Bhavnagar : રાત્રે યુવકે યુવતીને શરીરસુખ માણવા ઘરે બોલાવી, પછી જે થયું તે વાંચી હચમચી જશો
હેમલ શાહે જ અંકિતા જોશીને બુધવારે રાત્રિના શરીરસંબંધ બાંધવા માટે બોલાવી હતી. અંકિતા જોશી તેના સગીર પુત્રને લઈ હેમલ શાહના ફ્લેટ પર આવી હતી.કોઈ બાબતે ઝઘડો થતા આરોપીએ માતા-પુત્રની હત્યા કરી નાંખી હતી.
ભાવનગરઃ ગઈ કાલે ગુરુવારે શહેરમાં થયેલી બે અલગ અલગ હત્યાના બનાવમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. બંને મૃતક માતા-પુત્ર હોવાનું અને બંનેની હત્યા એક જ શખ્સે કરી હોવાનું સામે આવ્યું છે. યુવતી સાથે સંબંધ ધરાવનાર આરોપીએ બુધવારે રાત્રે યુવતીને શરીરસુખ માણવા માટે બોલાવી હતી. અહીં કોઈ બાબતે ઝઘડો થતા આરોપીએ માતા અને તેના સગીર પુત્રની હત્યા કરી નાંખી હતી. પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
આરોપી હેમલ શાહે જ અંકિતા જોશીને બુધવારે રાત્રિના શરીરસંબંધ બાંધવા માટે બોલાવી હતી. અંકિતા જોશી તેના સગીર પુત્રને લઈ હેમલ શાહના ફ્લેટ પર આવી હતી. બંને વચ્ચે કોઈ બાબતે ઝઘડો થતા આરોપીએ માતા-પુત્રની હત્યા કરી નાંખી હતી. ફ્લેટમા માલિક હેમલ શાહની પુછપરછ કરતા તેમણે જ બંને હત્યાને અંજામ આપ્યાની કબૂલાત આપી હતી.
મૃતક અંકિતા જોશી તેના પતિ સાથે છુટાછેડા પછી અલગ રહેતી હતી. આરોપી હેમલ શાહના પણ છૂટાછેડા થયેલા છે અને એકલો રહેતો હતો. પોલીસે હેમલ શાહની અટકાયત કરી કોવિડ રિપોર્ટ માટે કાર્યવાહી હાથ ધરી છે. ગઈ કાલે ભાવનગરમાં સગીર પછી 30 વર્ષીય યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવતાં સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો હતો.
ભાવનગરમાં ગુરુવારે સવારે વરતેજ સીદસર રોડ પર એક નાળા પાસે સગીરની હત્યા થયેલી લાશ મળી આવી હતી જયારે સાંજે તખ્તેશ્વર પાસેના ફલેટમાંથી યુવતીની હત્યા કરેલી લાશ મળી આવી હતી. ભાવનગર પોલીસે સઘન તપાસ હાથ ધરી બંને હત્યા માતા-પુત્રની થઇ હોવાનું અને એક જ વ્યકિતએ કરી હોવાનું તેમજ બંનેની લાશની હેરાફેરી માટે એક જ કારનો ઉપયોગ કરાયો હોવાની થિયરી પર વધુ તપાસ હાથ ધરી હતી.
સાંજે તખ્તેશ્વર પાસે જનકલ્યાણ હાઉસીંગ સોસાયટીના ફલેટના બીજા માળેથી અંકીતા પ્રકાશભાઇ જોષી (ઉ.વ.30) ની તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરેલી હાલતમાં ગોદડામાં વીંટાળેલી લાશ મળી આવી હતી. પોલીસે ઘટના સ્થળે દોડી જઇ બંને હત્યા સાથે કોઇ સબંધ છે કે કેમ તે દિશામાં તપાસ આગળ ધપાવી હતી.
મૂળ સિહોરની અને ભાવનગરમાં રહેતી અંકીતાએ છૂટાછેડા લીધેલા છે તેમજ છેલ્લા ઘણા સમયથી પોતાના પુત્રને લઇ આ ફલેટમાં રહેતી હતી. બંને વચ્ચે કોઇ બાબતે ઝઘડો થતા આ યુવકે બંનેની હત્યા કરી નાખી હતી અને બાળકની લાશને કારમાં નાખી સીદસર રોડ પરના આ અવાવરૂ જગ્યાએ છોડી દીધી હતી. જ્યારે તે જ કાર દિવસ દરમિયાન આ ફલેટ પાસે પણ જોવા મળી હતી, જેના પરથી પોલીસને આ બન્ને હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી.