શોધખોળ કરો
Advertisement
સમી ડોક્ટર પિતા-પુત્રની કામલીલા કાંડામાં થયો ચોંકાવનારો ખુલાસો? જાણીને આંચકો લાગશે
પાટણના લંપટ ડોક્ટર પિતા-પુત્રની કામલીલાનો વીડિયો વાયરલ થયા બાદ હોબાળો મચી ગયો હતો. ત્યારે સમીમાં મહિલાઓ પર દુષ્કર્મ આચરવાના આરોપમાં પકડાયેલા ડોક્ટર મહેન્દ્ર મોદી મામલે મોટો ખુલાસો થયો
પાટણ: પાટણના લંપટ ડોક્ટર પિતા-પુત્રની કામલીલાનો વીડિયો વાયરલ થયા બાદ હોબાળો મચી ગયો હતો. ત્યારે સમીમાં મહિલાઓ પર દુષ્કર્મ આચરવાના આરોપમાં પકડાયેલા ડોક્ટર મહેન્દ્ર મોદી મામલે મોટો ખુલાસો થયો છે. મહેન્દ્ર મોદીએ 2400થી વધુ મહિલાઓના ગર્ભપાત કરાવ્યા હોવાનો ખુલાસો થયો છે.
સમી વિસ્તારમાં મહેન્દ્ર મોદી છેલ્લાં 40 વર્ષોથી ગર્ભપાત કરાવતો હતો. પોલીસ રિમાન્ડમાં પોતે મહેન્દ્ર મોદીએ આ વાતને કબૂલી છે કે, તેણે 2400 મહિલાઓનો ગર્ભપાત કરાવ્યો હતો.
મોટી વાત તો એ હતી કે, આરોગ્ય વિભાગના નાક નીચે તે બિન્દાસ્ત તબીબી સેવા ચાલવતો હતો. ત્યારે આ ઘટનામાં આરોગ્ય વિભાગ પણ શંકાના દાયરામાં આવી ગયું છે. પોલીસ તપાસમાં લાગી છે કે, મહેન્દ્ર મોદીએ કેટલી મહિલાઓને પોતાનો શિકાર બનાવી હતી. તો બીજી તરફ, અન્ય કેટલા વીડિયો વાઈરલ થયા છે તેની પણ તપાસ ચાલી રહી છે.
નોંધનીય છે કે, પાટણ જિલ્લાના સમીના દવાખાનામાં લંપટ ડોક્ટર અને તેના પુત્રની સેક્સ લીલાનો ભાંડો ફૂટ્યા બાદ પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. જેમાં રવિવારે પોલીસ, એફએસએલ અને આરોગ્ય વિભાગની ટીમે દવાખાનાની તપાસ હાથ ધરી હતી. પોલીસને દવાખાનામાંથી કોન્ડોમ, કામવાસના ઉત્તેજન થાય તેવા સ્પ્રે ટેબ્લેટ તેમજ માનવ શરીરને નુકશાન કરે તેવી દવાઓ મળી આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement