શોધખોળ કરો

ગુજરાત  ATSએ પકડેલા 300 કરોડના ડ્રગ્સ કેસમાં મોટો ઘટસ્ફોટ, જાણો વિગતો

ગુજરાતના મધદરિયે ગઈકાલે 300 કરોડના ડ્રગ્સની સાથે હથિયારો ઝડપાયા હતા. આજે ઘટસ્ફોટ થયો કે પાકિસ્તાની ડ્રગ્સ માફિયા હાજી સલીમ બ્લોચે ભારતમાં ડ્રગ્સ મોકલ્યું હતું.

અમદાવાદ: ગુજરાતના મધદરિયે ગઈકાલે 300 કરોડના ડ્રગ્સની સાથે હથિયારો ઝડપાયા હતા. આજે ઘટસ્ફોટ થયો કે પાકિસ્તાની ડ્રગ્સ માફિયા હાજી સલીમ બ્લોચે ભારતમાં ડ્રગ્સ મોકલ્યું હતું. આ ડ્રગ્સનો જથ્થો સલાયા બંદર આસપાસ ઉતરવાનો હતો. પરંતુ તે પહેલા જ કોસ્ટગાર્ડ અને ગુજરાત  ATSએ સંયુક્ત ઓપરેશન પાર પાડી ડ્રગ્સ અને હથિયારો સાથે બોટ પર સવાર 10 પાકિસ્તાની નાગરિકોને દબોચી લીધા હતા.  જોકે, ડ્રગ્સ અને હથિયારો કોને સપ્લાય કરવાના હતા તેને લઈને પૂછપરછ ચાલી રહી છે. પાકિસ્તાનના ગ્વાદર પોર્ટથી ડ્રગ્સનો જથ્થો રવાના થયો હતો. બોટની અંદર ગેસના સિલિન્ડરમાં ડ્રગ્સનો જથ્થો સંતાડાયો હતો. 

ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSએ ભારત-પાકિસ્તાનની દરિયાઈ સરહદ નજીક  એક મોટું ઓપરેશન પાર પાડ્યું હતું. ઓખાના દરિયામાંથી 300 કરોડથી વધુનું 40 કિલો હેરોઈન ડ્રગ્સ ઝડપાપ્યું હતું. આ સાથે જ બોટમાં સવાર 10 પાકિસ્તાનીઓને હથિયારો સાથે ઝડપી લીધા હતા. સમગ્ર કેસમાં ડ્રગ્સની સાથે 6 પીસ્ટલ અને 120 કારતુસ પણ ઝડપાયા છે. જો.કે આ મામલે ગુજરાત પોલીસના DGP આશિષ ભાટીયાએ મહત્વના ખુલાસા કર્યા છે.

DGP આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે ઇન્ટર એજન્સી કોર્ડીનેશન દ્વારા ઉત્તમ ઉદાહરણ પુરું પાડવામાં આવ્યું છે. સમગ્ર ઓપરેશનની જે એમ પટેલ ગુજરાત ATSના પીઆઇને માહિતી મળી હતી. ડ્રગ્સ સાથે વેપન્સની ડિલિવરીની પણ થવાની હોવાની બાતમીના આધારે સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. 

DGP આશિષ ભાટિયાએ જણાવ્યું કે આ સમગ્ર ઓપરેશન ખાનગી રાહે પાંચથી છ દિવસ સુધી ચાલ્યું હતું. જેમાં એક ખુલાસો થયો છે કે ગેસ સીલન્ડરમાં વેપન રાખવામાં આવ્યા હતા. બોટમાં વપરાતા ગેસના બોટલમાં વેપન હતા. અલ સોહિલી નાનમી બોટમાંથી સમગ્ર મુદ્દામાલ પકડાયો છે. એટલું જ નહીં પાકિસ્તાનના બલુચિસ્તાનના 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમની પાસે 300 કરોડનો મુદ્દામાલ હતો. જે હાલ કબજે કર્યો છે. આરોપીઓ પાસેથી ઇટાલીયન મેડની પીસ્ટલ મેગઝીન અને કારતુસ પકડાયા છે. બોટને સમુદ્રમાંથી બહાર લવાઇ રહી છે. લેન્ડીગ થતાં પહેલાં જ હથિયારો પકડવામાં સફળતા મળી છે. બોટમાંથી મળી આવેલ 6 સેમીઓટોમેટીક પિસ્તોલ, 120 કારતૂસ અને 12 મેગઝિન પાકિસ્તાનીઓની સિનિયર અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.

બોટમાંથી ઝડપાયેલા વેપન કોણે મંગાવ્યા અને કોણે આપવાના હતા એ હજુ સ્પષ્ટ થયુ નથી. પકડાયેલા આરોપીઓની પુછપરછ અને મોબાઇલ ડેટા એનાલીસીસ થઇ રહ્યા છે. જેના એનાલીસીસ બાદ તે દિશા સ્પષ્ટ થશે કે વેપન કોણે મંગાવ્યા અથવા કોણે મોકલ્યા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Letter Forgery Case : જેલમાંથી બહાર આવતાં જ પાયલ ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડી, જુઓ શું આપ્યું નિવેદન?Letter Forgery Case : અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને મળ્યા જામીનAmbalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
Embed widget