શોધખોળ કરો

ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર

Gujarat weather nowcast: અમદાવાદ સહિત 22 જિલ્લાઓમાં મધ્યમ વરસાદની આગાહી, 61 kmph ની ઝડપે પવન ફૂંકાવા સાથે વીજળી પડવાની ચેતવણી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • હવામાન વિભાગે 10 વાગ્યા સુધી ભારે વરસાદની ચેતવણી આપી.
  • ચૌદ જિલ્લાઓમાં 60 કિમી/કલાક પવન સાથે ભારે વરસાદ.
  • અમદાવાદ સહિત 22 જિલ્લાઓમાં મધ્યમ વરસાદની આગાહી.
  • ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત, લોકોને સાવચેત રહેવા સૂચન.

Gujarat weather nowcast: ગુજરાતના વાતાવરણમાં અચાનક મોટો પલટો આવ્યો છે. હવામાન વિભાગ (IMD અમદાવાદ) દ્વારા આજે 4 જુલાઈ 2026 ના રોજ સાંજે 7:00 વાગ્યે એક તાત્કાલિક 'નાઉકાસ્ટ' (Nowcast) બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. આ આગાહી મુજબ, આગામી 3 કલાક એટલે કે સાંજે 7 થી રાત્રિના 10 વાગ્યા સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારો માટે પરિસ્થિતિ ભારે સાબિત થઈ શકે છે. હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં ગાજવીજ, વીજળી અને તોફાની પવન સાથે ભારે વરસાદની ચેતવણી આપી છે.

14 જિલ્લાઓમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના 14 જેટલા જિલ્લાઓમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી શકે છે. ડાંગ, સુરત, તાપી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, અરવલ્લી, ભરૂચ અને બનાસકાંઠામાં 15 mm પ્રતિ કલાકથી વધુના વરસાદની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઝંઝાવાતી પવન ફૂંકાઈ શકે છે. આ ઉપરાંત, આકાશમાંથી જમીન પર વીજળી પડવાની 30 થી 60 ટકા જેટલી મધ્યમ સંભાવનાઓ દર્શાવવામાં આવી છે.

અમદાવાદ સહિત 22 વિસ્તારોમાં મધ્યમ વરસાદ

બીજી તરફ, અમદાવાદ અને પાટનગર ગાંધીનગર સહિત રાજ્યના અન્ય 22 વિસ્તારોમાં પણ વાતાવરણ તોફાની રહેશે. પાટણ, મહેસાણા, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં મધ્યમ વરસાદની (5 થી 15 mm/કલાક) આગાહી છે. અહીં પણ વાતાવરણ ડહોળાયેલું રહેશે અને 41 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે વીજળી પડવાનો ખતરો તોળાઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, બે ઝોનમાં રેડ એલર્ટ જાહેર

ભારે વરસાદથી શું મુશ્કેલીઓ સર્જાઈ શકે?

આ પ્રકારના મુશળધાર વરસાદ અને તોફાની પવનને કારણે જનજીવન પ્રભાવિત થઈ શકે છે. હવામાન વિભાગે સંભવિત અસરો વિશે ચેતવણી આપતા જણાવ્યું છે કે:

નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે વાહનવ્યવહાર ખોરવાઈ શકે છે.

ભારે પવનથી વૃક્ષો, ડાળીઓ અને મોટા હોર્ડિંગ્સ ધરાશાયી થવાની ઘટનાઓ બની શકે છે, જેનાથી જાનમાલનું નુકસાન થઈ શકે.

એરપોર્ટ રનવે પર પાણી ભરાવાને લીધે ફ્લાઇટ્સના શિડ્યુલમાં વિલંબ કે ડાયવર્ઝન થઈ શકે છે.

ખેતીલાયક પાક અને પશુધનને પણ મોટું નુકસાન પહોંચવાની આશંકા છે.

આ પણ વાંચોઃ જૂનાગઢના માંગરોળમાં આભ ફાટ્યું: 24 કલાકમાં 22 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યા, જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ

તંત્ર એલર્ટ મોડ પર

આ જોખમોને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે લોકોને અપીલ કરી છે કે કામ વગર ઘરની બહાર ન નીકળે અને સુરક્ષિત સ્થાને રહે. વીજળી ચમકતી હોય ત્યારે ખુલ્લા મેદાનો કે ઝાડ નીચે ઊભા રહેવાનું ટાળવું. નાગરિકોને હવામાનની તાજી માહિતી માટે હવામાન વિભાગની સત્તાવાર વેબસાઇટ પર નજર રાખવા પણ જણાવાયું છે.

Frequently Asked Questions

હવામાન વિભાગ દ્વારા ક્યારે અને કયા સમયગાળા માટે 'નાઉકાસ્ટ' જાહેર કરવામાં આવ્યું છે?

હવામાન વિભાગે 4 જુલાઈ 2026 ના રોજ સાંજે 7:00 વાગ્યે 'નાઉકાસ્ટ' બુલેટિન જાહેર કર્યું છે. આ આગાહી આગામી 3 કલાક એટલે કે સાંજે 7 થી રાત્રિના 10 વાગ્યા સુધી માટે છે.

કયા જિલ્લાઓમાં ગાજવીજ, વીજળી અને તોફાની પવન સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે?

ડાંગ, સુરત, તાપી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, અરવલ્લી, ભરૂચ અને બનાસકાંઠામાં 15 mm પ્રતિ કલાકથી વધુ વરસાદની શક્યતા છે. આ વિસ્તારોમાં 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

અમદાવાદ અને ગાંધીનગર સહિત અન્ય કયા વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી છે?

અમદાવાદ અને ગાંધીનગર સહિત 22 વિસ્તારોમાં મધ્યમ વરસાદ (5 થી 15 mm/કલાક) ની આગાહી છે. આમાં પાટણ, મહેસાણા, ખેડા, આણંદ, વડોદરા, નવસારી, વલસાડ અને કચ્છ જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે.

ભારે વરસાદ અને તોફાની પવનને કારણે કઈ મુશ્કેલીઓ સર્જાઈ શકે છે?

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી વાહનવ્યવહાર ખોરવાઈ શકે છે. ભારે પવનથી વૃક્ષો, ડાળીઓ અને હોર્ડિંગ્સ ધરાશાયી થવા જેવી ઘટનાઓ બની શકે છે, જેનાથી જાનમાલનું નુકસાન થઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Edible Oil: જન્માષ્ટમી અને રક્ષાબંધન પહેલાં ખાદ્યતેલમાં ભડકો, 3 દિવસમાં સિંગતેલના ડબ્બે 45 રૂ. વધ્યા
Edible Oil: જન્માષ્ટમી અને રક્ષાબંધન પહેલાં ખાદ્યતેલમાં ભડકો, 3 દિવસમાં સિંગતેલના ડબ્બે 45 રૂ. વધ્યા
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 
Advertisement

વિડિઓઝ

Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Post Office ની પૈસા ડબલ સ્કીમ, ₹10 લાખનું કરો રોકાણ... 20 લાખ મળશે, જાણો
Post Office ની પૈસા ડબલ સ્કીમ, ₹10 લાખનું કરો રોકાણ... 20 લાખ મળશે, જાણો
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 
Shashi Aditya Rajyog 2026: આજે ઈતિહાસ રચશે 4 મોટા રાજયોગ, 5 રાશિઓને મળશે બમ્પર પૈસા 
Shashi Aditya Rajyog 2026: આજે ઈતિહાસ રચશે 4 મોટા રાજયોગ, 5 રાશિઓને મળશે બમ્પર પૈસા 
Gold-Silver Rate: 7 દિવસમાં ચાંદી ₹24000 મોંઘી થઈ, સોનામાં ₹12000 નો ઉછાળો, જાણો 10 ગ્રામની કિંમત 
Gold-Silver Rate: 7 દિવસમાં ચાંદી ₹24000 મોંઘી થઈ, સોનામાં ₹12000 નો ઉછાળો, જાણો 10 ગ્રામની કિંમત 
Embed widget