Kheda: ખેડામાં ચાલું ફરજે હાર્ટ એટેક આવતા અધિકારીનું મોત થતા મચી અરેરાટી
ખેડા: કોરોનાકાળ બાદ હાર્ટ એટેકના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે. જેને લઈને સૌ કોઈ ચિંતામાં છે. આશ્ચર્યની વાત એ પણ છે કે, હાલના થોડા સમયથી નાની ઉંમરના લોકોને પણ હાર્ટ એટેક આવી રહ્યા છે.
ખેડા: કોરોનાકાળ બાદ હાર્ટ એટેકના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે. જેને લઈને સૌ કોઈ ચિંતામાં છે. આશ્ચર્યની વાત એ પણ છે કે, હાલના થોડા સમયથી નાની ઉંમરના લોકોને પણ હાર્ટ એટેક આવી રહ્યા છે. ઘણા કિસ્સામાં તો ક્રિકેટ રમતા રમતા હાર્ટ આવ્યો હોય અને યુવકનું મોત થયું હોય તેવા પણ કિસ્સા સામે આવ્યા છે.
તો બીજી આજે આવી જ ચોંકાવનારી હાર્ટ એટેકની ઘટના ખેડામાં સામે આવી છે. વસો તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા કર્મચારીનું હાર્ટએટેકથી મોત થયું છે. વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા અજેયસિંહ જામનું મોત થતા અરેરાટી મચી ગઈ છે. તાલુકા પંચાયતમાં ચાલુ ફરજ દરમિયાન અજેયસિંહ જામનું મોત થતા લોકો શોકમાં ગરકાવ થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે, અજેયસિંહ જામ ગુજરાત રાજ્ય તલાટી મહા મંડળના પૂર્વ મહામંત્રી તરીકે ફરજ નિભાવી ચૂક્યા છે.
દ્વારકાના 26 વર્ષીય યુવાનને આવ્યો હાર્ટ એટેક
ગુજરાતમાં હાર્ટ એટેકથી સતત મોતનો આંકડો વધી રહ્યો છે, ફરી એકવાર હાર્ટ એટેકથી યુવાનના મોતના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, દ્વારકાના ખંભાળીયા તાલુકાના ધરમપુર ગામના એક આશાસ્પદ યુવાનનું હાર્ટ એટેકથી મોત થઇ ગઇ ગયુ છે. આ યુવાન 26 વર્ષનો હતો જેનું નામ પ્રશાંત પરવીનભાઇ કંઝરિયા છે. યુવાનના મોત બાદ સમગ્ર પરિવાર અને ગામમા શોકનો માહોલ છવાઇ ગયો છે.
રાજ્યમાં એક જ દિવસમાં બે કિશોરને ‘હાર્ટએટેક’
રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી યુવાનોમાં હાર્ટએટેકની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. એક જ દિવસમાં બે કિશોરના હાર્ટ એટેકથી મોત થયા છે. જુનાગઢ જિલ્લાના ગળુ નજીક આવેલા ચોરવાડમાં 17 વર્ષીય કિશોર નારિયેળીના બગીચામાં કામ કરતો હતો ત્યારે હાર્ટએટેક આવ્યો હતો. જેમાં તેનું નિધન થયું હતું. 17 વર્ષીય જીગ્નેશ વાજાના નિધનથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
રાજકોટમાં ગુરુકુળનો વિદ્યાર્થી ઢળી પડ્યો
રાજકોટમાં અઠવાડિયામાં બીજી વખત એક વિદ્યાર્થીનું હાર્ટએટેકથી મોત થયું હતું. રાજકોટની SGVP ગુરુકુળમાં ધોરણ 10 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી સ્ટેજપર સ્પીચ આપતા આપતા બેભાન થયો હતો. ધોરણ 10 માં અભ્યાસ કરતો દેવાંશ વિંટુભાઈ ભાયાણી સ્પીચ આપતો હતો ત્યારે બેભાન થઈને ઢળી પડ્યો હતો. જે બાદ તેને બેભાન હાલતમાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર મળે તે પહેલા જ મોત થયું હતું. મૃતદેહ PM માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો.પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ જ સાચું કારણ જાણી શકાશે.