શોધખોળ કરો
Advertisement
ભાવનગરમાં ભાજપે OBC મહિલાને મેયર બનાવતાં ભડકો, ક્યાં મહિલા કોર્પોરેટર જાહેરમાં ધ્રુસકે ધ્રુસકે રડ્યાં ? ક્યા ટોચના નેતાના ઈશારે પત્તું કાપ્યાનો કર્યો આક્ષેપ ?
ભાવનગર મેયરમાં જેમનું નામ ચાલતું હતું તે વર્ષાબા પરમારને મેયર ના બનાવાતા વર્ષાબા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. વર્ષાબાનો આક્ષેપ છે કે, જીતુ વાઘણીના ઈશારે મારું નામ કપાયું.
ભાવનગરઃ આજે અમદાવાદ પછી ભાવનગર કોર્પોરેશનના નવા મેયર અને ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવી છે. ભાવનગરના મેયર તરીકે કીર્તિબેન દાણીધારીયાના નામની જાહેરાત કરવામાં આવી છે. જોકે, મેયરના નામની જાહેરાત સાથે જ ભાવનગરમાં ભડકો થયો છે.
ભાવનગર મેયરમાં જેમનું નામ ચાલતું હતું તે વર્ષાબા પરમારને મેયર ના બનાવાતા વર્ષાબા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. વર્ષાબાનો આક્ષેપ છે કે, જીતુ વાઘણીના ઈશારે મારું નામ કપાયું. આ બેઠક સામાન્ય મહિલા માટે હતી, પરંતુ બક્ષી પંચને મેયર બનાવી મારી સાથે અન્યાય થયો. હું આગામી દિવસોમાં રાજીનામું આપીશ.
મેયરનું નામ જાહેર થતા વર્ષાબા પરમાર રડી પડ્યા હતા. જનરલ સીટ છે તેમાં બક્ષી પંચની વરણી થતા નારાજગી દર્શાવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ખેતીવાડી
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion