ગુજરાત કોંગ્રેસમાં મોટો ફેરફાર! અમિત ચાવડા ફરી પ્રમુખ, તુષાર ચૌધરીને નવી જવાબદારી
ગુજરાત કોંગ્રેસમાં (Gujarat Congress) લાંબા સમયથી ચાલી રહેલી પ્રદેશ નેતૃત્વની અનિશ્ચિતતાનો અંત આવ્યો છે.

Amit Chawda Gujarat Congress President: ગુજરાત કોંગ્રેસમાં (Gujarat Congress) લાંબા સમયથી ચાલી રહેલી પ્રદેશ નેતૃત્વની અનિશ્ચિતતાનો અંત આવ્યો છે. પાર્ટી હાઈકમાન્ડ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના (Gujarat Pradesh Congress Committee) અધ્યક્ષ પદે ફરી એકવાર અમિત ચાવડાની (Amit Chavda) નિમણૂક કરવામાં આવી છે. આ સાથે જ, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા (Congress Legislative Party Leader) તરીકે ખેડબ્રહ્માના (Khedbrahma) ધારાસભ્ય અને અગ્રણી આદિવાસી નેતા તુષાર ચૌધરીને (Tushar Chaudhary) જવાબદારી સોંપવામાં આવી છે.
અમિત ચાવડાની બીજી ઇનિંગ્સ અને તુષાર ચૌધરીને નવી ભૂમિકા
અમિત ચાવડા અગાઉ પણ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે, જેથી તેમનો અનુભવ પક્ષ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. તેમની આ ફરીથી નિમણૂક કોંગ્રેસના સંગઠનને નવસંચાર આપવાનો સંકેત આપે છે.

બીજી તરફ, તુષાર ચૌધરીની વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકેની પસંદગી મહત્વપૂર્ણ છે. તેઓ આદિવાસી સમાજના અગ્રણી ચહેરા છે અને ખેડબ્રહ્મા વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. તેમની આ નિમણૂકથી વિધાનસભામાં કોંગ્રેસના અવાજને વધુ મજબૂતી મળશે અને આદિવાસી સમાજના મુદ્દાઓને યોગ્ય પ્લેટફોર્મ મળશે તેવી અપેક્ષા છે. આ બંને નિમણૂકો દ્વારા કોંગ્રેસ આગામી સમયમાં ગુજરાતમાં પોતાની સ્થિતિ વધુ સુદૃઢ કરવાનો પ્રયાસ કરશે.
ઉલ્લેખનીય હતું કે 10 જુલાઈએ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખના નામ માટે ચર્ચા કરવામાં આવી હતી. એ બાદ તે દિવસે (17 જુલાઈ) અમિત ચાવડાની પ્રદેશ પ્રમુખ તરીકે જાહેરાત કરવામાં આવી હતી. 30 વર્ષથી સત્તામાં આવવા માટે સંઘર્ષ કરી રહેલી કોંગ્રેસે ફરી જૂના ચહેરા જ મેદાનમાં ઉતાર્યા હતા, જેમાંથી અમિત ચાવડા ઓબીસી અને તુષાર ચૌધરી આદિવાસી ચહેરો હતા. અગાઉ કડી અને વિસાવદરની પેટાચૂંટણીના પરિણામો જાહેર થયાના 4 કલાકમાં જ શક્તિસિંહે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું હતું. શક્તિસિંહ ગોહિલના સ્થાને શૈલેષ પરમારને કાર્યકારી પ્રદેશ પ્રમુખ બનાવાયા હતા.
અમિત ચાવડા રાજકીય વારસા ધરાવતા પરિવારમાંથી આવે છે. તેમના દાદા, ઈશ્વરભાઈ ચાવડા, ભૂતકાળમાં સંસદસભ્ય તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. નોંધનીય છે કે ઈશ્વરભાઈ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના સસરા હતા. આ રીતે, અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના મામાના દીકરા થાય છે. વધુમાં, અમિત ચાવડા પૂર્વ સાંસદ ઈશ્વરભાઈ ચાવડાના પુત્ર અજિત ચાવડાના પુત્ર છે, આમ તેઓ પૂર્વ સાંસદના પૌત્ર છે.





















