શોધખોળ કરો
બનાસકાંઠાઃ હવસખોર પિતાએ 13 વર્ષીય સાવકી દીકરી પર ગુજાર્યો બળાત્કાર, પોલીસ ફરિયાદ થતાં પિતા ફરાર
પાલનપુર તાલુકાના કરજોડા ગામે પિતાએ પુત્રી પર દુષ્કર્મ ગુજાર્યો છે. સાવકી પુત્રી પર તે એક મહિનાથી દુષ્કર્મ આચરતો હતો.

પાલનપુરઃ બનાસાકાંઠામાં સાવકી દીકરી પર પિતાએ જ બળાત્કાર ગુજારતા ચકચાર મચી ગઈ છે. 13 વર્ષીય સગીર દીકરીને પિતાએ હવસનો શિકાર બનાવી છે. પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ થતાં હવસખોર પિતા ફરાર થઈ ગયો છે. આ અંગેની વિગતો એવી છે કે, પાલનપુર તાલુકાના કરજોડા ગામે પિતાએ પુત્રી પર દુષ્કર્મ ગુજાર્યો છે. સાવકી પુત્રી પર એક મહિનાથી દુષ્કર્મ આચરતો હતો. અમદાવાદથી મજૂરી કરવા આવેલા નરાધમે સાવકી દીકરી પર દુષ્કર્મ કર્યું છે. પાલનપુર તાલુકા પોલીસે દુષ્કર્મ મામલે તપાસ હાથ ધરી છે.
વધુ વાંચો





















