BJP MP: ભરૂચના સાંસદે પોતાની જ સરકાર સામે ચડાવી બાયો, આપી આંદોલનની ચીમકી
નર્મદા: ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર પોતાની જ સરકાર સામે બાયો ચડાવી છે. તેમણે કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે ખેડૂતોના પ્રશ્નોને વાચા આપી છે.
નર્મદા: ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર પોતાની જ સરકાર સામે બાયો ચડાવી છે. તેમણે કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે રેલવે તેમજ નેશનલ હાઈવેની યોજનામાં ખેડૂતોની જમીન આપવામાં આવે છે જેનું વળતર વધારે આપવા ઉલ્લેખ કર્યો છે. ખેડૂતોને જમીનનું વળતર નહિ મળે તો આંદોલન કરવાની પણ ચીમકી સાંસદે ઉચ્ચારી છે. તેમણે કહ્યું કે, સુરત-વલસાડ વિસ્તારમાં ખેડૂતોને વધારે વળતર મળ્યું છે જ્યારે ભરુચ જિલ્લામાં ખેડૂતોને ઓછું વળતર મળ્યું હોવાનો આક્ષેપ સાંસદે લગાવ્યો છે. ભરૂચના ખેડૂતો સાથે અન્યાય કર્યાનો આક્ષેપ સાંસદે કર્યો છે. સાંસદ મનસુખ વસાવાએ લેખિત રજુઆત કરી વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માગ કરી છે.
કોણ બનશે ગુજરાતના મુખ્યમંત્રી? જીતુ વાઘાણીએ કરી મોટી જાહેરાત
GANDHINAGAR : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની પુરજોશમાં તૈયારી શરૂ છે.ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનની 107 વિધાનસભા બેઠકો પરના પ્રભારીની જાહેરાત કરી દીધી છે. તો કોંગ્રેસે પણ ઝોન વાઈઝ બેઠકો શરૂ કરી દદીધી છે. સૌ કોઈ જાણવા માંગે છે કે 2022ની વિધાનસભા સભા ચૂંટણનું પરિણામ શું આવશે? કોણ જીતશે અને કોણ મુખ્યમંત્રી બનશે. આ અંગે ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા તેમજ રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ મોટી જાહેરાત કરી છે.
કોણ બનશે ગુજરાતના નવા મુખ્યમંત્રી ?
શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ એકે નિવેદનમાં જણાવ્યું કે ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022માં ભારતીય જનતા પાર્ટીની જીત થશે અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ફરી એક વાર મુખ્યમંત્રી બનશે. જીતુ વાઘાણી ભવિષ્યવાણી કરતા કહ્યું કેજનતા અમને આશીર્વાદ આપતી હોય છે, તેમ અમને 2022માં પણ જનતા આશીર્વાદ આપશે તે નક્કી જ છે. 2017માં પણ કહ્યું હતું અને 2022 મા પણ હું કહું છે કે અમારી જ સરકાર બનશે અને ભુપેન્દ્ર પટેલ ફરી મુખ્યમંત્રી બનશે. જીતુ વાઘાણીના આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ચર્ચાનું વંટોળ ઉભું થયું છે. તો કોંગ્રેસે આ નિવેદન અંગે જીતુ વાઘાણી પણ પ્રહાર કર્યા છે.
આ મતદારોનું અપમાન : કોંગ્રેસ
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ જીતુ વાઘાણીના આ નિવેદન અંગે પ્રહાર કરતા કહ્યું કે આ નિવેદનથી જીતુ વાઘાણીએ ગુજરાતના મતદારોનું અપમાન કર્યું છે. તેમણે કહ્યું આ જીતુ વાઘાણી નહીં પણ ભાજપનું ઘમંડ બોલે છે. મુખ્યમંત્રી, ધારાસભ્ય અને સાંસદ કોણ બનશે એ જનતા નક્કી કરશે.
ભાજપે જાહેર કર્યા સૌરાષ્ટ્ર ઝોનની 48 બેઠકોના પ્રભારી
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટીએ સૌરાષ્ટ્ર ઝોનની 48 વિધાનસભા બેઠકો પર પ્રભારી જાહેર કર્યા છે. સુરેન્દ્રનગરની 5, મોરબીની 3, રાજકોટની 8, જામનગરની 5, દ્વારકા અને પોરબંદરની 2-2, જૂનાગઢની 5, ગીર સોમનાથની 4, અમરેલીની 5, ભાવનગરની 7 અને બોટાદની 2 મળી સૌરાષ્ટ્ર ઝોનની કુલ 48 વિધાનસભા બેઠકો પર પ્રભારી જાહેર કરવામાં આવ્યાં છે. થોડા દિવસ પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર ગુજરાત ઝોનની બેઠકોના પ્રભારી જાહેર કર્યા હતા. સૌરાષ્ટ્ર ઝોનની 48 વિધાનસભા બેઠકો પર પ્રભારી જાહેર કર્યા છે.