શોધખોળ કરો

Banaskantha : ડીસામાં ચાર વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, ટ્રક-રીક્ષામાં ફાટી નીકળી આગ, 2ના મોત

આ ગોઝારી ઘટનામાં 2 લોકો જીવતા બળી ગયા છે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. ડીસા પોલીસ અને ફાયર 108 ઘટના સ્થળે પહોંચી છે.

ડીસાઃ બનાસકાંઠામાં ડીસાના ભોંયણ નજીક ચાર વાહનો વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. અકસ્માત બાદ ટ્રકો અને રીક્ષામાં આગ ફાટી નીકળી હતી. આ ગોઝારી ઘટનામાં 2 લોકો જીવતા બળી ગયા છે. રીક્ષામાં બેઠેલા બે મુસાફરો જીવતા ભુંઝાયા છે. ડીસા સિવિલમાં લાશને પીએમ માટે ખેસાડાયા છે.

ડીસા પોલીસ અને ફાયર 108 ઘટના સ્થળે પહોંચી છે. બન્ને ટ્રકોમાં આગ લગતા હાઇવે પર અફરતફરીનો માહોલ સર્જાયો હતો. અંદર ડ્રાઇવર અને પેસેન્જર ફસાયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી. ડીસા-પાલનપુર હાઇવે પર બે ટ્રક, રિક્ષા અને ઇકો કાર વચ્ચે ગોઝારો અકસ્માત થયો છે.

આજે સવારે ડીસા-પાલનપુર હાઇવે પર ભોંયણ નજીક બે ટ્રક સામસામે અથડાતા વચ્ચે રિક્ષા આવી ગઇ હતી. અકસ્માત થતાં જ બંને ટ્રક અને રિક્ષામાં આગ લાગી હતી. અકસ્માતની જાણ ડીસા પોલીસ અને ફાયર વિભાગને કરાતાં ઘટના સ્થળે પહોંચી આગ કાબુમાં લેવાના પ્રયાસ હાથ ધરાયા હતા. 

Banaskantha : 19 વર્ષીય યુવતીની છરીના ઘા મારીને કરી નાંખી હત્યા, હત્યાનું કારણ અને હત્યારાનું નામ જાણો ચોંકી જશો

ભાભરઃ બનાસકાંઠામાં 3 મહિના પહેલા થયેલી 19 વર્ષીય યુવતીની હત્યા મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. ભાભર પોલીસે 3 માસ અગાઉ થયેલી યુવતીની હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. બીજા કોઈ નહીં, પરંતુ  પતિએ જ પત્નીની હત્યા કરી હતી. પત્ની ન ગમતા હત્યા કરી હતી. 3 માસ અગાઉ મીઠા ગામની સીમમા છરી મારી હત્યા કરી હતી. લાશને ખાડામા દાટી પત્ની ગુમ થઈ હોવાનું નાટક કર્યું હતું. પોલીસે શકના આધારે પૂછપરછ કરતા ભેદ ઉકેલાયો છે.

આ અંગેની વિગતો એવી છે કે, ભાભર તાલુકાના ચચાસણાની હેતલ ઠાકોર (ઉ.વ.19)ના બે વર્ષ પહેલાં મેરા ગામના ઠાકરશી લક્ષ્મણજી (ઉ.વ.21) સાથે થયા હતા. જોકે, પતિ-પત્ની વચ્ચે મનમેળ ન હોવાથી પિયરમાં રહેતી હતી. દરમિયાન ગત 4 જૂલાઇએ તેને પતિ લેવા માટે આવ્યો હતો. જેથી પિયરવાળાએ તેને સમજાવી પતિ સાથે મોકલી દીધી હતી. 

બીજી તરફ, પતિએ પત્નીની હત્યાનો કાવતરું ઘડ્યું હતું, જેની કોઈને ગંધ પણ આવી નહોતી. પત્નીને મીઠાથી તેરવાડા જતા રસ્તામાં મીઠા ગામની થળી જંગલ જેવા વિસ્તારમાં રાત્રે સાથે લઈ ગયા બાદ તેની છરીના ઘા મારી હત્યા કરી નાંખી હતી અને લાશ જમીનમાં દાટી દીધી હતી.

આ પછી સવારે પિયર પક્ષને જાણ કરી હતી કે તમારી દિકરી ક્યાંક જતી રહી છે. જેથી મૃતકના પિતા બાબુજી ઠાકોરે 6 જુલાઈએ ભાભર પોલીસ મથકે દીકરી ગુમ થયાાની નોંધ કરાવી હતી. પોલીસે આ દિશામાં સઘન તપાસ કરી પરંતુ કંઈ હાથ લાગ્યું નહોતું. અંતે હેતલના પતિ ઠાકરશી લક્ષ્મણજી ઠાકોરના મોબાઈલ લોકેશન તપાસતા અને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. આ પછી પતિને ભાભર પોલીસ મથકે લાવી પુછપરછ હાથ ધરતા પોતે જ પત્નીની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. પતિની કબૂલાતને આધારે ત્રણ મહિના પહેલા હત્યા કરી લાશને જમીનમાં જ્યાં દાટી દીધી હતી ત્યાંથી તેને બહાર કાઢી પીએમ માટે મોકલી આપી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગની નવી આગાહી: 4 થી 9 ઓગસ્ટ દરમિયાન આ વિસ્તારમાં ખાબકશે વરસાદ
હવામાન વિભાગની નવી આગાહી: 4 થી 9 ઓગસ્ટ દરમિયાન આ વિસ્તારમાં ખાબકશે વરસાદ
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

Embed widget