શોધખોળ કરો

બિસ્માર રસ્તાઓ અને રોંગ સાઈડ ડ્રાઇવિંગને લઈ હાઈકોર્ટે તંત્રનો લીધો ઉધડો: "વચનો નહીં, પરિણામ જોઈએ!"

અમદાવાદમાં કાયદાના અમલીકરણનો અભાવ, પોલીસ અને અધિકારીઓ પર HCના આકરા પ્રહારો, હવે દર બુધવારે સમીક્ષા.

Road Safety: ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) અમદાવાદ (Ahmedabad) શહેરના બિસ્માર રસ્તાઓ અને રોંગ સાઈડ ડ્રાઇવિંગ (Wrong Side Driving) જેવા ટ્રાફિક ભંગના ગંભીર મુદ્દાઓને લઈને તંત્ર અને પોલીસનો આકરો ઉધડો લીધો છે. કોર્ટના અગાઉના હુકમના તિરસ્કાર અંગે ચાલી રહેલી સુનાવણી દરમિયાન, હાઈકોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું કે, "કાયદાનું અમલીકરણ નથી થતું એ વાસ્તવિકતા છે." કોર્ટે ભારપૂર્વક કહ્યું કે, "રસ્તાઓ પર મીડિયા (Media) જે હાલત જુએ છે તે બતાવી રહ્યું છે" અને "લોકો નિઃસહાય થઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે."

પોલીસ અને અધિકારીઓ પર HCના પ્રહારો: "માત્ર SG હાઈવે અને CG રોડ જ દેખાય છે?"

સુનાવણી દરમિયાન, સરકારી વકીલ જી.એચ. વીર્કે (G.H. Virk) રજૂઆત કરી હતી કે અમદાવાદ પોલીસ (Ahmedabad Police) સતત ખડેપગે રહીને કાર્યવાહી કરી રહી છે. તેમણે પ્લેન ક્રેશ (Plane Crash) અને રથયાત્રા (Rath Yatra) જેવી મોટી ઘટનાઓ દરમિયાન પોલીસની 24 કલાકની કામગીરીનો ઉલ્લેખ કર્યો. જોકે, હાઈકોર્ટે આ દલીલનો સ્વીકાર ન કરતા સ્પષ્ટ કર્યું કે, "અમને પોલીસની કામગીરી પર શંકા નથી, પરંતુ કાયદાનું અમલીકરણ નથી થઈ રહ્યું એ વાસ્તવિકતા છે." કોર્ટે અધિકારીઓ અને પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવતા કહ્યું કે, "અધિકારીઓ અને પોલીસને માત્ર એસ.જી. હાઈવે (SG Highway) અને સી.જી. રોડ (CG Road) જ દેખાય છે." કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે, "અમદાવાદમાં બીજા પણ વિસ્તાર છે, ત્યાં કામગીરીની જરૂરિયાત છે."

હાઈકોર્ટે સરકાર પાસેથી માત્ર વચનો નહીં, પરંતુ પરિણામની અપેક્ષા રાખી હતી. કોર્ટે પૂછ્યું કે, "શું માત્ર ફરિયાદ કરીને સંતોષ માનવો એ ઘણું છે?" સરકારી વકીલે "કામ કરવાની ખાતરી" આપી, ત્યારે કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, "અમને માત્ર વાયદા નહીં, પરિણામ જોઈએ છે."

રોંગ સાઈડ ડ્રાઇવિંગ પર વિચિત્ર બચાવ અને ભવિષ્યની કાર્યવાહી

સુનાવણી દરમિયાન, રોંગ સાઈડ ડ્રાઇવ કરનારા લોકો માટે સરકારી વકીલે એક વિચિત્ર બચાવ રજૂ કરતા કહ્યું કે, "વરસાદના કારણે શોર્ટકટ લેવા માટે લોકો રોંગ સાઈડમાં વાહન ચલાવે છે." આ દલીલથી હાઈકોર્ટ સંતુષ્ટ ન થઈ. કોર્ટે ભારે વાહનોના શહેરમાં પ્રવેશ અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા, જેના જવાબમાં સરકારી વકીલે દાવો કર્યો કે "અમે માત્ર નાના વાહનોને જ શહેરમાં ફરવાની મંજૂરી આપી હતી" અને બાંધકામ સંબંધિત વાહનોને વિશેષ કિસ્સાઓમાં જ મંજૂરી આપવામાં આવે છે.

ટાયર કિલર (Tyre Killer) લગાવવાના પ્રયાસોમાં તંત્ર નિષ્ફળ નીવડ્યું હોય તેવો પણ હાઈકોર્ટનો મત હતો. કોર્ટે કડક શબ્દોમાં જણાવ્યું કે, "જો કાયદાનું અમલીકરણ કડક નહીં હોય, તો તમને કોઈ ગાંઠશે નહીં."

આ મામલે હાઈકોર્ટે એક મોટો નિર્ણય લીધો છે કે હવેથી દર બુધવારે (Wednesday) આ મેટર પર કોર્ટ સુનાવણી કરશે અને પોલીસ દ્વારા થતી કામગીરીના અહેવાલની સમીક્ષા કરવામાં આવશે. અમદાવાદના વાહનચાલકો માટે આ મોટા સમાચાર છે, કારણ કે આગામી 1 સપ્તાહ દરમિયાન પોલીસ કડક કામગીરી કરશે તેવી સરકારી વકીલે કોર્ટમાં ખાતરી આપી છે. રોંગ સાઈડમાં વાહન ચલાવનારાઓનું વાહન જપ્ત થશે અને FIR નોંધાશે. આ ઉપરાંત, ગેરકાયદેસર પાર્કિંગ કરનારાઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. હાઈકોર્ટે સરકારને પેનલ્ટી (Penalty) અને લાયસન્સ સસ્પેન્ડ (License Suspend) કરવા સિવાય અન્ય શું પગલાં લઈ શકાય તે અંગે પણ વિચાર કરવા સૂચન કર્યું છે. ટ્રાફિક DCP સફિન હસન (Traffic DCP Safin Hasan) સહિતના અધિકારીઓ કોર્ટ કાર્યવાહીમાં હાજર રહ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ઉતરશે વિદેશ જવાનું ભૂત ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ સામે ઝૂંબેશ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહના રાજમાં વાઘ આવ્યો
BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
Embed widget