શોધખોળ કરો

Bhavnagar : યુવક પરિણીત યુવતીને બ્લેકમેલ કરી શરીરસંબંધ માટે કરતો દબાણ, પછી શું આવ્યો કરુણ અંત?

પાલિતાણા તાલુકાની પરિણીતાને તેના જ ગામનો યુવક બ્લેકમેલ કરી શરીરસંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો. યુવતી વારંવાર ઇનકાર કરતી હોવા છતાં તેણે યુવતીનો પીછો છોડ્યો નહોતો અને તેની પજવણી ચાલું રાખી હતી. અંતે કંટાળેલી પરિણીતાએ આપઘાત કરી લીધો હતો.

પાલિતાણાઃ ભાવનગરના એક ગામની પરિણીત યુવતીએ ગામના જ યુવકની હેરાનગતિથી કંટાળીને આપઘાત કરી લીધો હતો. પત્નીના આઘાતમાં પતિએ પણ આપઘાત કરી લેતા નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ ઘટનામાં પોલીસને સૂસાઇડ નોટ હાથ લાગી હતી, જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. 

આ અંગે મળતી વિગતો પ્રમાણે, પાલિતાણા તાલુકાની પરિણીતાને તેના જ ગામનો યુવક બ્લેકમેલ કરી શરીરસંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો. યુવતી વારંવાર ઇનકાર કરતી હોવા છતાં તેણે યુવતીનો પીછો છોડ્યો નહોતો અને તેની પજવણી ચાલું રાખી હતી. અંતે કંટાળેલી પરિણીતાએ આપઘાત કરી લીધો હતો. 

જોકે, પત્નીના આપઘાતના બે અઠવાડિયા પછી પતિએ પણ એકલા ન રહી શકતા અને પત્નીના આઘતામાં આપઘાત કરી લીધો હતો. આ મામલે પાલિતાણા રૂરલ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.

પોલીસને હાથ લાગેલી સૂસાઇટમાં તેમના ગામના યુવકના ત્રાસથી કંટાળી જઈ પરિણીતાએ આપઘાત કર્યો હતો અને તેમના મોતના આઘાતથી પતિએ પણ આપઘાત કરી લીધો હોવાનું ખુલ્યું છે. આ બનાવથી ત્રણ નાની દિકરીઓએ માતા પિતાની છત્રછાયા ગુમાવી હતી. આ અંગે મૃતક ના મોટા ભાઈએ તેમના ગામના શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ભાજપના નેતાએ યુવતી સાથે વારંવાર બાંધ્યા શારીરિક સંબંધ ને આપ્યો બાળકને જન્મ, પછી....

છોટાઉદેપુર : ભાજપના નેતાએ યુવતી સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધી તેને ગર્ભવતી બનાવી દીધી હતી. તેમજ બાળકના જન્મ પછી બંનેને તરછોડી દીધા હતા. યુવતીએ પોલીસ ફરિયાદ કરતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.

છોટાઉદેપુર શહેર ભાજપ મહામંત્રી અને પૂર્વ નગરપાલિકા સભ્ય મહેશ આંબલિયા યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં યુવતીએ જણાવ્યું હતું કે 7 વર્ષ પહેલાં મહેન્દ્રસિંહ ઉર્ફે મહેશ રણવીરસિંહ અંબાલિયા સાથે તે મોબાઇલથી સંપર્કમાં આવી હતી અને બંને વચ્ચે ફોન પર લાંબી વાતચીત થતી હતી. ભાજપના નેતાએ મોબાઈલ પર પ્રપોઝ કર્યું હતું અને તેમજ યુવતીએ હા પાડી હતી. આ પછી તો નેતાએ લગ્નની લાલચ આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધવાના શરૂ કર્યા હતા. નેતાએ યુવતીને વારંવાર ભોગવી હતી. 

જોકે, યુવતીને છેતરીને અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. જેને કારણે બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ સમયે નેતાએ ભાજપમાં મોટો હોદ્દો ધરાવતો હોવાથી અને તેને બદનામ કરવા આ કરતી હોવાનો આક્ષેપ લગાવી લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો. પ્રેમીએ લગ્નનો ઇનકાર કરતા લાગી આવતાં યુવતીએ ઝેરી દવા પી લીધી હતી. આ અંગે પોલીસ સ્ટેશને ફરિયાદ પણ આપી હતી.

આ કેસ કોર્ટમાં ચાલતાં મહેશે યુવતીને ફરીથી વિશ્વાસમાં લઇ લગ્ન કરી લીધા હોવા છતાં રાખવાનું વચન આપી સમાધાન કરી લીધું હતું અને કોર્ટમાં તેની ફેવરમાં જુબાની આપી કેસ પતાવી દીધો હતો. 

થોડા સમય પછી યુવતી અને નેતા મળવા લાગ્યા હતા તેમજ બંને વારંવાર શરીરસુખ પણ માણવા લાગ્યા હતા. આ સંબંધથી યુવતી ગર્ભવતી થઈ ગઈ હતી. જોકે, આ પછી નેતાએ તેની સાથે સંબંધો તોડી નાંખ્યા હતા અને બોલવાનું પણ બંધ કરી દીધુ હતું. જોકે, તેણે ગર્ભપાત કરાવવા ધમકી આપી હતી. જોકે, યુવતીએ ગર્ભપાત કરાવ્યો નહોતો અનને બાળકને જન્મ આપ્યો હતો. બાળકના જન્મ પછી નેતાએ બંનેને સ્વીકારવા ઇનકાર કરી દીધો હતો. આથી યુવતીએ ભાજપના નેતા સામે ફરિયાદ કરતાં પોલીસ ગુનો નોંધીવ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Lok Sabha Election: રાહુલ ગાંધી આપશે રાજીનામું અને વાયનાડથી ચૂંટણી લડશે પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગેની મોટી જાહેરાત
Lok Sabha Election: રાહુલ ગાંધી આપશે રાજીનામું અને વાયનાડથી ચૂંટણી લડશે પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગેની મોટી જાહેરાત
Air India: એક ઈન્ડિયાએ તો ભારે કરી! ભોજનમાં પીરસી દીધી બ્લેડ,યાત્રીએ કોળીયો મોઢામાં મુકતાં જ...
Air India: એક ઈન્ડિયાએ તો ભારે કરી! ભોજનમાં પીરસી દીધી બ્લેડ,યાત્રીએ કોળીયો મોઢામાં મુકતાં જ...
Utility: આધાર કાર્ડ સાથે લિંક કરો ઈ-મેલ આઈડી, થશે આ મોટો લાભ
Utility: આધાર કાર્ડ સાથે લિંક કરો ઈ-મેલ આઈડી, થશે આ મોટો લાભ
પાવાગઢ જૈન મૂર્તિ વિવાદઃ જૈન મહારાજ પૂ. વિરાગ ચંદ્ર સાગર ભાવવંતનું મોટું નિવેદન, આપણે નોટ બેંક છીએ, વોટ બેંક નથી એટલે દર વખતે.....
પાવાગઢ જૈન મૂર્તિ વિવાદઃ જૈન મહારાજ પૂ. વિરાગ ચંદ્ર સાગર ભાવવંતનું મોટું નિવેદન, આપણે નોટ બેંક છીએ, વોટ બેંક નથી એટલે દર વખતે.....
Advertisement
metaverse

વિડિઓઝ

Rath Yatra 2024: અમદાવાદની 147મી રથયાત્રાની પૂરજોશમાં તૈયારી, અખાડાઓ દ્વારા પણ કરતબોની પ્રેક્ટિસ શરૂKesar Mangoes: ગુજરાતના કેસર કેરી પકવતા ખેડૂતો કરી રહ્યા છે ડૉલરમાં કમાણીShaktisinh Gohil: 'ભાજપ લોકશાહીને કલંકિત કરી રહી છે..' શક્તિસિંહ ગોહિલે ભાજપ પર કર્યા પ્રહારVadodara: જેને મત નથી આપ્યા તેના કામો નહીં કરવાના: શહેર ભાજપ પ્રમુખનું લોકશાહી માટે શરમજનક નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lok Sabha Election: રાહુલ ગાંધી આપશે રાજીનામું અને વાયનાડથી ચૂંટણી લડશે પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગેની મોટી જાહેરાત
Lok Sabha Election: રાહુલ ગાંધી આપશે રાજીનામું અને વાયનાડથી ચૂંટણી લડશે પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગેની મોટી જાહેરાત
Air India: એક ઈન્ડિયાએ તો ભારે કરી! ભોજનમાં પીરસી દીધી બ્લેડ,યાત્રીએ કોળીયો મોઢામાં મુકતાં જ...
Air India: એક ઈન્ડિયાએ તો ભારે કરી! ભોજનમાં પીરસી દીધી બ્લેડ,યાત્રીએ કોળીયો મોઢામાં મુકતાં જ...
Utility: આધાર કાર્ડ સાથે લિંક કરો ઈ-મેલ આઈડી, થશે આ મોટો લાભ
Utility: આધાર કાર્ડ સાથે લિંક કરો ઈ-મેલ આઈડી, થશે આ મોટો લાભ
પાવાગઢ જૈન મૂર્તિ વિવાદઃ જૈન મહારાજ પૂ. વિરાગ ચંદ્ર સાગર ભાવવંતનું મોટું નિવેદન, આપણે નોટ બેંક છીએ, વોટ બેંક નથી એટલે દર વખતે.....
પાવાગઢ જૈન મૂર્તિ વિવાદઃ જૈન મહારાજ પૂ. વિરાગ ચંદ્ર સાગર ભાવવંતનું મોટું નિવેદન, આપણે નોટ બેંક છીએ, વોટ બેંક નથી એટલે દર વખતે.....
Rajkot Rain: રાજકોટમાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ, વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
Rajkot Rain: રાજકોટમાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ, વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
Pandharpur Temple Act:  'હિંદુ ધર્મને મહારાષ્ટ્ર સરકારથી બચાવવાની જરૂર ', કેમ આવું બોલ્યા સુબ્રમણ્યમ સ્વામી?
Pandharpur Temple Act: 'હિંદુ ધર્મને મહારાષ્ટ્ર સરકારથી બચાવવાની જરૂર ', કેમ આવું બોલ્યા સુબ્રમણ્યમ સ્વામી?
લ્યો બોલો! iPhoneના એક ફિચરના કારણે થયા વ્યક્તિના છૂટાછેડા, પતિએ કરી દીધો Apple સામે કેસ
લ્યો બોલો! iPhoneના એક ફિચરના કારણે થયા વ્યક્તિના છૂટાછેડા, પતિએ કરી દીધો Apple સામે કેસ
Crime News: મહીસાગર નદી કિનારે યુવક-યુવતીએ કરી આત્મહત્યા, યુવતીના એક મહિના પહેલા જ થયા હતા લગ્ન
Crime News: મહીસાગર નદી કિનારે યુવક-યુવતીએ કરી આત્મહત્યા, યુવતીના એક મહિના પહેલા જ થયા હતા લગ્ન
Embed widget