(Source: ECI/ABP News/ABP Majha)
Amit Shah Gujarat Visit : વિધાનસભાની ચૂંટણી પહેલા ફરી એકવાર ગુજરાત આવશે અમિત શાહ, જાણો શું છે કાર્યક્રમ?
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાષ્ટ્રીય નેતાઓનો પ્રવાસ વધી રહ્યો છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.
ગીર સોમનાથઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાષ્ટ્રીય નેતાઓનો પ્રવાસ વધી રહ્યો છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે, અમિત શાહ સોમનાથના પ્રવાસે આવી રહ્યા છે. સૂત્રોના મતે આગામી 11 તારીખના રોજ આવશે સોમનાથ. ગુજરાત વિધાનસભાની ચુંટણી પહેલાં સોમનાથ મહાદેવને શિશ ઝુકાવશે, તેમ સૂત્રો પાસેથી વિગતો મળી છે.
National Games: PM મોદી નેશનલ ગેમ્સનું ઉદ્ધાટન કરશે, ગુજરાતમાં 17 સ્થળોએ 36 રમતોનું થશે આયોજન
ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ ગેમ્સનું ઉદ્ધાટન કરશે. મળતી જાણકારી અનુસાર, આગામી ૨૯ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ ગેમ્સની શરૂઆત કરાવશે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમા નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન સમારોહ થશે. વડાપ્રધાન મોદી પ્રથમવાર તેમના નામે બનેલા ક્રિકેટ સ્ટેડિયમમાં હાજર રહેશે.
આ કાર્યક્રમમાં ઇન્ટરનેશનલ ખેલાડીઓ પણ હાજર રહેશે. ક્રિકેટ અને અન્ય રમતોના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ હાજર રહેશે. ગુજરાતમા ૧૭ સ્થળોએ ૩૬ રમતોનું આયોજન કરવામાં આવશે. નેશનલ ગેમ્સનું સમાપન સુરતના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાશે.
Suratમાં મેગા મેડિકલ કેમ્પ યોજાયો, વડાપ્રધાન મોદીએ સરકારી યોજનાના લાભાર્થીઓ સાથે કરી વાત
સુરતઃ સુરતમાં આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કેમ્પસ ખાતે મેગા મેડીકલ કેમ્પ યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી કાર્યક્રમમાં જોડાયા હતા. સરકારી યોજનાઓના લાભ અંગે લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રીએ વાત કરી હતી.
પ્રધાનમંત્રીએ ગુજરાત અને કેન્દ્રની સરકારને ગણાવી ડબલ એન્જીનની સરકાર ગણાવી હતી. તેમણે આરોગ્ય કેમ્પને જનતા માટે આશિર્વાદ સમાન ગણાવ્યા હતા. સાથે જ સેવાભાવ શું હોય છે તે સુરતના લાકો સારી રીતે જાણતા હોવાની વાત કરી હતી. પ્રધાનમંત્રીએ સરકારી યોજનાઓથી અન્ય લોકોને જાગૃત કરવાનું લાભાર્થીઓને સૂચન કર્યું હતું. તેઓએ કહ્યું કે નરેન્દ્ર હોય કે ભૂપેન્દ્ર જનતા જ અમારા માટે ભગવાન છે.