Biparjoy: વાવાઝોડા પહેલા પોરબંદરમાં સવારથી વરસાદી માહોલ, અનેક સ્થળોએ પર ઝાંપટા શરૂ
બિપરજૉય પહેલાની સ્થિતિમાં પોરબંદરમાં દરિયા કાંઠે ભારે પવનો ફૂંકાવવાનું શરૂ થઇ ગયા છે, અને વાતાવરણમાં પલટો આવતા જ સવારથી પોરબંદરમાં વરસાદી માહોલ જામ્યો છે
Biparjoy: રાજ્યમાં બિપરજૉય વાવાઝોડાને લઇને ઠેર ઠેર સુરક્ષા વ્યવસ્થાને ચૂસ્ત કરી દેવામાં આવી છે, કચ્છના દરિયાકાંઠે આજે બિપરજૉય વાવાઝોડુ ટકરાશે, આજે સાંજે 4 થી 8 કલાકની વચ્ચે બિપરજૉય લેન્ડફૉલ થશે, અને આ દરમિયાન મોટી તબાહી પણ આવી શકે છે, જોકે, આ પહેલા અહીં પોરબંદરમાં ભારે વરસાદ શરૂ થઇ ગયો છે.
બિપરજૉય પહેલાની સ્થિતિમાં પોરબંદરમાં દરિયા કાંઠે ભારે પવનો ફૂંકાવવાનું શરૂ થઇ ગયા છે, અને વાતાવરણમાં પલટો આવતા જ સવારથી પોરબંદરમાં વરસાદી માહોલ જામ્યો છે, વરસાદી ઝાંપટા શરૂ થઇ ગયા છે. મોટાભાગના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થઇ ગયો છે.
બિપરજૉયના અપડેટ પ્રમાણે, બિપરજૉય વાવાઝોડુ આજે કચ્છના દરિયા કિનારે ટકરાશે. અત્યારે વાવાઝોડું જખૌના દરિયાકાંઠેથી માત્ર 200 કિ.મી, દેવભૂમિ દ્વારકાથી 220 કિ.મી, નલિયાથી 225 કિ.મી, પોરબંદરથી 290 કિ.મી દૂર છે. વાવાઝોડાની ઝડપ પાંચ કિલોમીટર પ્રતિ કલાકની છે. વાવાઝોડાના સમયે 120થી 145 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે. વાવાઝોડાને પગલે કચ્છ-સૌરાષ્ટ્રના 8 જિલ્લામાં વાવાઝોડાનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાંજે 4 વાગ્યાથી વાવાઝોડાનું લેન્ડફૉલ શરૂ થશે. વાવાઝોડું માંડવી અને કરાચીની વચ્ચે ટકરાવવાનો અંદાજ છે.
બિપરજોય વાવાઝોડાને લઇને હવામાન વિભાગની મોટી આગાહી
હવામાન વિભાગના અનુમાન મુજબ બિપરજોય વાવાઝોડુ આવતીકાલે સાંજે જખો પાસે લેન્ડ ફોલ થશે. આ સમયે પવનની ગતિ 125થી 135 કિમીની ઝડપે ફૂંકાઇ શકે છે. પવનની ગતિ અને તોફાનીની તીવ્રતાને જોતા હવામાન વિભાગે કચ્છમાં મોટાપાયે નુકસાનની આશંકા વ્યક્ત કરી છે. હવામાન વિભાગે વાવાઝોડાની અસરના કારણે કચ્છ, દ્વારકામાં ભારે અતિશય વરસાદની આગાહીકરી છે. તો સૌરાષ્ટ્રના આઠ જિલ્લા પર સૌથી વધુ અસર થશે. 8 જિલ્લાને એલર્ટ કરવામા આવ્યાં છે. જેમાં પોરબંદર, જુનાગઢ, જામનગર,
-દ્વારકા, ગીર સોમનાથ,- મોરબી,- રાજકોટ એલર્ટ કરવામાં આવ્યું છે.હવામાન વિભાગના અનુમામ મુજબ માત્ર 27 કલાકથી ઓછા સમયમાં ટકરાવવાનું છે વાવાઝોડું હાલ જખૌ તટથી માત્ર 280 કિ.મી દુર છે. તો દ્વારકાથી 290 કિ.મી દુર છે. નલિયાથી 300 કિ.મી અને દુર છે. પોરબંદરથી વાવાઝોડું 350 કિ.મી દુર છે. વાવાઝોડું ટકરાશે ત્યારે 125થી 135 કિ.મીની ઝડપે પવનની ગતિ રહેશે. હવામાન વિભાગના અનુમાન મુજબ વાવાઝોડું સૌથી વધુ કચ્છમાં વિનાશ નોતરશે. કચ્છમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડશે. વાવાઝોડાની અસરના કારણે સમગ્ર રાજ્ય ત્રણ દિવસ વરસાદી માહોલ રહેશે.