શોધખોળ કરો

Biporjoy: આજે અમિત શાહ ગુજરાતમાં, CM પટેલ સાથે કચ્છમાં કરી શકે છે હવાઇ નિરીક્ષણ, જાણો કેટલા વાગે પહોંચશે ?

આજે કેન્દ્રીય અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે આવશે, અમિત શાહ દિલ્હીથી સીધા 12 વાગેના સમયે ભુજ પહોંચશે

Cyclone Biparjoy: ગુજરાતના દરિયા કાંઠા વિસ્તારોમાં શુક્રવારે બિપરજૉય વાવાઝોડુ ટકરાઇ ગયુ છે, અને હવે ધીમે ધીમે તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યાં છે. ગુજરાતમાં કચ્છ અને દ્વારકામાં બિપરજૉય વાવાઝોડાએ સૌથી વધુ તબાહી મચાવી છે, દરિયાનુ પાણી કેટલાય ગામોમાં ઘૂસી ગયુ છે, અને જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. આ બધાની વચ્ચે હવે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે આવવાના છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે બપોરે 12 વાગે કચ્છ-ભૂજની મુલાકાત કરીને ત્યાંની સ્થિતિનું નિરીક્ષણ કરશે. 

આજે કેન્દ્રીય અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે આવશે, અમિત શાહ દિલ્હીથી સીધા 12 વાગેના સમયે ભુજ પહોંચશે, અહીં તેઓ બિપરજૉય વાવાઝોડાથી થયેલા નુકસાની અંગે સમીક્ષા કરશે. ખાસ વાત છે કે દરમિયાન અમિત શાહની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હશે અને બન્ને સાથે હવાઈ નિરીક્ષણ કરીને સમગ્ર સ્થિતિનો તાગ મેળવશે. 

આ પહેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બિપરજૉય વાવાઝોડાથી અસર પામેલા ગામોના અસરગ્રસ્ત લોકોને નિયમાનુસારની કેશડૉલ્સ આગામી ત્રણ દિવસમાં ચૂકવી આપવાની સ્પષ્ટ સૂચનાઓ આપી છે. મુખ્યમંત્રીએ આ વાવાઝોડાને પરિણામે રાજ્યમાં દરિયાકિનારાના જિલ્લાઓમાં ઊભી થયેલી સ્થિતિની વિસ્તૃત વિગતો સંબંધિત જિલ્લાના કલેક્ટરો સાથે વીડિયો કૉન્ફરન્સ યોજીને મેળવી હતી. 

વાવાઝોડા બાદ રાજ્યમાં મેઘતાંડવ, આ જિલ્લામાં ભારે પવન સાથે તૂટી પડ્યો વરસાદ

15 જૂને વાવાઝોડુ કચ્છમાં લેન્ડફોલ થયા બાદ હજુ પણ તેની અસર ગુજરાતના હવામાનમાં જોવા મળી રહી છે. 16 જૂને ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ક્યાંક ભારે તો ક્યાં ઝરમર વરસાદ પડ્યો. શુક્રવારે અમદાવાદમાં સૂસવાટા પવન સાથે ઠેર ઠેર વરસાદ પડ્યો. વરસેલા વરસાદથી વાસણા બેરેજના બે ગેટ ખોલાયા. અલગ અલગ 16 સ્થળો પર વૃક્ષો ધરાશાયી છે. વાવાઝોડું પસાર થયા બાદ કચ્છ જિલ્લામાં મેઘતાંડવની સ્થિતિ જોવા મળી, ભારે પવન સાથે વરસેલા વરસાદથી સમગ્ર કચ્છમાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ છે.  કેટલીક સોસાયટીઓમાં  વરસાદી પાણી ભરાયા છે. તો  કેટલાક રસ્તાઓ પણ જળમગ્ન છે.

અતિશય ભારે પવન સાથે વરસેલા વરસાદથી કચ્છમાં જનજીવન પ્રભાવિત થયું છે. અસંખ્ય મહાકાય વૃક્ષો ધારાશાયી થતાં રસ્તા પણ બ્લોક થઇ ગયા છે. મોટા મકાનને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે. કાચા પાકા મકાનોના ઉડ્તાં જોવા મળ્યા હતા. વાવાઝોડા બાદ ભારે પવનને અને વરસાદથી કચ્છમાં તારાજી.. 86 હજારથી વધુ વીજપોલ ક્ષતિગ્રસ્ત થયા છેય  સેંકડો ગામડાઓમાં વીજ પૂરવઠો ખોરવાતા  અંધારપટ્ટ જેવી સ્થિતિ છે. બનાસકાંઠામાં ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. અહી પાલનપુર,અમદાવાદ હાઈવે પર ગઠામણ પાટીયા પાસે પાણી ભરાયા છે. બે ફૂટ સુધી પાણી ભરાતા વાહન ચાલકોની  પરેશાનીમાં વધારો થયો હતો. બનાસકાંઠામાં રાતભર ધોધમાર વરસાદ ખાબક્યો.વરસાદની છેલ્લા 24 કલાકમાં વાવ 43 મિમી, થરાદ 52 મિમી,ધાનેરા 109 મિમી,દાંતીવાડા 24 મિમી,અમીરગઢ 60 મિમી,દાંતા 58 મિમી, વડગામ 111 મિમી, પાલનપુર 66 મિમી, ડીસા 78 મિમી,દિયોદર 94 મિમી,ભાભર 83 મિમી,કાંકરેજ 38 મિમી,લાખણી 47 મિમી,સુઇગામ 79 મિમી વરસાદ  પડ્યો.

બિપરજોય વાવાઝોડાને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક નદી નાળા છલકાયા છે. ઘણી નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. હવે આ કડીમાં રાજકોટનો આજી-2 ડેમ છલકાયો છે. જે બાદ આજી-2 ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે. સવારે 8 વાગે 14 દરવાજા દોઢ ફૂટ સુધી ખોલવામાં આવશે. પડધરી તાલુકાના ગામોને નદીના પટમાં અવર જવર ન કરવા સૂચના આપવામાં આવી છેરાજકોટના જેતપુરમા ભારે પવન સાથે વરસાદ તૂટી પડતા અબી પીઠડીયાટોલ પ્લાઝાએ પતરા ઉડ્યા હતા જો કે સદનસીબે કોઈ જાનહાની નથી થઇ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget