Botad: બોટાદમાં આખલાએ બાઈક ચાલકને અડફેટે લેતા મોત, તંત્રની કામગીરી માત્ર કાગળ પર
બોટાદ: ગુજરાતમા રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. તંત્રની કામગીરી માત્ર કાગળ પર જ હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે, રાજ્યમાં રોજરોજ કોઈને કોઈ જગ્યાએ રખડતા ઢોરને કારણે નાગરીકો પરેશાન થઈ રહ્યા છે.
બોટાદ: ગુજરાતમા રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. તંત્રની કામગીરી માત્ર કાગળ પર જ હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે, રાજ્યમાં રોજરોજ કોઈને કોઈ જગ્યાએ રખડતા ઢોરને કારણે નાગરીકો પરેશાન થઈ રહ્યા છે. આજે રાજકોટમાં જેતપુરમાં આખલાઓ એક વિદ્યાર્થીઓ ભરેલી રિક્ષાને ટક્કર મારી દીધી હતી તો બીજી તરફ ઉગામેડી ગામે આખલાએ બાઈક ચાલકને અડફેટે લેતા મોત નિપજ્યું.
ઉગામેડી ગામના જૈનમ મરચાની પેઢી ધરાવતા ભરતભાઈનુ મોત થતા સમગ્ર વિસ્તારમાં તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભરતભાઈ પોતાનુ બાઈક લઈને પેઢી પર જતા હતા તે દરમિયાન આખલાએ બાઈકને અડફેટે લીધુ હતું. ભરતભાઈને ઈજાઓ થતાં સારવાર માટે બોટાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે બાદ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.
ગુજરાતમાં ગળા પર કટર ફેરવીને 15 દિવસમાં બીજી હત્યા
બોડેલીના ઢોકલીયા વિસ્તારમાં જાહેરમાં એક આધેડની હત્યા કરવામાં આવી છે. યુવકે આધેડની નજીવી બાબતે હત્યા કરી નાખતા ચકચાર મચી છે. રુદ્ર દિનેશ બારીયા નામના યુવકે ભીખાભાઈ ચુનારા નામના આધેડની હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર આરોપી રુદ્ર બારીયાએ મોઢામાં સિગારેટ રાખી ભીખાભાઈ ચુનારા પાસે 20 રૂપિયા ઉછીના માંગ્યા હતા. ત્યાર બાદ ભીખાભાઈએ આરોપી રુદ્રના મોઢામાંથી સિગારેટ ખેચી ફેંકી દેતા આરોપી ગુસ્સે ભરાયો હતો અને ગુસ્સાના આવેશમાં આવી હાથમાં રાખેલ કટર વડે ભીખાભાઈનું ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધા હતા. ત્યાર બાદ આરોપી કટર સાથે પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સચિનમાં યુવતી પર સરાજાહેર ગળા પર કટર ફેરવી દેતા ચકચાર
સુરતમાં એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. યુવતી પર સરાજાહેર ગળા પર કટાર ફેરવી દેવામાં આવ્યું હતું. જેના કારણે તેને ગળાના ભાગે 8 ટાંક આવ્યા હતા.
શું છે મામલો
સુરતમાં રહેતી એક યુવતીના ગળા પર પૂર્વ પ્રેમીએ કટર ફેરવી દીધું હતું. નોકરીએ જઈ રહેલી પ્રેમિકા પર પૂર્વ પ્રેમીએ હુમલો કર્યો હતો. પ્રેમી યુવતી સાથે કાયમ રોકટોક કરતા યુવતીએ સંબધ તોડ્યો હતો. પ્રેમી યુવતીને પ્રેમસંબધ રાખવા દબાણ કરતો હતો. પ્રેમીએ પોતાની સાથે જવા દબાણ કરતા પ્રેમિકાએ ઇન્કાર કરતા તેના ગળા પર કટર ફેરવ્યું હતું. યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સચિન પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધી રામસિંગ નામના આરોપીની ઘરપકડ કરી હતી.
અમદાવાદના મણિનગરમાં હોસ્પિટલમાંથી માતા-પુત્રીની લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. મળતી જાણકારી અનુસાર, ભુલાભાઈ પાર્ક પાસે હોસ્પિટલમાંથી સૌથી પહેલા 30 વર્ષીય પરિણીતાની લાશ ઓપરેશન થિયેટરના કબાટમાંથી મળી આવી હતી. ત્યાર બાદ બેડ નીચેથી માતાની લાશ મળી આવતા ખળભળાટ મચી ગઇ હતી. તપાસમા જાણવા મળ્યું છે કે માતા અને દીકરી સારવાર માટે હોસ્પિટલ આવ્યા હતા. દીકરીની લાશ મળ્યા બાદ તેમની સાથે માતા ક્યાં ગયા તેની પોલીસે તપાસ કરતા માતાની પણ લાશ હોસ્પિટલમાંથી મળી આવી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં ભારતી વાળા અને તેમની માતા ચંપા બેન હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા. પોલીસે હોસ્પિટલમાં કામ કરતા મનસુખ નામના યુવકની અટકાયત કરી છે. કેમ કે આ વ્યક્તિ મૃતકનો પરિચીત હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક પરિણીતા ભારતી વાળાને ડ્રગ્સનો ઓવરડોઝ અથવા કોઈ ઇન્જેક્શન આપીને મોતને ઘાટ ઉતારાઈ હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
કાગડપીઠ પોલીસે દીકરી અને માતાની હત્યાની આશંકાના પગલે તપાસ શરૂ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે યુવતીની લગ્ન છ વર્ષ અગાઉ થયા હતા. યુવતી તેના પિયરમાં રહેતી હતી. યુવતી કાનની સારવાર માટે આવતી હતી. પોલીસે ક્લિનિકમાં કમ્પાઉન્ડર તરીકે ફરજ બજાવી રહેલા અને યુવતીના પરિચિત મનસુખ નામના શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી છે.