Amreli: સૌરાષ્ટ્રના બીજેપી નેતાએ કેમ કહ્યું, ખરી જાડી ચામડીના થઇ ગયા છીએ આપણે!
અમરેલી: બીજેપીના વરિષ્ઠ નેતા ડોક્ટર ભરત કાનાબારે એક ટ્વીટ કરી ફરી નારાજગી વ્યક્ત કરી છે. આ વખતે તેમણે કર્મચારીઓના પગારને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

અમરેલી: બીજેપીના વરિષ્ઠ નેતા ડોક્ટર ભરત કાનાબારે એક ટ્વીટ કરી ફરી નારાજગી વ્યક્ત કરી છે. આ વખતે તેમણે કર્મચારીઓના પગારને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે લખ્યું કે, માવો કે પાન મસાલો એક કલાક ના મળે તો ઘાંઘા થઇ જાઈએ છીએ આપણે. પણ ટૂંકી અને બાંધી આવકવાળા કર્મચારીઓના પગાર ઘણી નગરપાલિકાઓમાં ત્રણ ત્રણ મહિના સુધી થતા નથી તેમના પરિવારોનું શું થતું હશે તેનો વિચાર પણ આપણને આવતો નથી ! ખરી જાડી ચામડીના થઇ ગયા છીએ આપણે !!
માવો કે પાન મસાલો એક કલાક ના મળે તો
ઘાંઘા થઇ જાઈએ છીએ આપણે …
પણ ટૂંકી અને બાંધી આવકવાળા કર્મચારીઓના પગાર ઘણી નગરપાલિકાઓમાં ત્રણ ત્રણ મહિના સુધી થતા નથી તેમના પરિવારોનું શું થતું હશે તેનો વિચાર પણ આપણને આવતો નથી !
ખરી જાડી ચામડીના થઇ ગયા છીએ આપણે !!@Bhupendrapbjp @CollectorAmr pic.twitter.com/QE9kySyX5N— Dr. Bharat Kanabar (@KANABARDr) June 18, 2023
આ દરમિયાન ડોક્ટર ભરત કાનાબારે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને અમરેલીના કલેક્ટરને ટેગ કર્યા હતા. જોકે, આ પહેલીવાર નથી જ્યારે બીજેપી નેતા ભરત કાનાબારે સિસ્ટમ સામે અવાજ ઉઠાવ્યો હોય. આ પહેલા પણ ભરત કાનાબાર પોતાની જ સરકારે સામે અવાજ ઉઠાવી ચૂક્યા છે.
ઉત્તર ગુજરાતના કોંગ્રેસના દિગ્ગજ નેતા બીજેપીમાં જોડાશે
એક તરફ બનાસકાંઠામાં વરસાદે તારાજી સર્જી છે તો બીજી તરફ રાજકીય ઉથલપાથલ પણ જોવા મળી રહી છે.લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસમા પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ આવતીકાલે ભાજપમાં જોડાશે. કોંગ્રેસના દિગ્ગજ નેતા ગોવાભાઈ દેસાઈને આવકારવા સી.આર.પાટીલ ડીસા આવી શકે છે. ડીસા અને ધાનેરાના પૂર્વ ધારાસભ્ય ગોવા દેસાઇ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ચૂક્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાના રાજીનામાંને લઈને કોંગ્રેસને ફટકો લાગ્યો છે. સમર્થકો સાથે આવતીકાલે ડીસા એપીએમસીમાં કાર્યક્રમ યોજાશે. ગોવાભાઈને પક્ષમાં લાવવા ભાજપના દિગ્ગજ નેતાઓ શંકર ચૌધરી, બળવંતજી રાજપૂતે ખેલ પાડ્યો હોવાની ચર્ચા છે.
ઉલ્લેખનીય છે કે ગોવાભાઈ રબારી 35 વર્ષથી કૉંગ્રેસ સાથે જોડાયેલા છે. તેમણે સાત વખત કૉંગ્રેસમાંથી ધારાસભ્યની ચૂંટણી લડ્યા હતા. ધાનેરામાં 1995માં કૉંગ્રેસમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા હતા. દિયોદરમાંથી ભાજપના ઉમેદવાર સામે તેઓને એક વખત હારનો સામનો કરવો પડ્યો હતો. તેઓ ડીસાથી બે વખત કૉંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ગોવાભાઈ રબારી ડીસાના કુચાવાડાના રહેવાસી છે. તે સિવાય તેઓ ગામના સરપંચ અને જિલ્લા પંચાયતમાં પ્રમુખ પણ રહી ચૂક્યા છે. ગત ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સામે તેમના પુત્ર સંજય રબારીને હાર મળી હતી.

