શોધખોળ કરો
Advertisement
અમરેલીઃ નાના ભંડારિયા પાસે કાર વૃક્ષ સાથે અથડાઈ, એક જ પરિવારના ત્રણ લોકોના મોત
આજે વહેલી સવારે મૃતક પરિવાર અમરેલીથી કુકાવાવ તરફ જઇ રહ્યો હતો ત્યારે નાના ભંડારીયા ગામ નજીક કોઇ કારણોસર સ્વીફ્ટ કાર (GJ-14-AA-0808) વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેના કારણે કારચાલક, તેમના પત્ની અને આઠ મહિનાના પુત્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
અમરેલીઃ રાજ્યમાં અકસ્માતની ઘટના જાણે અટકવાનું નામ જ નથી લઈ રહી. દરરોજ રાજ્યના કોઈક શહેરમાં અકસ્માતના કારણે લોકોએ જીવ ગુમાવ્યો હોવાના સમાચાર છેલ્લા થોડા દિવસોથી જાણવા મળી રહ્યા છે. આવી જ એક ઘટના આજે અમરેલીના નાના ભંડારિયા ગામ પાસે બની હતી. જેમાં એક જ પરિવારના ત્રણ લોકોને કાળ ભરખી ગયો હતો.
મળતી માહિતી પ્રમાણે, આજે વહેલી સવારે મૃતક પરિવાર અમરેલીથી કુકાવાવ તરફ જઇ રહ્યો હતો ત્યારે નાના ભંડારીયા ગામ નજીક કોઇ કારણોસર સ્વીફ્ટ કાર (GJ-14-AA-0808) વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેના કારણે કારચાલક, તેમના પત્ની અને આઠ મહિનાના પુત્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
અકસ્માતના પગલે ગ્રામજનો એકત્ર થઇ ગયા હતા અને પોલીસ દોડી આવી હતી. પોલીસે ત્રણેયના મૃતદેહ પીએમ માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. કારની ઝડપ વધારે હોવાથી કારનો આગળના ભાગને પૂરી રીતે નુકસાન પહોંચ્યું હતું અને બોનેટનો ભાગ ભુક્કો થઇ ગયો હતો.
મૃતકોના નામ :-
- ગૌરાંગભાઈ કાનપરિયા - 38 વર્ષ.
- કનકબેન ગૌરાંગભાઈ કાનપરિયા - 35 વર્ષ.
- મિહિર ગૌરાંગભાઈ - 8 માસ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ખેતીવાડી
સ્પોર્ટ્સ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion