત, ગોધરા અને પંચમહાલના વિસ્તારોમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે. મેટ્રો સિટી અમદાવાદ અને પાટનગર ગાંધીનગરમાં પણ ભારે વરસાદી ઝાપટાં પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર

નર્મદાના જળસ્તરમાં થશે વધારો, કચ્છમાં હળવો વરસાદ

સતત પડી રહેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવની સમસ્યા સર્જાઈ શકે છે. આ સાથે જ, ઉપરવાસમાં સારા વરસાદથી ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીના જળસ્તરમાં પણ નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. બીજી બાજુ, કચ્છના કેટલાક ભાગોમાં વાતાવરણ હળવું રહેશે અને ત્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

8 જુલાઈ બાદ નવી સિસ્ટમ સક્રિય, ખેડૂતો માટે ખાસ એડવાઈઝરી

હવામાન નિષ્ણાતના જણાવ્યા મુજબ, 8 જુલાઈ બાદ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેનાથી વરસાદનું જોર ફરી વધશે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અંબાલાલ પટેલે ખેડૂતોને ખાસ સલાહ આપી છે કે ખેતરમાં 'વરાપ' (વરસાદ પછી જમીન થોડી સુકાય તે સ્થિતિ) આવ્યા પછી જ વાવણીનું કામ શરૂ કરવું. ઉતાવળ કરવાથી બિયારણ નિષ્ફળ જઈ શકે છે. તેમણે ખેડૂતોને એવી ચેતવણી પણ આપી છે કે ઓગસ્ટ મહિનામાં પડનારા ભારે વરસાદના કારણે પાકને નુકસાન પહોંચી શકે છે, તેથી અત્યારથી જ યોગ્ય આયોજન કરવું હિતાવહ છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, બે ઝોનમાં રેડ એલર્ટ જાહેર

Frequently Asked Questions

અંબાલાલ પટેલની નવી આગાહી શું છે?

તેમની આગાહી મુજબ, રાજ્યમાં હજુ પણ મેઘમહેર યથાવત રહેશે અને આગામી દિવસોમાં ઘણા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શું સ્થિતિ રહેશે?

દક્ષિણ સૌરાષ્ટ્રમાં આગામી 2 દિવસ ભારે વરસાદની સંભાવના છે, જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી છે.

ખેડૂતો માટે અંબાલાલ પટેલે શું સલાહ આપી છે?

ખેડૂતોને 'વરાપ' આવ્યા પછી જ વાવણી શરૂ કરવાની સલાહ છે. ઓગસ્ટમાં ભારે વરસાદથી પાકને નુકસાન થઈ શકે છે, જેથી અત્યારથી આયોજન કરવા જણાવાયું છે.

8 જુલાઈ પછી વરસાદની શું સ્થિતિ રહેશે?

8 જુલાઈ બાદ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે વરસાદનું જોર ફરી વધશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
Advertisement

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
Embed widget