ગુજરાતમાં આવેલું એશિયાનું સૌથી મોટું માર્કેટયાર્ડ 8 દિવસ બંધ રાખવાની જાહેરાત, જાણો શું છે કારણ?
ઉંઝા એપીએમસી દ્વારા કરાયેલી સત્તાવાર જાહેરાત પ્રમાણે માર્ચ એન્ડિંગમાં વેપારીઓને પોતાના હિસાબો કરી શકે તે માટે ઉંઝા માર્કેટયાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ઊંઝા વેપારી એસોસિએશનની રજૂઆતના પગલે ઉંઝા એપીએમસી દ્વારા ઉંઝા માર્કેટયાર્ડ બંધ રાખવાની જાહેરાત કરાઈ છે.
મહેસાણાઃ મહેસાણા જિલ્લાના ઉંઝામાં આવેલું માર્કેટ યાર્ડ એશિયાનું સૌથી મોટું માર્કેટ યાર્ડ છે. રોજના હજારો લોકોની અવરજવર ધરાવતું એશિયાનું આ સૌથી મોટું માર્કેટ 8 દિવસ માટે બંધ રહેશે. ઉંઝા એપીએમસી દ્વારા ઊંઝા ગંજબજાર 8 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. 25 માર્ચ, 2021થી 1 એપ્રિલ, 2021 સુધી એમ કુલ 8 દિવસ માટે માર્કેટયાર્ડ બંધ રહેશે.
ઉંઝા એપીએમસી દ્વારા કરાયેલી સત્તાવાર જાહેરાત પ્રમાણે માર્ચ એન્ડિંગમાં વેપારીઓને પોતાના હિસાબો કરી શકે તે માટે ઉંઝા માર્કેટયાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ઊંઝા વેપારી એસોસિએશનની રજૂઆતના પગલે ઉંઝા એપીએમસી દ્વારા ઉંઝા માર્કેટયાર્ડ બંધ રાખવાની જાહેરાત કરાઈ છે.
આ નિર્ણયને કોરોનાના કેસો સાથે કંઈ લેવાદેવા નતી પણ કોરોનાના કેસો વધી રહ્યા છે તેવામાં આ નિર્ણય આશિર્વાદરૂપ સાબિત થશે. રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે અને રાજ્યનાં ચાર મોટાં શહેરો સુરત, અમદાવાદ અને રાજકોટમાં તો કોરોના સાવ બેકાબૂ બની ગયો હોય એવી હાલત છે. રાજ્યના બીજા વિસ્તારોમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે તેના કારણે લોકોમાં ફફડાટ છે. રાજ્યમાં દરરોજ એક હજારથી વધુ કોરોનાના નવા કેસ નોંધાઇ રહ્યા છે ત્યારે રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગે તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે. આ અફવાઓ અને ભયના માહોલ વચ્ચે જ્યા રોજ હજારો લોકો આવે છે એનુ ઉંઝાનું માર્કેટ યાર્ડ 8 દિવસ માટે બંધ રહેશે તેના કારણે લોકોમાં કોરોનાનો ચેપ લાગવાનો ખતરો ઘટશે.
ઉંઝા માર્કેટ યાર્ડમાં બે હજાર કરતાં વધારે દુકાનો છે અને આ દુકાનોમાં હજારો લોકો કામ કરે છે. આ ઉપરાંત રોજબરોજની કામગીરી સાથે સંકળાયેલા હડારો કામદારો અને ખેડૂતોની પણ ઉંઝા માર્કેટ યાર્ડમાં ભીડ જામે છે. આ ભીડ 8 દિવસ નહી જામે તેથી કોરોનાનો ચેપ લાગવાનો ખતરો ઘટી જશે.