ભરૂચના દહેજમાં ફેક્ટરીમાં આગની ઘટનામાં પ્રધાનમંત્રી રાહત કોષમાંથી સહાયની જાહેરાત, PMOએ કર્યું ટ્વીટ
ભરૂચના દહેજમાં ગઈકાલે 10 એપ્રિલે ઘટેલી મોટી આગ દુર્ઘટનામાં ભોગ બનેલા કામદારો માટે પ્રધાનમંત્રી રાહતકોષમાંથી સહાયની જાહેરાત કરવામાં આવી છે.
DELHI : ભરૂચના દહેજમાં ગઈકાલે 10 એપ્રિલે ઘટેલી મોટી આગ દુર્ઘટનામાં ભોગ બનેલા કામદારો માટે પ્રધાનમંત્રી રાહતકોષમાંથી સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ આગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અને ઘાયલ થયેલા કામદારો માટે પ્રધાનમંત્રી રાહતકોષમાંથી સહાય આપવામાં આવશે. આ અંગે વડાપ્રધાન કાર્યાલય - PMO દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે કે આગની આ ઘટનામાં ભોગ બનનાર મૃત્યુ પામેલા કામદારોના પરિવારજનોને બે લાખ રૂપિયા અને ઘાયલ થયેલા કામદારોને 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે.
PM @narendramodi has expressed grief on the loss of lives due to a mishap at a factory in Bharuch. He extends condolences to the bereaved families.
— PMO India (@PMOIndia) April 11, 2022
An ex-gratia of Rs. 2 lakh each from PMNRF would be given to the next of kin of the deceased. The injured would be given Rs. 50,000.
આગની દુર્ઘટનામાં 6 કામદારોના મોત
ગઈકાલે 10 એપ્રિલે ભરૂચના ઔદ્યોગિક વિસ્તાર દહેજ ફેઝ-3માં આવેલી ઓમ ઓર્ગેનિક કંપનીમાં ડિસ્ટીલેશન સ્પેન્ટ સોલ્વન્ટ રીકવર કરતા એમાંયે પ્રચંડ ધડાકા સાથે વિકરાળ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં 6 કામદારો આગમાં બળીને મૃત્યુ પામ્યાં હતા. મૃતક 6 લોકોની વિગત આ મુજબ છે :
1) તીરથ કુંડનલાલ ગડારી - મધ્યપ્રદેશ
2) જયદીપ પ્રભુદાસ ભામરોલીયા- જૂનાગઢ
3) રતન કુશવા - પ્રયાગરાજ
4)પુનિત મોતી મહંતો - ઝારખંડ
5) પારસનાથ રામ યાદવ - લખનૌ
6) રામુ મંગળદાસ - સાગબારા, ગુજરાત
વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
દહેજમાં બનેલી આગની દુર્ઘટનામાં થયેલી જાનહાની અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. આ સાથે જ વડાપ્રધાન કાર્યાલય તરફથી આ ઘટનામાં ઘાયલ થયેલા કામદારોને અને મૃત્યુ પામેલા કામદારોના પરિવારો માટે સહાયની જાહેરાત કરી છે.