Arvind Kejriwal Gujarat Visit Live: ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવા લોકસભા ચૂંટણી લડશે: અરવિંદ કેજરીવાલ
Arvind Kejriwal and Bhagwant Mann Gujarat Visit: કેજરીવાલ લોકસભા ચૂંટણીની તૈયારીઓને ઝડપી બનાવવા ગુજરાતના સ્થાનિક નેતાઓ સાથે રણનીતિ બનાવશે અને 2024ની તૈયારીઓનું રણશિંગુ ફૂંકશે.

Background
Arvind Kejriwal Gujarat Visit Live Updates: ગુજરાત વિધાનસભા ચૂંટણીના 14 મહિના બાદ AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. હાલમાં ગુજરાતમાં આપ ધીમેધીમે પોતાનો જનાધાર ખોઈ રહી છે. વિધાનસભાની ચૂંટણી બાદ લોકસભા આવતાંની સાથે કેજરીવાલ ફરી સક્રીય થયા છે. કેજરીવાલ લોકસભા ચૂંટણીની તૈયારીઓને ઝડપી બનાવવા ગુજરાતના સ્થાનિક નેતાઓ સાથે રણનીતિ બનાવશે અને 2024ની તૈયારીઓનું રણશિંગુ ફૂંકશે. કેજરીવાલની સાથે પંજાબના સીએમ ભગવંત માન પણ હાજર રહેશે. આપ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી ભરૂચની લોકસભા સીટ પર પોતાનો ઉમેદવાર ઉતારવા માગે છે. લગભગ આ મામલો ફાયનલ થઈ જશે. ચૈતર વસાવાના સમર્થનમાં કેજરીવાલ અને ભગવંત માન નેત્રંગમાં ગજવશે જનસભા. ઉપરાંત સાંજે લોકસભાની ચૂંટણીને લઈ પ્રદેશના નેતાઓ સાથે બેઠક કરશે.
ચાલો નેત્રંગ.....
— AAP Gujarat (@AAPGujarat) January 6, 2024
ધારાસભ્ય શ્રી @Chaitar_Vasava ના સમર્થનમાં દિલ્લીના મુખ્યમંત્રી શ્રી @ArvindKejriwal અને પંજાબના મુખ્યમંત્રી શ્રી @BhagwantMann ની નેત્રંગ ખાતે ઐતિહાસિક જનસભા.. pic.twitter.com/2Ags8g7e2z
ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવા લોકસભા ચૂંટણી લડશે: અરવિંદ કેજરીવાલ
નેત્રંગમાં જનસભાને સંબોધતા કેજરીવાલએ મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું ભરૂચ લોકસભા માટે ચેતર વસાવા આપના ઉમેદવાર છે. ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવા લોકસભા ચૂંટણી લડશે. ષડયંત્ર રચી જો ચૈતર વસાવાને જેલની બહાર ન આવવા દીધા તો તેઓ જેલમાંથી પણ ચૂંટણી લડશે.
ચૈતર વસાવા આદિવાસી સમાજનો સિંહ: ભગવંત માન
પંજાબના સીએમ ભગવંત માને જનસભાને સંબોધતા કહ્યું, ચૈતર વસાવા આદિવાસી સમાજનો સિંહ છે. ભાજપ ક્યારેય તેને ડરાવી, ધમકાવી નહીં શકે. ચૈતર વસાવાને પિંજરામાં પુરીને ભાજપ ઘાસ નાંખશે તો નહીં ખાય. ચૈતર વસાવા પોતાનો શિકાર જાતે કરશે.





















