Lok Sabha Election 2024 : રાજકોટ લોકસભા બેઠક પર ભાજપે આ દિગ્ગજ નેતાને આપી ટિકિટ, જાણો
લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી છે. આજે દિલ્હીમાં બીજેપી પાર્ટી હેડક્વાર્ટર ખાતે મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ જાહેરાત કરવામાં આવી છે.
Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી છે. આજે દિલ્હીમાં બીજેપી પાર્ટી હેડક્વાર્ટર ખાતે મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ જાહેરાત કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રથમ યાદીમાં 195 ઉમેદવારો ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે,પીએમ મોદી વારાણસીથી ચૂંટણી લડશે.આ યાદીમાં ગુજરાતના 15 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા પરશોત્તમ રુપાલાને ટિકિટ આપવામાં આવી છે. પરશોત્તમ રુપાલા ભાજપના દિગ્ગજ નેતા છે.
ભાજપની પ્રથમ યાદીમાં ગુજરાતના 15 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
- કચ્છ- વિનોદ ચાવડા
- બનાસકાંઠા- ડૉ રેખાબેન ચૌધરી
- પાટણ- ભરતસિંહ ડાભી
- ગાંધીનગર- અમિત શાહ
- અમદાવાદ પશ્ચિમ- દિનેશ મકવાણા
- રાજકોટ- પરુશોત્તમ રુપાલા
- પોરબંદર- મનસુખ માંડવિયા
- જામનગર- પૂનમબેન માડમ
- આણંદ- મિતેશ પટેલ
- ખેડા-દેવુસિંહ ચૌહાણ
- પંચમહાલ-રાજપાલ સિંહ મહેંદ્રસિંહ જાદવ
- દાહોદ -જસવંતસિંહ ભાભોર
- ભરુચ- મનસુખ વસાવા
- બારડોલી-પ્રભુભાઈ વસાવા
- નવસારી-સીઆર પાટીલ
પરશોત્તમ રુપાલા રાજકીય કારર્કિદી
ભારતીય જનતા પક્ષના આજીવન સભ્ય,
- પ્રમુખ , અમરેલી જિલ્લા ભાજપ. – ૧૯૮૮-૧૯૯૧,
- પ્રદેશ મંત્રી, ગુજરાત પ્રદેશ ભાજપ – ૧૯૯૨,
- રાષ્ટ્રીય ભાજપા દ્વારા નિયુક્ત રાજ્ય સકંલન સમિતિના સભ્ય-૧૯૯૬-૯૭
- પ્રદેશ મહામંત્રી અને પ્રવક્તા, ગુજરાત પ્રદેશ ભા.જ.પા., તા.૨૫.૦૬.૨૦૦૫ થી
ઓક્ટોબર-૨૦૦૬,
- પ્રદેશ પ્રમુખ , ગુજરાત પ્રદેશ, ભા.જ.પા., તા.૨૬.૧૦.૨૦૦૬ - તા.૩૧.૦૧.૨૦૧૦
- રાષ્ટ્રીય ઉપપ્રમુખ , ભા.જ.પા. – તા.૧૬.૦૩.૨૦૧૦ થી ૨૦૧૬
- રાષ્ટ્રીય પ્રભારી, કિસાન મોરચો,
- રાષ્ટ્રીય પ્રભારી – આંધ્ર પ્રદેશ રાજ્ય,
- રાષ્ટ્રીય પ્રભારી – ગોવા રાજ્ય.
- ખાસ આમંત્રિત રાષ્ટ્રીય કારોબારી સભ્ય, ભાજપ - ૨૦૨૧ થી
સંસદીય કારકિર્દી
ધારાસભ્ય -૪૫-અમરેલી વિધાનસભા: ૧૯૯૧-૯૫,૧૯૯૫-૯૭, ૧૯૯૮-૨૦૦૨
ગુજરાત રાજ્યના મંત્રી :-૧૯.૦૩.૧૯૯૫ થી ૨૦.૧૦.૧૯૯૫, નર્મદા વિકાસ,
જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ,
- ૦૪.૧૧.૧૯૯૫થી ૧૮.૦૯.૧૯૯૬, જળસંપત્તિ અને પાણી પુરવઠો
- ૦૭.૧૦.૨૦૦૧ થી ૨૧.૧૨.૨૦૦૨ કૃષિ વિભાગ,
ચેરમેન, જાહેર હિસાબ સમિતિ, ગુજરાત વિધાનસભા માર્ચ-ડિસેમ્બર, ૧૯૯૭.
ચેરમેન, ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ, જુન-૧૯૯૮થી ઓક્ટોબર-૨૦૦૧
સંસદ સભ્ય – રાજ્યસભા: તા.૧૦.૦૪.૨૦૦૮થી૦૯.૦૪.૨૦૧૪,
તા.૦૩.૦૪.૨૦૧૬ થીતા.૦૨.૦૪.૨૦૧૮ અને
તા.૦૩.૦૪.૨૦૧૮ થીતા.૦૨.૦૪.૨૦૨૪.
સભ્ય : સંસદીય સમિતિઓ - અન્ન અને ગ્રાહકોની બાબતો (મે-૨૦૦૯ થી),
- પર્સોનેલ - કાર્મિક બાબતો (ઓગષ્ટ, ૨૦૦૯ થી),
- બંદરો (જુલાઈ, ૨૦૧૦ થી),
- રસાયણો અને ખાતર (સપ્ટેમ્બર, ૨૦૧૦ થી),
- કૃષિ (ઓગષ્ટ,૨૦૧૨થી).
ભારત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી, કૃષિ, ખેડુત કલ્યાણ અને
પંચાયતી રાજ – તા.૦૫.૦૭.૨૦૧૬ થી તા.૩૦.૦૫.૨૦૧૯,
ભારત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી, કૃષિ અને ખેડુત કલ્યાણ-
તા.૩૦.૦૫.૨૦૧૯ થી તા.૦૭.૦૭.૨૦૨૧.
ભારત સરકારના મંત્રી, મત્સ્યપાલન, પશપુપાલન અને ડેરી મંત્રાલય
તા.૦૭.૦૭.૨૦૨૧ થી આજ સુધી...