અમરેલીઃ 22 વર્ષની યુવતીને ગમે ત્યારે બોલાવીને 5 યુવક અલગ અલગ સમયે માણતા શરીર સુખ, યુવતી થઈ ગઈ પ્રેગનન્ટ ને........
આ પાંચેય શખ્સો ગામમાં આવેલા એક પડતર મકાનમાં તથા અમુક આરોપીઓની ઘરમાં અલગ અલગ દિવસોએ લઈ જઈ બળાત્કાર કરતા હતા. છેલ્લા એક વર્ષથી આ ક્રમ ચાલતો હતો.
![અમરેલીઃ 22 વર્ષની યુવતીને ગમે ત્યારે બોલાવીને 5 યુવક અલગ અલગ સમયે માણતા શરીર સુખ, યુવતી થઈ ગઈ પ્રેગનન્ટ ને........ Amreli: After gang rape women becomes pregnant and then after અમરેલીઃ 22 વર્ષની યુવતીને ગમે ત્યારે બોલાવીને 5 યુવક અલગ અલગ સમયે માણતા શરીર સુખ, યુવતી થઈ ગઈ પ્રેગનન્ટ ને........](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/16/6bb42872bdde5fd326e7c973449be12c_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમરેલીઃ રાજ્ય સરકાર ભલે બહેન-દીકરીઓ સલામત હોવાના દાવા કરતી હોય પરંતુ વાસ્તવિકતા કઈંક અલગ જ છે. રોજબરોજ હેવાનિયતની હદો વટાવતા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. સ્ત્રીઓનું માન-સમ્માન અને ઇજ્જતને લઇને મોટા મોટા દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. લાઠીના એક ગામે રહેતી એક યુવતીને કેટલાક યુવકો તેને કોઈ જગ્યાએ લઈ ગયા હતા અને તેને પોતાની વાસનાનો શિકાર બનાવી હતી.
પોતાની સાથે બનેલી ઘટના અન્ય લોકોને ન કહેવા માટે દુષ્કર્મ આચરનારા શખ્સોએ યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે કારણે યુવતી ગભરાઈ જઈ સતત દુષ્કર્મનો શિકાર બનતી રહી હતી યુવતીને ગર્ભ રહી ગયા બાદ ઘટનાનો પર્દાફાશ થયો હતો. યુવતીએ પોતાના પર થતા અત્યાચારની પીડા સહન ન થતા અંતે પોલીસને હકીકત જણાવી હતી. લાઠીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી અને મજૂરી કામ કરતી 22 વર્ષીય યુવતીએ વિવેક મનસુખભાઇ બગડા, વિજયભાઇ હરીભાઇ બગડા, વિજય નરશીભાઇ મેવાડા, મનીષ ભગવાનભાઇ બગડા તથા ચીરાગ રમેશભાઇ મેવાડા મળી કુલ પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.
કેવી રીતે સામુહિક બળાત્કારનો થયો પર્દાફાશ
આ પાંચેય શખ્સો ગામમાં આવેલા એક પડતર મકાનમાં તથા અમુક આરોપીઓની ઘરમાં અલગ અલગ દિવસોએ લઈ જઈ બળાત્કાર કરતા હતા. છેલ્લા એક વર્ષથી આ ક્રમ ચાલતો હતો. પરંતુ પાંચમાંથી કોઈપણ આરોપી દ્વારા ગર્ભ રહી જતાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો.
પોલીસે શું કહ્યું
આ અંગે દામનગરના પીએસઆઈ વાય.પી.ગોહિલે જણાવ્યું કે, હાલમાં બળાત્કારનો ભોગ બનેલી યુવતીને ગર્ભ છે. ખાસ કરીને બપોરના સમયે કોઈ ન હોય કે બધા સૂઈ ગયા હોય ત્યારે આરોપીઓ વિવિધ જગ્યાએ લઈ જઈ બળાત્કાર કરતા હતા. પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી લીધી છે, જ્યારે એક હજુ ફરાર છે. ગર્ભમાં રહેલું બાળક કોનું છે તે નક્કી કરવા ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)