Rain: ભરૂચમાં વાવાઝોડા સાથે વરસાદ, અંકલેશ્વર અને હાંસોટમાં 1-1 ઇંચ વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા
Gujarat Weather Update: રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો છે, ચોમાસાનું આગામન હજુ થયુ નથી પરંતુ ઠેર ઠેર પાણીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે

Gujarat Weather Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદી માહોલ જામ્યો છે, ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. આજે વહેલી સવારથી જ ભરૂચમાં વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો છે, અંકલેશ્વરમાં 1 ઇંચ, હાંસોટમાં 1 ઇંચ, ભરૂચમાં 11 મી.મી.વરસાદ ખાબક્યો છે. ભારે પવન સાથે વરસાદ ખાબકતા જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં વીજળી ગૂલ થઇ ગઇ છે. આગામી પ્રમાણે, આગામી બે દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે 50 થી 60 કેએમપીએચની સ્પીડ સાથે પવન ફૂંકાશે. બે દિવસ બાદ પવનની ગતિ થોડી ઓછી થશે. આખા ગુજરાતમાં આગામી પાંચ દિવસ છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે.
રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો છે, ચોમાસાનું આગામન હજુ થયુ નથી પરંતુ ઠેર ઠેર પાણીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આજે પણ આ સ્થિતિ યથાવત રહી છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે, આજે વહેલી સવારથી ભરૂચમાં વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો, પાંચબત્તી અને સેવાશ્રમ વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત અંકલેશ્વરમાં 1 ઇંચ, હાંસોટમાં 1 ઇંચ, ભરૂચમાં 11 મી.મી.વરસાદ વરસાદ પડ્યો હતો. હાલમાં સરેરાશ 26 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે, જેના કારણે અનેક સ્થળો પર વીજળી ગૂલ થઇ ગઇ છે.
હવામાન વિભાગ અનુસાર, આગામી 29 મે સુધી રાજ્યમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજથી ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર તથા સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવીથી મધ્યમ મેઘગર્જના સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.
ગઈકાલે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ.કે. દાસે પાંચ દિવસ વરસાદની ચેતવણી આપી હતી. આ વોર્નિંગ મુખ્યત્વે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણના જિલ્લામાં આપવામાં આવી છે. આગામી બે દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે 50થી 60 કેએમપીએચની સ્પીડ સાથે પવન ફૂંકાશે. બે દિવસ બાદ પવનની ગતિ થોડી ઓછી થશે. આખા ગુજરાતમાં આગામી પાંચ દિવસ છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, અરબ સાગરમાં જે લો પ્રેશર સિસ્ટમ છે તે વેલમાર્ક લો પ્રેશર બન્યું છે. હાલ આ સિસ્ટમ કોંકણના દરિયાકાંઠા પાસે છે. આ સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ જઈ રહી છે. હવામાન વિભાગે આપેલા મેપ પ્રમાણે, 29મી મે સુધી આખા ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવીથી મધ્યમ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.





















