Banaskantha: પાલનપુરમાં બે વર્ષની બાળકીની હત્યા, એસપી કચેરી બહાર મહિલાઓએ કર્યો સૂત્રોચ્ચાર
Banaskantha: બનાસકાંઠાના પાલનપુરના તારાનગરમાં બે વર્ષની બાળકીની હત્યાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે
![Banaskantha: પાલનપુરમાં બે વર્ષની બાળકીની હત્યા, એસપી કચેરી બહાર મહિલાઓએ કર્યો સૂત્રોચ્ચાર Banaskantha: Two-year-old girl killed in Taranagar, Palanpur, Banaskantha Banaskantha: પાલનપુરમાં બે વર્ષની બાળકીની હત્યા, એસપી કચેરી બહાર મહિલાઓએ કર્યો સૂત્રોચ્ચાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/17/201fdd6117ebe52b07dcfcd332bfa173170278897279374_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Banaskantha: બનાસકાંઠાના પાલનપુરના તારાનગરમાં બે વર્ષની બાળકીની હત્યાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. બાળકીની હત્યાને પગલે સ્થાનિકો અને મહિલાઓએ રેલી યોજી હતી અને કડક તપાસની માંગ કરી હતી. મહિલાઓએ SP કચેરીની બહાર સૂત્રોચ્ચાર કરી ન્યાયની માંગણી કરી હતી.
પાલનપુરના તારાનગર બાવરી ડેરા વિસ્તારમાં ગત રાત્રે બે વર્ષની બાળકીની હત્યા થઈ હતી. જોકે પોલીસે બાળકીના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે અમદાવાદ મોકલ્યો છે પરંતુ તારા નગરના વિસ્તારના લોકોને હવે પોતાની બાળકોની ચિંતા સતાવી રહી છે. બાળકીની હત્યાને પગલે લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો અને મહિલાઓએ મહિલાઓએ એસપી કચેરીએ મોરચો માંડયો હતો.
નોંધનીય છે કે તારાનગર વિસ્તારમાં રહેતી બે વર્ષની બાળકી ગઈકાલે સાંજે 6 વાગ્યા બાદ ગુમ થઈ હતી અને આઠ વાગે બાળકીના ઘરની નજીક તેનો મૃતદેહ મળ્યો હતો. મૃતદેહ મળતાની સાથે જ લોકોએ પોલીસને જાણ કરી હતી પરિવારને આશંકા છે કે કોઈ બે વ્યક્તિઓએ આ બાળકીની હત્યા કરી છે અને બાળકી સાથે કોઈ અઘટીત ઘટના બની હોવાની પણ પરિવારે શંકા વ્યક્ત કરી હતી. પરિવારની માંગ છે કે આરોપીઓને જલદીથી પકડવામાં આવે અને પરિવારને ન્યાય આપવામાં આવે.
પોલીસે પેનલ પીએમ અર્થે બાળકીના મૃતદેહને અમદાવાદ મોકલ્યો હતો. જો કે આજે અમદાવાદથી રિપોર્ટ આવી ગયા બાદ બાળકીની હત્યા થઈ છે તે સાબિત થયું છે. પોલીસે એલસીબી એસઓજી અને પોલીસની પાંચ ટીમ હત્યારાને શોધવા માટે કામે લગાડી હતી. જ્યારે પોલીસે સાત શંકાસ્પદોની અટકાયત કરી અને પૂછપરછ હાથ ધરી હતી.
જુનાગઢ જિલ્લાના કેશોદ નજીકના મેસવાણ ગામે આ ઘટના ઘટી છે. અહીં એક યુવતીએ તાંત્રિક વિધિ કરનારા એક ભુવા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ખરેખરમાં, વાત એમ છે કે, તાંત્રિક વિધિ કરનારા ભુવાએ યુવતીને પૈસા મળશે એવી લાલચ આપીને પહેલા ફસાવી હતી, બાદમાં તકનો લાભ લઇને યુવતી પર તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ આચર્યુ હતુ. સમગ્ર ઘટનાનો પર્દાફાશ થતાં જ યુવતીએ તાંત્રિક વિધિ કરનારો ભુવો જેનુ નામ સાગર છે, તે અને તેના સાગરિતો સહિત કુલ પાંચ લોકો વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. યુવતીએ આ પાંચેયો લોકો વિરૂદ્ધ દુષ્કર્મ ઉપરાંત એટ્રોસિટી, ધાક-ધમકી સહિતની ફરિયાદ આપી છે. હાલમાં પોલીસ આ ઘટના અંગે આગળની તપાસ ચલાવી રહી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)