Valsad: વાપીમાં ફાયરિંગ વિથ લૂંટ, જ્વેલર્સને નિશાન બનાવી હથિયાર સાથે લુટારાઓ ત્રાટક્યા
વાપી ખાતે ફાયરિંગ વિથ લૂંટની ઘટના બની છે. પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે. વાપીના ભડકમોરા વિસ્તારમાં લૂંટ વિથ ફાયરિંગની ઘટના બની છે.

વલસાડ: વલસાડ જિલ્લાના વાપી ખાતે ફાયરિંગ વિથ લૂંટની ઘટના બની છે. પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે. વાપીના ભડકમોરા વિસ્તારમાં લૂંટ વિથ ફાયરિંગની ઘટના બની છે. એક જ્વેલર્સની દુકાનને નિશાન બનાવી બુકાની પહેરી હથિયારો સાથે લુટારુઓ ત્રાટક્યા હતા. હથિયાર બતાવી લાખોની લૂંટ ચલાવી લૂંટારુઓ પળવારમાં જ ફરાર થઈ ગયા હતા. આ બનાવ બાદ વલસાડ જિલ્લાની પોલીસ દોડતી થઈ છે. વલસાડ પોલીસ દ્વારા જિલ્લાભરમાં નાકાબંધી કરી લૂંટારુઓને ઝડપવા પ્રયાસ કર્યા છે.
પલ્સર બાઈક પર બુકાની પહેરી 3 લૂંટારુઓ હથિયાર સાથે ત્રાટક્યા
આ બનાવની વિગતો મુજબ વાપીના ભડકમોરા વિસ્તારમાં આવેલા અંબિકા જ્વેલર્સમાં એક પલ્સર બાઈક પર બુકાની પહેરી 3 લૂંટારુઓ હથિયાર સાથે ત્રાટક્યા હતા. સૌપ્રથમ દુકાનમાં પ્રવેશી લૂંટારુઓએ હથિયાર બતાવી અને ત્યારબાદ દુકાનમાં હાજર કર્મચારી અને દુકાનદારને ધમકાવી દુકાનમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની લૂંટ ચલાવી પળવારમાં જ ફરાર થઈ ગયા હતા. આમ સતત ધમધમતા વિસ્તારમાં લૂંટની ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ વલસાડ જિલ્લાભરની પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા.લૂંટારુને ઝડપવા તપાસ તેજ કરી હતી.
છ લાખથી વધુની સોના ચાંદીના દાગીનાની લૂંટ કરી ફરાર
મળતી માહિતી મુજબ લૂંટારાઓ છ લાખથી વધુની સોના ચાંદીના દાગીનાની લૂંટ કરી ફરાર થઈ ગયા છે. બનાવની જાણ થતા જ સ્થળ પર પહોંચીને પોલીસે આરોપીઓ સુધી પહોંચવા દુકાન અને આસપાસના વિસ્તારમાં લગાવેલા સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપવા તપાસ હાથ ધરી છે. જો કે તહેવાર પર લૂંટારું ટોળકી ફરી સક્રિય થતા વલસાડ જિલ્લા પોલીસ માટે ચોર તસ્કર અને લૂંટારાઓ પડકાર ફેંકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. આ બનાવને ગંભીરતાથી લઈ વલસાડ જિલ્લા પોલીસે ઊંડાણપૂર્વક તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. અને લૂંટારો અને શોધવા જિલ્લાભરમાં નાકાબંધી કરી હતી.
લૂંટારુઓ છ લાખથી વધુની સોના ચાંદીના દાગીનાની લૂંટ કરી ફરાર થઈ ગયા છે. બનાવની જાણ થતા જ સ્થળ પર પહોંચીને પોલીસે આરોપીઓ સુધી પહોંચવા દુકાન અને આસપાસના વિસ્તારમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ ના આધારે આરોપીઓને ઝડપવા તપાસ હાથ ધરી છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
