શોધખોળ કરો

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, બે ઝોનમાં રેડ એલર્ટ જાહેર

Gujarat weather forecast: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘતાંડવની ચેતવણી, દરિયાકાંઠે 40 થી 50 kmphની ઝડપે પવન ફૂંકાશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય, સાત દિવસ રાજ્યવ્યાપી વરસાદ આગાહી.
  • દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જારી.
  • રાજ્યમાં હજુ 40% વરસાદની ઘટ, અમદાવાદમાં માત્ર ઝાપટાં.
  • દરિયાકાંઠે તોફાની પવન, માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ.

Gujarat weather forecast: રાજ્યમાં સારા વરસાદની ચાતક નજરે રાહ જોતા ખેડૂતો અને નાગરિકો માટે મોટા સમાચાર છે. ગુજરાતમાં એકસાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે રાજ્યવ્યાપી હળવા થી ભારે વરસાદની આગાહી કરી છે. શેર ઝોન, ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, વેલ માર્ક લો પ્રેશર અને સીઝનલ ટ્રફ - એમ કુલ પાંચ સિસ્ટમ ભેગી થવાથી રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરવા માટે સજ્જ છે. ગાજવીજ અને તોફાની પવન સાથે વરસાદ તૂટી પડે તેવું વાતાવરણ સર્જાયું છે.

કયા જિલ્લાઓમાં કેવો વરસાદ ખાબકશે?

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ આજે રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદનું જોર જોવા મળશે:

અત્યંત ભારે વરસાદ (રેડ એલર્ટ): દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ પર મેઘરાજા મહેરબાન રહેશે. આજે સુરત, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે.

અતિભારે વરસાદ: મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારો જેવા કે અરવલ્લી, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, રાજકોટ, પોરબંદર અને ભાવનગરમાં પણ અતિભારે વરસાદ પડી શકે છે.

ભારે વરસાદ: સાબરકાંઠા, ખેડા, આણંદ, પંચમહાલ, દ્વારકા અને બોટાદમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ જૂનાગઢના માંગરોળમાં આભ ફાટ્યું: 24 કલાકમાં 22 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યા, જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ

અમદાવાદમાં માત્ર ઝાપટાં, રાજ્યમાં હજુ પણ 40 ટકા વરસાદની ઘટ

જો અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદીઓએ આજે પણ સામાન્ય વરસાદથી જ સંતોષ માનવો પડશે. આંકડાકીય માહિતી પર નજર કરીએ તો, રાજ્યમાં અત્યાર સુધીમાં માત્ર 86 mm વરસાદ નોંધાયો છે. ખરેખર જોવા જઈએ તો આ સમયગાળા સુધીમાં સરેરાશ 143.1 mm વરસાદ થવો જોઈતો હતો. એટલે કે રાજ્યમાં હજુ પણ 40 ટકા વરસાદની ઘટ છે. જોકે, આગામી 7 દિવસની આ ધમાકેદાર આગાહી આ ઘટ પૂરી કરશે તેવી આશા છે.

માછીમારોને ચેતવણી અને બંદરો પર 3 નંબરનું સિગ્નલ

દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી સિસ્ટમની અસરને પગલે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. દરિયામાં કરંટ વધવાની શક્યતા હોવાથી વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. સાવચેતીના ભાગરૂપે રાજ્યના તમામ પોર્ટ (બંદરો) પર ભયસૂચક 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત, માછીમારોને આગામી સૂચના ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવાની કડક તાકીદ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ મેઘરાજાની મોડી રાત્રે તોફાની બેટિંગ: આગામી 3 કલાક ગુજરાતના 16 જિલ્લાઓ માટે ભારે, હવામાન વિભાગનું 'નાઉ કાસ્ટ' જાહેર

Frequently Asked Questions

ગુજરાતમાં કેટલા વરસાદી સિસ્ટમ સક્રિય છે અને ક્યાં સુધી વરસાદની આગાહી છે?

ગુજરાતમાં એકસાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે રાજ્યવ્યાપી હળવા થી ભારે વરસાદની આગાહી કરી છે.

કયા જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ (રેડ એલર્ટ) ની આગાહી કરવામાં આવી છે?

આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના સુરત, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે.

માછીમારો અને દરિયાકાંઠાના વિસ્તારો માટે શું સૂચનાઓ છે?

દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની અને કરંટ વધવાની શક્યતા છે. માછીમારોને આગામી સૂચના ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવાની કડક તાકીદ કરવામાં આવી છે અને બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં વરસાદની શું સ્થિતિ છે અને અમદાવાદ માટે શું આગાહી છે?

રાજ્યમાં અત્યાર સુધીમાં 86 mm વરસાદ નોંધાયો છે, જે સરેરાશ કરતાં 40% ઓછો છે. અમદાવાદમાં આજે માત્ર સામાન્ય ઝાપટાં જ પડશે તેવી સંભાવના છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

હવામાન વિભાગ અને અંબાલાલની મોટી આગાહી: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે
હવામાન વિભાગ અને અંબાલાલની મોટી આગાહી: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Advertisement

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Embed widget